________________
૪૮૯
આમ, કૃતપુણ્યના ઘરનું ધન વેશ્યાવાસમાં આવ્યું તે સંબંધમાં સર્વરચનાકારો એકમત છે પરંતુ ધનનો આંક ઓછા-વત્તો નોંધાયેલો છે.
ભગવાન મહાવીરના સમયમાં સોનામહોરોનું ચલણ હતું. તેવું આ ઘટકાંશ પરથી જણાય છે પરંતુ કવિશ્રી વિજયશેખરના સમયમાં વિનિમય સાધન તરીકે ચલણી નાણાંરૂપે દીનાર (સુવર્ણનો સિક્કા)નું ચલણ હશે. વર્તમાનકાળે નોટો અને સિક્કાઓએ ચલણમાં સ્થાન જમાવ્યું છે. • શકુન-અપશકુન : કવિશ્રી જયરંગમુનિ રાસનાયિકા જયશ્રીનું ડાબું અંગ ફરક્યું અને પરદેશ ગયેલા પ્રિયતમ બાર વર્ષે પાછા ફર્યા. આ જ રાસમાં (ઢા.૧૬) રાસનાયિકા બાર વર્ષથી પરદેશ ગયેલા પતિના કોઈ ખબર અંતર ન મળતાં જોશી પાસે જોષ જોવડાવવા જાય છે ત્યારે જોશીએ જોષ જોઈ કહ્યું, “તમારો પ્રિયતમ તમને શીધ્ર મળશે.' જોશીના આવા વેણ સાંભળ્યા અને તરત જ રાસનાયિકાનું ડાબું અંગ ફરક્યું. તે જ સમયે નગરના પાદરે બાર વર્ષ પછી પાછા ફરેલા સાર્થવાહના શુભ સમાચાર મળ્યા. બન્ને સ્ત્રીઓ પ્રસન્ન વદને સાર્થમાં પોતાના પતિને મળવા ચાલી ત્યારે રસ્તામાં શુભ શકુન થયા.
રાસનાયક પરદેશ ધન કમાવવા ગયો ત્યારે ઘરેથી નીકળતાં પહેલાં તેણે શુભ મુહર્ત જોઈ પ્રયાણ કર્યુ. (ક.૨૨૬) અજ્ઞાત લેખક (બાલાવબોધ) કૃતપુણ્યની પત્ની નીચું મુખ કરી તકલી કાંતતી હતી. તે સમયે તેનું ડાબું અંગ ફરક્યું અને પતિનું આગમન થયું. અજ્ઞાત લેખક (કથા) : લોકમુખેથી પોતાના જ અવર્ણવાદ સાંભળતો ચરિત્રનાયક નિસાસો નાંખતો ઘરે પહોંચ્યો ત્યારે નાયિકાની ડાબી આંખ ફરકી અને પિયુમિલનનો અવસર સાંપડયો.
કવિ જયરંગમુનિની કૃતિમાં શકુન, જોષ જોવડાવવું અને સ્ત્રીના ડાબા અંગ (આંખ)નું ફરકવું આવા ત્રણ ઘટકાંશપ્રગટ થયા છે. જેની સાથે નાયિકાનું વિરહભર્યું અને પ્રતીક્ષાભર્યું હદય જોડાયેલું છે.
મધ્યકાળની લોક વાર્તાઓમાં શકુન-અપશકુનની માન્યતા જોવા મળે છે. ‘એન્સાઈક્લોપિડિયા રિલિજિયન એથિક્સ'માં જેને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. તે શકુનવિધા વાર્તાના વળાંક માટે પ્રયોજાતી કથાયુક્તિ છે.
શકુન - અપશકુન ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની ગણતરીના આધારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે. જેમાં ભવિષ્ય નિર્દેશનની વિધાનો સંકેત છુપાયેલો છે. તેની પ્રાચીનતા વૈદિક સાહિત્યમાં જોવા મળે છે.
પ્રાણી આધારિત શકુન શાસ્ત્રમાં ગાય, કૂતરા, વાંદરા, મોર, ઘોડા, બળદ, પોપટ વગેરે પર શકુન જોવાય છે. પ્રવાસે જતાં ગાય સામે મળે તો શુભ ગણાય. ગાયની આસપાસ માખી બણબણતી હોય, કૂતરા ફરતા હોય તો વરસાદ આવવાનો સંકેત છે. જો ગાય રાત્રે અવાજ કરે તો સારી નિશાની નથી પરંતુ બળદ ગાંગરે તો શુભ ગણાય. કૂતરું વ્યક્તિ આગળ ભીનું ચૂસેલું હાડકું લઈ આવે તો શુભ ગણાય. જેનાથી વ્યક્તિને કામમાં સફળતા મળે. જો કૂતરું દક્ષિણ-પૂર્વની દિશામાં ઊભો રહી સૂર્યની સામે ભસે તો ચોરી કે આગનો સંકેતો છે. કૂતરો બૂટ સુંધે તો સમજવું કે પ્રવાસ સફળ થશે. પ્રવાસે જવાની તૈયારી થતી હોય અને કાગડો પૂર્વ દિશામાંથી આવતો હોય તો પ્રવાસ લાભકારક નીવડે છે. ઘરને છાપરે કાગડો બોલે તો મહેમાન આવે. દિવસની શરૂઆતમાં ઉત્તર-પૂર્વની દિશામાં કાગડો ઉડતો દેખાય તો સમજવું કે કોઈ કાયદાની ચુંગલમાં ફસાશે. જો