________________
૪૯૩
ઉપરોક્ત પંક્તિઓ કરુણરસ દ્વારા પાઠકના હૃદયના તારને ઝણઝણાવી મૂકે, તેવી સંવેદનશીલ છે. પ્રસાદિક ભાષામાં પ્રચલિત આ વસ્તુવર્ણનમાં કરુણરસ પ્રગટ કરવામાં કવિશ્રીની કાબેલિયત પ્રકાશિત થઈ છે. અહીં જણાય છે કે રાસનાયિકા એટલે સહનશીલતાની પારાશીશી !
પુત્રની પાછા ફરવાની આશા નિષ્ફળ જતાં માતા કરણરસમાંથી ઉપશમરસમાં પ્રવેશ કરે છે. માતા પારાવાર પસ્તાવો કરી સ્વદોષદર્શન કરતાં કહે છે, “નીચનો સંગ કરાવીયો બેટા, તો ફલ લાગાં એહ બેટા. જો વિહડે પેટ જ આપણું બેટા તો કલિઉ ઘણ હોય બેટા.” (૫-૯૬) અર્થાત મેં જ પેટ ચોળીને પીડા ઉભી કરી છે. મેં જ નીચનો સંગ કરાવ્યો તેનું ફળ મને જ ભારે પડયું. હું પાપીણી છું કે આવું દુઃખ જોવાને હજી જીવતી છું. ખરેખર!દુ:ખી જીવોને માંગ્યું મોત પણ મળતું નથી. (૯૮)
અંતે માતાનો વલોપાત શમી જતાં તે રાગમાંથી વિરાગમાં પ્રવેશે છે.
• કૃતપુણ્યના માતા-પિતાના મૃત્યુનું કારણઃ
શ્રી સૂત્રકૃતાંગ' પ્રાકૃતમાં બાજ અને તેતરના ઉદાહરણ દ્વારા મૃત્યુની વાત સમજાવવામાં આવી છે. એક જ ઝપાટામાં બાજ જેવી રીતે તેતરને મારી નાખે છે, તેવી જ રીતે આયુષ્ય ક્ષીણ થતાં મૃત્યુ જીવનલીલા સંકેલી લે છે.
કવિશ્રી ગુણસાગર અને અજ્ઞાત રચનાકાર ચરિત્રનાયકના માવિત્રનું ઠોસ કારણ દર્શાવે છે જ્યારે અન્ય કવિઓ વૃદ્ધાવસ્થાને કારણે શેઠ-શેઠાણીએ સદાને માટે આંખ મીંચી લીધી, એવું આલેખે છે.
કવિશ્રી ગુણસાગરજી મૃત્યુનું કારણ તીવ્ર જ્વર રોગદર્શાવે છે. સંભવ છે કે તેમના સમયમાં (૩૪૦ વર્ષ પૂર્વે) ગામમાં જ્વર રોગે તાંડવ મચાવ્યો હશે અને માણસોનું ટપોટપ મૃત્યુ થતું હશે તેથી આ પ્રકારની કલ્પના કવિશ્રી ગુણસાગરજીએ કથાપ્રવાહમાં વહેતી મૂકી છે.
અજ્ઞાત લેખકનું કારણ સ્વાભાવિક અને યોગ્ય જણાય છે કારણકે જે માતા-પિતાનો એકનો એક દીકરો, વૃદ્ધાવસ્થાની સમી સાંજે સધિયારો ન આપે તો તે માતા-પિતાને આઘાત લાગ્યા વિના ન રહે. આવા તીવ્ર આઘાતના કારણે વૃદ્ધ માતા-પિતાનું મૃત્યુ થયું હતું. • નિર્ધન કૃતપુણ્યને ખસેડવા અક્કાએ રચેલો પેંતરોઃ કવિશ્રી પદ્મસાગર : લોભી અક્કાએ કૃતપુણ્યને છેતરી, ઘરસાફ કરવાના બહાના હેઠળ મુખ્ય દ્વાર સુધી પહોંચાડી ઘરના બારણાં અડકાવી દીધાં. (ક.૮૩-૮૯) કવિશ્રી રતનસૂરિ : અક્કાએ શિખામણ આપતાં પોતાની પુત્રીને કહ્યું, “માખણમાંથી ઘી બનાવી સચવાય છે, પણ છાસ ફેંકી દેવામાં આવે છે. આપણા કુળની રીત છે કે, ધનવાન સાથે પ્રીત કરવી જોઈએ. વેશ્યા કદી રૂપમાં લુબ્ધન બને, જેની પાસે ધન હોય તેને આદર આપે છે. સૂકા કમળમાં નાગફરતો નથી, સૂકા સરોવરમાં સારસ પક્ષી રહેતું નથી, દગ્ધ વનમાં મૃગલા ચરતા નથી, મુશ્કેલીમાં રાજા પણ પગપાળા ચાલે છે. બાખડ ઢોરને કોણ ઘરમાં બાંધે છે? બેટી ! સાર વસ્તુનો સંગ્રહ કરી અસારને તુચ્છ સમજી ફેંકી દે.” ગણિકા પુત્રી માનવા તૈયાર ના થઈ ત્યારે પાટ, ઢોલિયા, ભૂમિ ધોવાના બહાના હેઠળ કૃતપુયને નીચે તગેડી મૂક્યો. ત્યારપછી સાવરણીથી ઝા કાઢી દાસી ધૂળ ઉડાડવા લાગી. રજ જોઈને કૃતપુણ્ય પાછળ હટી ગયો ત્યારે દાસીએ કટાક્ષમાં કહ્યું,