________________
૫૦૫
કવિશ્રી કષભદાસજી : કોઈ કરોડપતિ શેઠનું મૃત્યુ થતાં તેના સ્થાને ચંદ્રબિંબ જેવા સૌમ્ય અને રૂપાળા કૃતપુણ્યને હવેલીમાં લાવવામાં આવ્યો. પ્રસંગોપાત કવિ નાયકના ભાગ્યને બિરદાવતાં કહે છે, “એક પરધના બઈઠાં વિલસઈ, એક પોતાનાં ખોય; એકનર રલતાં ન મિલઈ કોડી, એક સહજિં રિધિ હોય; ઉધમ વિણ પામ્યો કઈવન્નો, પરલક્ષમી ખાઈ' (૧૫૦-૧૫૧)
કૃતપુણ્ય હવેલીમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરતો ત્યારે ચારે સ્ત્રીઓ પ્રેમથી હાથ ઝાલી તેને બેસાડી દેતી અને વૃદ્ધા મીઠા સ્વરે કહેતી, “પુત્ર! તું અનુપમ સ્વરૂપવાન છે. તેથી તને કોઈ દુષ્ટની નજર લાગશે. તું શા માટે હવેલીમાંથી નીચે ઉતરવા માંગે છે. શું તારી પાસેથી કોઈએ કાંઈમાંગ્યું છે? (તું શું લેવા જાયા છે?)'' આમ કહી નાયકને નજરકેદમાં રાખવામાં આવ્યો. વૃદ્ધાને ભય હતો કે, “રખે ! કૃતપુણ્ય નગરનો રાજમાર્ગ નિહાળી ઘર છોડી ચાલ્યો જાય.'
સાસુએ કૃતપુણ્યને ખસેડવાનો પ્રસ્તાવ વહુઓ સમક્ષ મૂક્યો ત્યારે તેમણે કહ્યું, “સાસુજી! સૌ પ્રથમ તમે જ અણછાજતું કરવાનું કહ્યું અને હવે શું દેવકુમાર જેવા તેને ત્યજી દઈએ ? આ વાત યોગ્ય નથી.” વૃદ્ધાએ ઊંચા સ્વરે કહ્યું, “તમે શું જાણો ? કામ પૂર્ણ થઈ ગયું છે, પછી પરપુરુષનો પગ આપણાં ઘરમાં ના જોઈએ. બાર વર્ષ સુધી આ ઘરમાં રહી તેણે ખૂબ મોજશોખ કર્યા છે. હવે તેને જલ્દીથી કાઢો. એનું જે છે તે એને પરત કરો.”
ચારે સ્ત્રીઓ શું કરવું એવી અવઢવમાં હતી. અંતે તેમણે વિચાર્યું ‘આપણે તેની સાથે જઈ નહીં શકીએ પરંતુ તેને રખડતો મૂકવો પાલવે એમ નથી.” આમ વિચારી તેમણે લાડુમાં અમૂલખ રત્ન મૂકી તેને અવસ્થાપિની ગાઢ નિંદ્રામાં પોઢાડી, રાત્રિના બીજા પહોરે સાર્થમાં મૂકી આવી. (૧૫૨-૧૬૫)
અહીં કૃતપુણ્યને હવેલીમાંથી નીચે ન ઉતરવા દેવાનાં કારણમાં ‘નજર લાગવાનો' ઘટકાંશ કથા. પ્રવાહમાં ગૂંથાયો છે, જે અન્ય કોઈ કવિએ આલેખ્યો નથી તેથી કવિ અષભદાસજી અન્ય કવિઓ કરતાં જુદા પડે છે. કવિશ્રી ગુણવિનયજી સુઘનશેઠ અને મહિમાશેઠાણીના યુવાન પુત્ર ધનદત્તના વિવાહ ચાર શ્રેષ્ઠી કન્યાઓ સાથે થયા. તે જ અરસામાં શેઠનું મૃત્યુ થયું. મિત્રની પ્રેરણાથી શ્રેષ્ઠીપુત્ર વ્યાપાર કરવા જલમાર્ગે પ્રવાસમાં નીકળ્યો. તે પરદેશમાંથી ઘણું ધન કમાઈને પાછો ફરતો હતો ત્યાં પર્વત સાથે જહાજ અફડાયું અને ભાંગી પડયું. ધનદત્તનું મૃત્યુ થયું. આ જહાજના મુસાફરોમાંથી એક પુરુષ ઉગરી આવ્યો. તેણે મહિમા શેઠાણીને પુત્રના મૃત્યુનાં સમાચાર આપ્યાં. મહિમા શેઠાણીએ તે પુરુષને ચેતવણી આપતાં કહ્યું, “આ સમાચાર ગુપ્ત રાખશો, કોઈને ન કહેશો. બદલામાં તમને હું ઘણું ધન આપીશ.' ધનની સુરક્ષા માટે સૂના દેવળમાં સૂતેલાં કૃતપુણ્યને પોતાના ગુપ્તચરો દ્વારા ઉપડાવી શેઠાણી મહેલમાં લાવી. સૂર્યોદય થતાં કૃતપુણ્ય જાગ્યો ત્યારે મહિમા શેઠાણીએ તેને ગળે લગાડી કૃત્રિમ અભિનય કરતાં કહ્યું, “તું બાળપણમાં ખોવાઈ ગયો હતો. તારી દેશ-વિદેશમાં ખોજ કરાવી પરંતુ ન તું મળ્યો, કેન તારા સમાચાર મળ્યા. (ઢા.૧, ક.૧-૩)
મહિમા શેઠાણીએ ગુપ્તચરો દ્વારા કૃતપુણ્યની ઉઠાંતરીનું કાર્ય કરાવ્યું. અહીં સ્ત્રીઓની નાજુકતાને લક્ષમાં રાખી કવિશ્રીએ આ પ્રકારની યુક્તિ કથાપ્રવાહમાં ટાંકી હોવી જોઈએ કવિશ્રી કલ્યાણરત્નજી ધન કારણિ ધસમસ કરી, ઉઠી અક્કા એહ, ધન રખવાલિવા કારણિ, આણુનર કોઈ સાર, તિહસું ભોગ ભલા કરું, તુમ્હો નવલીય નારિ.' (૨૫-૨૮) નગરમાં અનેક પુરુષોને જોતી વૃદ્ધા કૃતપુણ્ય