________________
૫૦૬
પાસે આવી. તેને ઉપાડી મહેલમાં લાવી. પ્રાત:કાળે તેણે કૃતપુણ્યને કહ્યું, “આ ધન, યૌવન (યુવાન સ્ત્રીઓ) તારું જ છે. તું તેનો ઉપભોગ કર.” (૩૦-૩૧)
ચારે સ્ત્રીઓ સાથે ઉપભોગ કરતાં મનમોહક, રૂપાળા ચાર પુત્રો થયાં. ત્યારે વૃદ્ધાર સમક્ષ અળખામણી વાત કરી કે, “જે વેશમાં તેને અહીં લાવ્યાં હતાં, તે જ વેશમાં તેને રાત્રિનાં આવીશ.” ચારે સ્ત્રીઓએ સ્નેહવશ ઉદાર બનીને ચાર મોટા લાડવા બનાવી તેમાં ચાર રત્નો મૂક્યાં. બાર વર્ષે પાછા ફરેલા સાર્થમાં કૃતપુયને પૂર્વની અવસ્થામાં જ મૂકવામાં આવ્યો. (૩૨-૩૦) કવિશ્રી ગુણસાગર : રાજગૃહી નગરીના ધનદત્ત શેઠ અને વીણા શેઠાણીનો પુત્ર જિનદત્ત ભરયુવાનીમાં મૃત્યુ પામ્યો. ધનની સુરક્ષા માટે જિનદત્તના મૃત્યુને ઢાંકી દેવામાં આવ્યો. તેને ભૂમિમાં દાટી દીધો.)
પ્રસંગોપાત કવિશ્રી ધનનો મહિમા વર્ણવે છે. ‘ધન માતા છઈ, ધન પિતા, ધન ભ્રાતા, ધન પુત્ર, ધના ભરતાર, કરતાર કહ્યો, ધન વિણ કોડિક સૂત. માણસ મૂનો દુખ તો, માસ છ માસા જોગ, ધનરેગયાંનો દુખ તો, કિમહિનવિ બુઝાય.” (૨૮-૩૦)
વૃદ્ધાએ કૃતપૂણ્યને ભેટી પડતાં કહ્યું, “તું આટલા દિવસ ક્યાં હતો? તું મારો પુત્ર છે. હું તારી માતા છું. કોઈક પાપીએ તારું અપહરણ કર્યું હતું. આ ચારે તારા ભાઈની વહુઓ અને સઘળી સંપત્તિ તારી જ છે. લક્ષ્મી સમુદ્રની હોવા છતાં સમુદ્રમાં ન ગઈ, તારે ત્યાં જ આવી છે. આજથી આ સઘળો ઘર પરિવાર તારો છે. તું
ન થઈ અન્યત્ર ક્યાંય જઈશ નહીં.'કૃતપુણ્યએ વિચાર્યું, ‘જે ભાગ્યમાં લખ્યું હોયતે થાય.”
ચારે સુલક્ષણી સ્ત્રીઓ પતિની ચડસાચડસીપૂર્વક ભક્તિ કરતી હતી. એમ કરતાં બાર વર્ષ ઘડીની જેમ પસાર થઈ ગયાં. જેમ રોગ ચડતો હોય ત્યારે વૈધની આતુરતા હોય પરંતુ રોગનાબૂદ થઈ ગયા પછી વૈધ વૈરી બને છે. સ્વાર્થ હોય ત્યાં સુધી મોટાપણ નાનાને માન આપે છે પરંતુ સ્વાર્થ સર્યો એટલે મોટા પણ નાનાની અવગણના કરે છે. નીચ વૃદ્ધાએ સ્ત્રીઓને તેડાવી કહ્યું, “તમારું કાર્ય પૂર્ણ થયું છે. હવે તેને છેહ આપો.'
પ્રસંગોપાત કવિ ચાંડાલનું સ્વરૂપ દર્શાવે છે. પાંચ પ્રકારના ચાંડાલ છે. (૧) જૂઠી સાક્ષી ભરનાર; (૨) લાંબા સમય સુધી ક્રોધ રાખનાર; (૩) વિશ્વાસઘાતી; (૪) ઉપકારી ઉપર અપકાર કરનાર; (૫) જાતિથી
ચંડાલ.
કવિશ્રી લાલવિજયજી : કવિશ્રીએ સંક્ષેપમાં સક્ઝાય આલેખી હોવાથી કોઈ વિશેષ વર્ણન જોવા મળતું નથી. કવિશ્રી વિજયશેખરજીઃ સુર નામના શ્રેષ્ઠીનું અવસાન થતાં તેની તાજેતરમાં પરણેલી પત્નીઓ વિધવા બની. અઢળક ધનને ખાલસા થતાં બચાવવા સાસુએ કુલાચાર વિરુદ્ધ પ્રસ્તાવ મૂક્યો. અજ્ઞાંકિત વહુઓએ માન્ય કર્યો. બાર વર્ષમાં ચાર પૌત્રની પ્રાપ્તિ થતાં સાસુએ કહ્યું, “હવે તેને ઘરમાં શા માટે રાખ્યો છે? એ નિર્લજ્જ, તુચ્છ, નિષ્ફરને હવે હેતથી કાઢો. જેમ ઉંદર ઘરનો ખૂણો ખોદે તેમ એણે મારા દીકરાનું ધન લૂંટી ખાડામાં ઉતાર્યો છે. હવે તેને શું ખવડાવું કે જેથી તે મરી જાય? ડૂબને આળ આપું કે ઝેર આપું?”
વહઓએ રોષ કરતાં કહ્યું, “માતાજી! આટલો સમય રાખીને હવે શા માટે કાઢો છો ? એની કાયા કોમળ છે. અમને દસ દિવસમાં જ તેની પ્રત્યે પ્રીતિ થઈ ગઈ હતી તેથી બાર વર્ષ પછી તેને ‘જાઓ’ એમ કઈ રીતે કહેવાય? આ રીતે કરશું તો માણસોને પ્રેમ નહીં રહે. એમના થકી અમને સુખ છે.” સાસુએ કહ્યું, “જો તમને એના પ્રત્યે આટલો અનુરાગછે તો તેને મૂકી આવતાં પહેલાં ભાતું આપો અને રોષ છોડો.'
ચારે ચતુર સ્ત્રીઓએ વિચારણાં કરી કે, “ડોકરી ! ચાંડાલણી છે. આપણે વિરોધ કરશું તો, તે મોટે મોટેથી ગાળો બોલશે. એની પાસે આપણું બળ નહીં ચાલે. ખરેખર! વાઘણ પાસે ગાયનું શું ગજું?' એવું