________________
૫૦૪
હતાં. સામાન્ય માણસો કસ્તૂરી અને લવિંગ-એલચીનો ઉપયોગ મુખવાસમાં કરતાં હતાં. ગણિકાઓ તાંબૂલનો છૂટથી ઉપયોગ કરતી કારણકે કાથાથી હોઠ લાલ રહેતાં હતાં. આ હોઠ આકર્ષણનું કારણ
રહેતાં હતાં. • ચરિત્રનાયકનું અપહરણ (જીવનનો બીજો તબક્કો): કવિશ્રી પદ્મસાગરજી નવયુવકને ઘરે લાવ્યા પછી પાડોશીઓને શંકા ન પડે તે હેતુથી વૃદ્ધા (સાસુ)એ ઠાવકાં થતાં લોકોને વધામણી આપી. લોકોએ કહ્યું, “શેની વધામણી આપો છો? અમે મૂઢ કંઈ જાણતા નથી.” વૃદ્ધાએ કહ્યું, “મારો પુત્ર !જે વર્ષોથી પરદેશમાં હતો તે ઘણા સમય પછી ઘરે પાછો આવ્યો છે.” વૃદ્ધાની વાતને લોકોએ સહર્ષ સ્વીકારી લીધી. કોઈએ વળતો પ્રશ્ન પણ ન કર્યો. ખરેખર! રામનું સ્વપ્ન ભરતને ફલિત થયું. ધન કોઈ બીજાનું અને તેને ભોગવનાર કોઈ બીજો. કૃતપુણ્ય ચારે સ્ત્રીઓ સાથે સ્વર્ગીય સુખો ભોગવી રહ્યો હતો.
પ્રસંગોપાત કવિશ્રીએ ઢા.૩માં ચારે સ્ત્રીઓનું લાક્ષણિક શૃંગાર વર્ણન કરે છે. હાથમાં કંગણ, મસ્તકે વેણી, ઘેરવાળો ઘૂઘરીયાળો ઘાઘરો, કસ્તૂરી આદિ સુગંધી પદાર્થોનું વિલેપન, નવરંગી ચૂંદડી, નવી નવી ભાતની ચૂડી (બંગડી)ઓ, પગમાં રૂમઝુમ રુમઝુમ વાગતા ઝાંઝર. આ વર્ણન તે સમયની સ્ત્રીઓની વેશભૂષા અને આભૂષણોની ચાડી ખાય છે.
દેવની જેમ વિષયરસમાં ઝીલતાં ચારે સ્ત્રીઓને એક એક પુત્ર જન્મ્યો. ત્યારપછી પાષાણ જેવા કઠોર હદયની વૃદ્ધાએ પુત્રવધૂઓને બોલાવી. ‘તેડણ તે મનિ ધૂર્જતિ' (૧૫) “એહ છંડિવા કરઉ હિવ સંચ' (૧૫૮). આવા વેણ સાંભળી સ્ત્રીઓના માથે જાણે વજપાત થયો હોય એવું દુ:ખ થયું. સ્ત્રીઓનું અસહ્ય દુ:ખા દર્શાવવા કવિશ્રી આગળ આલેખે છે. “નિતિભરિ નીંદ્રમાંહિ ઉજકઈ, પ્રગટી વાત કહી નવિ સકઈ' (૧૬૨) સ્ત્રીઓ પોતાની અંગત વાત કોઈને કહી શકતી ન હતી અને મૂંગા રહેવાથી કાળજું કપાઈ જતું હતું. તેઓ ઊંઘમાંથી ઝબકીને જાગી જતી, દિવસ અને રાત મનમાંથી સેંસો જતો ન હતો. (૧૬ર/૧૬૩) આવું ટાંકી કવિશ્રી ચારે સ્ત્રીઓનો રઘવાટ, સાસુનો કડકદાબ અને સ્વાર્થી મનોવૃત્તિ પ્રગટ કરે છે. કવિશ્રી રતનસૂરિજી એક વ્યાપારીનો પુત્ર વહાણમાં જતાં માર્ગમાં મૃત્યુ પામ્યો. તેના સમાચાર પારેવાએ પત્ર દ્વારા આપ્યા. ત્યારે વૃદ્ધા સમયને પારખી ચારે પુત્રવધૂઓને કહ્યું, “રોયાં લઉ બદ્ધિ રાઉ લેઈ જાય, કંકણ ભાંજણિ ન દીએ સહી.” (૪૫-૪૬) પગપાળા સૈનિક જેવો ચારે અમદાઓએ વેશ પહેર્યો. કેડમાં કટારી અને હાથમાં તલવાર લીધી. “આ કુણ સૂતો નર કેસરી ? ઉપાડી લેઈનીસરી”(૪૮) “પુત્ર અહારુ એ તુમ ધણી'' (૫૦). સાસુની આજ્ઞા થતાં ચારે સ્ત્રીઓ સરભરામાં ગોઠવાઈ ગઈ. એકે દાતણ અને પાણી આપ્યું. બીજીએ ચંદનનું વિલેપન કરી અંગ લૂછવા વસ્ત્ર આપ્યું. ત્રીજી સ્ત્રીએ મેવા, મીઠાઈ અને લાડુ આપ્યા. ચોથી સ્ત્રીએ લવિંગ, સોપારી અને નાગરવેલનું પાન મુખવાસ તરીકે આપ્યું. (૫૩)
સંપત્તિનાં ચાર વારસદાર મળતાં સાસુને સણકો ઉપડયો. તેણે કહ્યું, ““કહું તે કરો, એ નર અહીંથી કાઢો પરો.” (૫૫) ચારે સ્ત્રીઓનો માંહોમાંહ વાર્તાલાપ રસિક છે. ““આ વૃદ્ધા ડોળા ફાળીને આપણા ઉપર નજર રાખે છે તેથી જો સામે કાંઈ બોલશું તો ગાળો દેશે. એ આપણા પ્રિયતમને અધવચ્ચે જ કાઢીને રહેશે. પ્રિયતમને લાડુ અતિપ્રિય હોવાથી એક મણની જગ્યાએ ત્રણ મણનાં લાડુ બનાવીએ.” પછી તે સ્ત્રીઓએ સાસુથી છાનાં પ્રત્યેક લાડુમાં રત્ન મૂક્યાં. ખાટલા પર જીર્ણ વસ્ત્ર પાથરીને, કૃતપુણ્યને ભરઉંઘમાં ઉપાડી સાર્થમાં મૂકી આવી. (૫૬-૫૯)