________________
૪૮૭
મૂક્યાં નહીં. તેને વ્યવસાય આદિ પ્રવૃત્તિઓ નિરર્થક લાગતી હતી. પત્નીને મોહજાળ સમાન ગણતો હતો. તેવા સમયે સુભદ્રા I શેઠાણીએ પોતાના પતિને કહ્યું, ‘‘આપણો પુત્ર સંસારના આચાર-વિચાર, રૂઢિ-રિવાજો, નીતિવ્યવહાર જાણતો નથી. તેથી તેને જુગારિયાની જમાતમાં રાખો.'' પુત્રના મોહે માતાએ પોતાના હાથે કુમારને જુગારિયાની ટોળીમાં પ્રેમથી મોકલ્યો. એક દિવસ મિત્રોની સાથે ધમ્મિલકુમાર વસંતતિલકા ગણિકાના ઘરે પહોંચ્યો. તેના મીઠા આવકારથી તે વીંધાણો. (ખં.૧, ઢા.૧-૪)
‘સ્થૂલિભદ્ર’ પણ એકવાર કોશાના રૂપલાવણ્યમાં મુગ્ધ બની બાર વર્ષ ગણિકાવાસમાં રહ્યા હતા. ભવિતવ્યતાના જોરે પ્રપંચથી થયેલા પિતાના મૃત્યુએ તેઓ સાવધાન થયા !
ગણિકા:
જૈન કથાઓમાં ગણિકાનો ઘટકાંશ ઘણા સ્થાને જોવા મળે છે. સાતમી અને આઠમી સદીમાં જૈન ધર્મના અનુયાયી બનવા બનવા માટે પ્રથમ શરત એ હતી કે, સાતે વ્યસનોનો ત્યાગ કરે. તેમાં પરસ્ત્રીગમન અને વેશ્યાગમન બંને નિષિદ્ધ હતા. ઉપાસક-દશાંગમાં ‘અસતીજણ પોષણ' શ્રાવકને માટે નિષિદ્ધ કર્મ લેખાતુ હતું તેથી વેશ્યાગમન અનેપરસ્ત્રીગમન કરનારનો સમાજમાં કોઈ માનમરતબો ન હતો.
કવિશ્રી ગુણસાગરજી ‘કયવન્ના ચોપાઈ' (ઢા.૨)માં આલેખે છે કે, વેશ્યાગમનના કારણે નગરજનોએ નાયકની નિંદા કરી. બદનામીના કારણે નાયકનું મન લઘુતાગ્રંથિએ ઘેરાયું. હવે, નગરમાં કોઈ વ્યવસાય નહીં મળે તેથી નાયકે પરદેશ જવાનો વિચાર કર્યો.
પ્રાચીન કાળમાં ગણિકાઓ સમાજનું એક આવશ્યક અંગ મનાતી હતી. તેઓ રાજા, શ્રીમંતો, વિદેશી મહેમાનો અને જનસમુદાયનું નૃત્ય દ્વારા મનોરંજન કરતી હતી. તેઓ રતિ શાસ્ત્રના આચાર્યાના રૂપમાં સ્વીકૃત ગણાતી હતી. તેઓ વિદુષી, કલાસંપન્ન અને મધુર ગાયિકાઓ હતી.
વળી, આગમોમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે, કૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરીમાં અનંગસેના પ્રમુખ અનેક ગણિકાઓ હતી. સ્વયં ઋષભદેવે નીલાંજનાનું નૃત્ય જોતી વખતે તેના અચાનક મૃત્યુથી પ્રતિબોધિત થવાની કથા દિગંબર પરંપરામાં સુનિશ્ચિત છે.
ગણિકાઓને માંગલિક પણ માનવામાં આવી છે. ભગવાન ઋષભદેવની દીક્ષા સમયે દ્વાર પર પારયોશિતાઓને દ્રવ્ય માટે ઊભી રાખી હતી. ગણિકાઓ દ્વારા જિનમંદિર અને પૂજાપટ્ટક બનાવડાવ્યાના પુરાવા મથુરાના અભિલેખ દ્વારા મળે છે.
જૈન સાહિત્યમાં ચંપા ગણિકાનો ઉલ્લેખ વધુ પ્રમાણમાં મળે છે. તે ૬૪ કળાઓમાં પ્રવીણ અને અનન્ય રૂપવાન હતી. તે એક રાત્રિના એક હજાર સુવર્ણમહોર લેતી હતી. (આદિ પુરાણ પર્વ - ૧, શ્લોક - ૮૬) અન્ય એક ગણિકા ચિત્રકળામાં એટલી પ્રવીણ હતી કે તેને ત્યાં સામાન્ય નાગરિકને પહોંચવાનું કઠિન હતું. કલાના રસિયાઓ જ ત્યાં જઈ શકતા હતા. તેઓની રુચિ પ્રમાણે તે તેઓનું સ્વાગત કરતી હતી. (નાયધમ્મકહા) ઓખા નામની ગણિકા ચાર વેદ તથા અને લિપિઓની જાણકાર હતી. (બૃહત્કલ્પભાષ્ય) આ ગણિકાનો જૈન ધર્મ સાથે ઘણો સંબંધ રહ્યો છે કારણકે તેને ત્યાં જવા આવવાવાળા લોકો મોટે ભાગે શેઠ શાહૂકારો હતા. જેઓ મોટેભાગે જૈન હતા. વસંતસેના અને ચારુદત્તની કથા જગપ્રસિદ્ધ છે. (જ્ઞાતાધર્મકથા) પૂર્વના કાળમાં ગણિકાઓની મદદથી રાજાઓએ પોતાના ઈચ્છિત કાર્ય પણ કર્યા છે. જેમ કે -