________________
૪૯૨
ધનાવાહ શેઠને ઘેર ‘ચિલાતી' નામની દાસીની કુક્ષિએ પુત્ર રૂપે જન્મ્યો અને તેની સ્ત્રીનો જીવ દેવલોકથી ચ્યવી. તે જશેઠને ઘેર શેઠની સ્ત્રી ભદ્રાની કુક્ષિએ પુત્રીરૂપે થયો. તેનું નામ સુસમા' પાડયું. (ચિલાતી પુત્રનો પૂર્વભવ) ૪. મથુરાનાં શંખ રાજાએ દીક્ષા લીધી. તેઓ ભિક્ષાર્થે નીકળ્યાં. સોમદેવ પુરોહિતને માર્ગ પૂછયો. સાધુના દ્વેષી એવા સોમદત્ત પુરોહિતે તેમને વ્યંતરથી અધિષ્ઠિત થયેલો અગ્નિ જેવો તપેલો માર્ગ બતાવ્યો. મુનિ બતાવેલા માર્ગે આગળ વધ્યા. તેમના સંયમના પ્રભાવે દષ્ટિ પડતાં જ વ્યંતર ત્યાંથી નાસી ગયો. અગ્નિ શીતલ થઈ ગઈ. પુરોહિતને પારાવાર પશ્ચાતાપ થયો. તેણે પણ દીક્ષા લીધી. સંયમનું પાલન કરી મૃત્યુ પામી તે દેવ થયો. દેવભવમાંથી ચ્યવી પુરોહિતનો જીવ ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયો. સમય જતાં દીક્ષા લઈ હરિકેશી મુનિના નામે પ્રસિદ્ધ થયા. ૫. “વિક્રમ ચરિત્ર'માં ધન્યશેઠની પત્ની રત્નમંજરીની પવિત્ર દષ્ટિથી સૂકાયેલાં વનો નવપલ્લવિતા બની જતાં. આ ઉપરાંત સર્પનું પુષ્પની માળામાં, આગનું પાણીમાં પરિવર્તન થઈ જતું. સિંહ ઉપર દષ્ટિપડતાં તે શિયાળ જેવો નમાલો બની જતો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદરો, તીડો, પોપટો, બળવો, શત્રુરાજા જેવા ઉપદ્રવો. આપોઆપશમી જતાં. (સર્ગ-૧૧, શ્લોક-૩૨૩, ૩૨૪, પૃ.-૨૫૮) -
ઉપરોક્ત ઘટકાંશ પાછળ આપણું કર્મ, પુણ્ય-પાપ, નસીબ, આવરદા, અંગેની માન્યતાઓનું પીઠબળ રહેલું છે. • દાસી મારફતે તેડુંઃ
“માતા-પિતા વૃદ્ધાવસ્થાને કિનારે પહોંચ્યાં. તેમનો જીવ દીકરામાં ભરાયેલો હતો. તે વેળાએ દાસી દ્વારા કૃતપુણ્યને ઘરે પાછો તેડાવ્યો.” એવું કવિશ્રી કલ્યાણરત્ન, કવિશ્રી લાલવિજયજી, કવિશ્રી ગુણસાગર, કવિશ્રી ગંગારામજી, કવિશ્રી જયરંગમુનિ, અજ્ઞાત લેખક(કથા, બાલા.) સ્વીકારે છે.
જ્યારે કવિશ્રી રતનસૂરિજી, કવિશ્રી દેપાલજી, કવિશ્રી ગુણવિનયજી, કવિશ્રી વિજયશેખરજી કવિશ્રી કષભદાસ, કવિશ્રી દીપ્તિવિજયજી, કવિશ્રી મલચંદ્રજી, કવિશ્રી ફતેહચંદજી, કવિશ્રી ધર્મધુરંધરજી અને અજ્ઞાત કવિશ્રી આ પ્રસંગને સ્પર્શતા નથી. “માતા-પિતાના મૃત્યુ બાદ ગણિકાવાસમાંથી ધન વસૂલી માટે દાસી કૃતપુણ્યની પત્ની પાસે આવી,” તેવું આલેખે છે. કથાપ્રવાહને ઝડપથી આગળ વધારવા તેમણે આ ઘટકાંશને મહત્ત્વ ન આપ્યું હોય, તેવું બની શકે.
કવિશ્રી જયરંગમુનિએ આ પ્રસંગે શેઠાણીનો વલોપાત (ઢા.૬, ક.૧-૧૬) વિસ્તારપૂર્વક વર્ણવે છે. જેમાં માતા-પિતાએ પુત્રની બાળપણમાં કરેલી સાર-સંભાળ દર્શાવી, ઉપાલંભ આપી માતા પુત્રને પોતાની ફરજનું સ્મરણ કરાવે છે. તે પ્રસંગે કવિશ્રીની કેટલીક પંક્તિઓ અસરકારક છે.
‘સાસ તણી પરે સાંભરે, તિલભર જીવ રહે નહીં બેટા, કિમ જાવે જમવાર બેટા!, કુણ કહેશે મુજ માયડી બેટા!, તું પુત્ર ભોજન સમે બેટા, હીયડે બેસે આય, તું મુજ અંધા લાકડી બેટા!, હું ડોસી તુજ તાતડો બેટા, નયણ ગમાયાં રોય.” ત્યાર પછી માતા પુત્રને સંબોધન કરતાં કહે છે, “બેટા! શિયાળાની રાતમાં તું માતાથી સહેજ પણ અળગો થતો ન હતો અને આજે માતાને છોડી વેશ્યાવાસમાં રહ્યો? તારે લલાટે કલંક ચડયું. મેં તને પાળી પોષી મોટો કર્યો, તારાં મળ-મૂત્ર ધોયાં. તેં માવિત્ર સાથે ઠગાઈ કરી છે. તારી રતન જેવી ગુણિયલ અને સૌંદર્યવાન પત્ની તારા વિરહમાં ઝૂરી ઝૂરીને કોયલ જેવી શ્યામ વર્ણની બની ગઈ છે.”