________________
૫૦૩
કેટલાક બેઈમાન લોકોનો જન્મસિદ્ધ હક્ક બની ગયો છે તેથી આજે ગરીબો કે મધ્યમ વર્ગ તો ઠીક શ્રીમંત વર્ગમાં પણ કોઈ કોઈને આર્થિક સહાય કરવા કોઈ તૈયાર નથી. લોકોનો એકબીજા પ્રત્યેનો ભરોસો ઉઠી ગયો છે. પ્રમાણિકતા, ન્યાય-નીતિ ઘસાતી જાય છે. ધર્મ પ્રત્યેની આસ્થા ગાયબ થતી જાય. છે. ફબી લોકોને પુય-પાપની વાતો વાહિયાત લાગે છે. સાદગી, સંતોષનું સ્થાન ભપકો અને નવી નવી અનહદ આકાંક્ષાઓએ છીનવી લીધું છે તેથી સમાજની આર્થિક સ્થિતિ પ્રતિદિન કથળતી જાય છે.
પરોપકારની ભાવના ભૂંસાતી જાય છે. ૮. પ્રત્યેક યુગમાં ધનવાનોને જ લોકચાહના મળી છે.
પરગામથી વ્યાપારાર્થે આવેલા અથવા કોઈ કામ માટે નગરમાં આવેલી અજાણી વ્યક્તિને પણ અતિથિ સમજી ઘરે લઈ જઈ તેનું ભાવભીનું સત્કાર કરવામાં આવતું હતું અર્થાત્ પ્રાચીનકાળમાં લોકોમાં
અતિથિ દેવો ભવઃ'ની ભાવના પ્રચૂર પ્રમાણમાં જોવા મળે છે. પૂણિયા શ્રાવકની સાધર્મિક ભક્તિ જગવિખ્યાત છે.
રાજકુમાર શ્રેણિક બેનાતટ નગરમાં ધનાવાહ શેઠના હાટે ગયા ત્યારે અજાણ્યા હોવા છતાં શેઠ તેમને પોતાના આવાસે લઈ ગયા. ત્યાં શેઠાણી અને તેમની પુત્રી સુનંદાએ પ્રસન્નતાપૂર્વક આગંતુકની ભક્તિ કરી. સમય જતાં આ સુનંદા સાથે રાજકુમાર શ્રેણિકના વિવાહ થયા. (કવિ બદષભદાસ કૃત - શ્રેણિક
રાસ)
૧૦. પરદેશમાં વ્યાપાર કરવા ઈચ્છતા વ્યક્તિઓ સાર્થવાહની પોળમાં જોડાતા. એકલદોકલ જતા ન હતા. ૧૧. પરદેશગમન કરતાં જળમાર્ગે વાહન તરીકે જહાજનો ઉપયોગ થતો હતો. ૧૨. સારા કે માઠાં પ્રસંગોમાં સૌ પ્રથમ પાડોશી મદદરૂપ થતાં હોય છે. આ ભાવનો પડઘો કવિશ્રી રતન ' સૂરિજીની કૃતિમાં ઝીલાયો છે તેથી ચરિત્રનાયક પરદેશ જવા પૂર્વે ઘરનું ધ્યાન રાખવાની ભલામણ
પાડોશીને કરે છે. ૧૩. પ્રવાસમાં જતી વેળાએ એક લાંબી, સાંકળી થેલીમાં ધન ભરવામાં આવતું, જેને વાંસણી કહેવામાં
આવતી. આ વાંસણી કમ્મરે બાંધવામાં આવતી હતી. ૧૪. ભોજન બાદ મુખવાસમાં નાગરવેલનાં પાન ખાવાની પ્રથા હતી.
દ્વાપર યુગથી આપણાં દેશમાં ભોજન પછી તાંબૂલપત્ર ખાવાની પ્રથા હતી તે આજે પણ પ્રચલિત છે. નાગવલ્લીના પાનનું દરેક શુભ કાર્યમાં અને પ્રસંગોમાં ભાવનાત્મક મહત્વ રહેલું છે. આ પર્ણ પવિત્ર ગણાય છે તેથી ધાર્મિક, સામાજિક કે આર્થિક કોઈ પણ કાર્યની પૂર્તિમાં તેનો ઉપયોગ થાય છે. વિવાહ પ્રસંગે નાગરવેલના પાનને સિંહાસન બનાવીને તેના પર ગણેશજી અથવા સોપારી સ્થાપિત કરવામાં આવે છે. કુંવારી કન્યા જાનનું સ્વાગત કરવા સામૈયું લઈ સામે જાય છે ત્યારે કળશ પર નાગરવેલનાં પાન અને નાળિયેર સ્થાપિત કરવામાં આવે છે.
નાગરવેલના પાન મુખને સુવાસિત કરી ભોજનને પચાવવામાં પાચનશક્તિ પ્રદાન કરે છે. તેનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી કેન્સર થાય છે. નાગરવેલના પાનમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં રહેલું છે. તેમાં કાથો, ચૂનો, વરિયાળી, લવિંગ, ગુલકંદ, સોપારી, નારીયેળ, એલચી, ધાણાદાળ જેવાં ખાદ્ય પદાર્થોનાખવામાં આવે છે, જે પાચન શક્તિને તંદુરસ્ત રાખવા માટે રામબાણનું કામ કરે છે.
એક સમય એવો હતો કે પાનમાં કસ્તુરી, સોના-ચાંદીના વરખનો ઉપયોગ કેવળ શ્રીમંતો જ કરતાં