________________
૪૯૧
લોકજીવનના વહેમો, માન્યતાઓ, શ્રદ્ધા-અશ્રદ્ધાઓ કથા સાહિત્યમાં કથાવસ્તુ તરીકે પ્રયોજાયેલી છે. · નજર લાગવી :
‘કૃતપુણ્ય ચરિત્ર’માં પૂર્વભવમાં માતા પોતાના પુત્રને આનંદપૂર્વક ખીર ખાતો અને પ્રમાણથી વધુ આહાર કરતો જોઈ મનોમન બોલી ઉઠે છે કે, ‘મારા પુત્રએ ઘણાં દિવસે પેટ ભરીને ખાધું છે.' માતાની આવી દૃષ્ટિ પુત્ર માટે વિષરૂપ બની અને તે જ રાત્રિએ બાળકનું મૃત્યુ થયું. આ ઘટનાને સર્વ કવિઓએ માન્ય કરી છે. શાલિભદ્રના પૂર્વભવની કથા કૃતપુણ્યના પૂર્વભવ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. સંગમ ભરવાડના ભવમાં પાડોશણોએ આપેલી ખીરની સામગ્રીથી માતાએ ખીર બનાવી. આ ખીર થાળીમાં ઠારી માતા ઘરકામ માટે ચાલી ગઈ. તે પાછી આવી ત્યારે બાળક જીભ વડે થાળી ચાટતો હતો. આ જોઈને માતાએ વિચાર્યું, ‘શું પીરસેલી બધી ખીર સંગમ ખાઈ ગયો! છતાં હજી એ ધરાયો નથી.' માની નજર લાગી, ખીર વિષમય બની ગઈ. તેજ રાત્રિએ બાળકનું અકાળે મૃત્યુ થયું.
કવિશ્રી ૠષભદાસજીએ વૃદ્ધા દ્વારા કૃતપુણ્યને હવેલીમાંથી હેઠે ન ઉતરવા દેવાના સંદર્ભમાં ‘નજર લાગવાનો’ ઘટકાંશ કથાપ્રવાહમાં ઉમેર્યો છે. (૧૫૪) સંભવ છે કે કવિના સમયમાં આ ઘટકાંશ લોકસમુદાયમાં વધુ ફાલ્યો હોય, તેવો સંકેત અહીં જોવા મળે છે. આજે પણ કોઈની નજર ન લાગે તે માટે નાના બાળકના કપાળે કે ગાલ પર કાળું ટીલું કરવામાં આવે છે.
૧.
આ અંધશ્રદ્ધા નથી પણ કોઈક સમયે બનતી ઘટના છે. તેવા કેટલાક દૃષ્ટાંતો નીચે પ્રસ્તુત છે. ખરતરગચ્છના જિનપ્રભાચાર્ય નામના ચૈત્યવાસી આચાર્યે ચૈત્યવાસ છોડવાનો નિર્ણય કર્યો. તેમણે અમુક સાધુઓને અભ્યાસ માટે ઘારાનગરી મોકલ્યાં. ત્યાંથી રૂદ્રપલ્લી બાજુ વિહાર કર્યો. રસ્તામાં એક શ્રાવક જે વ્યંતર દેવ દ્વારા પીડિત હતો. તેણે પોતાની વેદનાનું વર્ણન કર્યું. સૂરિજીએ વિચાર કર્યો કે, ‘આ વ્યંતર દેવ મંત્ર-તંત્રથી અસાધ્ય છે.' ત્યારે તેમણે ‘ ગણધર સપ્તતિકા' નામનો ગ્રંથ બનાવી તેને ટિપ્પણીના સ્વરૂપે લખી શ્રાવકને આપતાં કહ્યું, “આ ટિપ્પણી ઉપર દૃષ્ટિ સ્થિર કરજો.’ શ્રાવકે તે પ્રમાણે કર્યું. ગ્રંથના
પ્રભાવે વ્યંતર તેના શરીરમાં પ્રવેશી ન શક્યો અને તે ચાલ્યો ગયો.
૨.
જિનદત્તસૂરિ વિક્રમપુરમાં આવ્યા. તે સમયે ત્યાં ભૂત-પ્રેતનો ઉપદ્રવ ઘણો હતો. વ્યંતર દ્વારા મંદિરના બંધ કબાટોને પોતાના હાથે ખોલ્યાં. ઉપદ્રવ નિવારણ માટે ‘સાત સ્મરણ’નો નિયમિત પાઠ કરવાનું સર્વને કહ્યું. તેમ કરતાં ઉપદ્રવ શાંત થયો.
સૂરિજીના વ્યાખ્યાનમાં નવી શ્રાવિકાઓનું રૂપ ધારણ કરીને જોગણીઓ છેતરવા માટે આવી હતી. આચાર્યજીને જાણ થતાં તેમણે પોતાની દૃષ્ટિ વડે જોગણીઓને સ્થંભિત કરી દીધી.
3.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં યજ્ઞદેવ બ્રાહ્મણે, ‘જે વાદમાં મને જીતે તેનો હું શિષ્ય થાઉં' એવી પ્રતિજ્ઞા કરી. નાના સાધુએ યજ્ઞદેવ બ્રાહ્મણ સાથે વાદ કરી તેને પરાજિત કર્યો. હવે યજ્ઞદેવે તેમની પાસે દીક્ષા લીધી. જાતિગુણને લીધે તે બ્રાહ્મણ સાધુએ મલિનતારૂપ પરિષહની નિંદા કરી, જુગુપ્સા કરી. એક દિવસ ઉપવાસનાં પારણે ભિક્ષા માટે ફરતાં ફરતાં પોતાની સ્ત્રીના ઘરે આવ્યા. સ્ત્રીએ સ્નેહવશ પતિ ઉપર દૃષ્ટિ વડે કામણ કર્યું. હવે, સાધુનું શરીર ક્ષીણ થતું ગયું. અંતે તેમણે અનશન કર્યો. તેઓ કાળધર્મ પામી દેવલોકમાં ગયા. હવે, સ્ત્રીને ખૂબ પસ્તાવો થયો. તેણે પણ ચારિત્ર લીધું. તપ કરી તે સ્વર્ગે ગઈ. યજ્ઞદેવનો જીવ જુગુપ્સા કરવાથી