________________
૪૮૬
નિસ્તેજ બની ગઈ છે.
અહીં નાયિકા પ્રતીકાત્મક વેધક વાણીથી અપરંપાર વેદના વ્યક્ત કરે છે. આ પંક્તિઓમાં કવિશ્રીએ દુ:ખિયારી સ્ત્રીની લાક્ષણિકતા દર્શાવી કરૂણ રસને વધુ ઘેરો બનાવ્યો છે. વિષાદની પળોના આલેખન પર કવિશ્રીની પકડ સજ્જડ છે. કવિશ્રી દીપ્તિવિજયજી : નિરાગપણાનેં ભાડૅ રે, ભોગ સોહામણા, પાપ જાણી નવિ ભોગવે છે. માવિત્ર મનમાંહિં ચિંતઈરે, રખે દીખ્યાલીઈં, જિમતિમ કરિઘરિ રાખીઈં એ.' (ક.૪૫-૪૬)
“જ્ઞાનસ્ય ક્લમ વિરતિ' એ ભાવને ઉજાગર કરી કવિશ્રી રામનાયકના વૈરાગ્યને ઉંચાઈ સુધી પહોંચાડી દીક્ષાર્થી અવસ્થા જેવી મનઃસ્વિતા ટાંકે છે. કવિશ્રી મલયચંદ્રજી પરણ્યા પૂંઠેનપોહોતી આસ.” (૧૪) કવિશ્રી ફતેહચંદ્રજી : “અડઘડભાઠો ગલૅલગાયો.' (ઢા.૧, ક.૫)
કવિશ્રીની અલ્પશબ્દમાં નાયકની એબ દર્શાવવાની ક્ષમતા પ્રશંસનીય છે. કવિશ્રી ગંગારામજી કવિશ્રી જયરંગમુનિની જેમ જ દર્શાવે છે. કવિશ્રી ધર્મધુરંધરજી “વૈરાગી મુનિનો રાગી' (૧) કહી કથાપ્રવાહમાં આગળ વધે છે. અજ્ઞાત કવિશ્રી (સક્ઝાય) ‘નવિઝાલઈ ઘરભાર' (૩) કહી રાસનાયકને સંસારથી અલિપ્ત દર્શાવે છે. અજ્ઞાત બાલાવબોધઃ “સાધુની સેવાનો આદર ઘણઓ, વિષઈન વાંછઈ’ કહી નાયકને નિઃસ્પૃહી બતાવે છે. અજ્ઞાત કથા “કેવન્નાને સ્ત્રી માથે રાગ નથી. કેવન્નો તો ગુરુ પાસે રહે.”
કવિશ્રી જયરંગમુનિ સિવાય દરેકે વૈરાગ્યના ઘટકોશને સંક્ષેપમાં આલેખ્યો છે. કવિશ્રી જયરંગમુનિ ચરિત્રનાયકની નિર્વેદ અવસ્થા વિશદતાથી પ્રગટ કરે છે. કાવ્યગત ભાવની રસિકતાને પ્રગટ કરવામાં કવિ સક્ષમ રહ્યા છે.
ગણિકા આવાસમાં બાર વર્ષ :
કૃતપૂણ્યની વૈરાગ્ય ભાવના ઓસરી ગઈ અને ગણિકાવાસમાં મોજમસ્તીનો સિલસિલો સતત બાર વર્ષ ચાલ્યો તે કથા ઘટકના સંદર્ભમાં સર્વ કૃતિકાર સમાન છે. કૃતપુણ્યને સંસાર રસિક બનાવવા માવિત્રોએ સ્વયં દુરાચારી, વંઠેલ યુવાનોની સંગત કરાવી. આવો ઘટકાંશ “ઈલાતીપુત્ર' અને ‘ધમ્મિલકુમાર'ની કથામાં પણ જોવા મળે છે.
ઈલાતીપુત્રની વૈરાગ્યમય મનોદશા, વ્યાપાર તરફ દુર્લક્ષ્ય, વિષયો તરફ ઉદાસીનતા જોઈ ઈભ્યા શ્રેષ્ઠીએ પોતાના વિરાગી પુત્રને સંસાર રસિક બનાવવા વ્યભિચારી મિત્રોના હાથમાં સોંપ્યો. તેમને કહ્યું,
મારા પુત્રને કોઈપણ ભોગે સ્ત્રીવિષયાદિમાં પ્રવીણ બનાવો.” ઈલાતીપુત્ર મિત્રોના સંગથી લંખિકા નામની નટકન્યા પ્રત્યે આકર્ષાયો.
વીરવિજય ગણિવર્ય કૃત “ધમ્મિલકુમાર રાસ'માં સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી અને સુભદ્રા શેઠાણીનો પુત્ર ધમ્મિલકુમાર, જેના લગ્ન યશોમતી નામની કન્યા સાથે થયા હતા પરંતુ નાયકે ધાર્મિક પુસ્તકોને હાથથી છૂટાં