________________
૩૨
વિચાર કરે છે. શેઠાણી તાડૂકી, “ખબરદાર!જો કોઈએ એકાંતમાં મને પૂછયા વિના નિર્ણય કર્યો છે તો. જે કહેવું હોય તે મારી સમક્ષ કહો. મારી ઈચ્છા વિના એક પગલું ભરવું તમારા માટે અનુચિત છે, તેથી સંસારના વ્યવહારની ગતાગમ તમને ન હોય. જો અપવાદ ધર્મનો ખ્યાલ રાખી પિતૃવંશની રક્ષા નહીં કરીએ તો આપણને અનાજનો દાણો પણ ખાવા નહીં મળે, તેથી મારો બતાવલો ઉપાય યોગ્ય છે. તમે પણ તે પુરુષ પાસે જઈ તેને પતિ જેવો પ્રેમ આપો. તમારા ભરપૂર સ્નેહ અને આદરથી તે પોતાનો ભૂતકાળ ભૂલી જશે. મારી આજ્ઞાનો સ્વીકાર કરવામાં જ તમારી ભલાઈ છે.” ચારે સ્ત્રીઓ શયનખંડમાં ચાલી ગઈ.
કૃતપુણ્ય પ્રભાતે જ્યારે તંદ્રામાંથી જાગૃત થયો ત્યારે સંકલ્પ-વિકલામાં ખોવાઈ ગયો. ચારે બાજુ જોવા લાગ્યો. ન તૂટેલો ખાટલો હતો, ન પડાવ હતો. તે એક ભવ્ય મહેલમાં હતો. ચાર સ્ત્રીઓ ખાટલાની આસપાસ ગોઠવાયેલી હતી. તે ટગરટગરકૃતપુણ્યને જોઈ રહી હતી.
એટલામાં મહેલમાંથી એક પ્રૌઢા દોડતી દોડતી બહાર આવી. તે “વીરદત્ત... વીરદત્ત' બોલતી કૃતપુણ્યને વળગી પડી. તેણે ઉપજાવી કાઢેલી પ્રપંચી કથા કહેતાં કહ્યું, “વીરદત્ત! જન્મ પછી તારું તરત જ અપહરણ થઈ ગયું હતું. આજ વર્ષો પછી ‘દેવ સંકેતિત’ તારો ભેટો થયો છે. બેટા! એક બાજુ તારા ભાઈ જિનદત્તનું મૃત્યુ થયું તો બીજી બાજુ તારો ભેટો થયો. નસીબ પણ કેવી સંતાકૂકડી રમે છે! બેટા!તારા આવવાથી હું માનીશ કે, જિનદત્તનું મૃત્યુ થયું જ નથી.”
કૃતપુણ્ય કંઈક વિચારે ત્યાં તો ધનદેવ શેઠ આવી પહોંચ્યા. “બેટા વીરદત્ત ! તું ક્યાંથી ?” એવું બોલી કૃતપુણ્યને ભેટી પડયા. “બેટા! આટલા વર્ષો ક્યાં હતો ? તારો નાનો ભાઈ જિનદત્ત મૃત્યુ પામ્યો હોવા છતાં, તારા રૂપે જિનદત્ત અમને પાછો મળી ગયો છે.”
કૃતપુય ચકળવકળ નયને મહેલની સમૃદ્ધિ નિહાળી રહ્યો. “શેઠનો જિનદત્ત નામનો પુત્ર મૃત્યુ પામ્યો છે. શેઠ પોતાની અદ્ધિ-સિદ્ધિ બચાવવા મને પુત્ર બનાવવા ઈચ્છે છે.' એવું ચતુર કૃતપુણ્યને ચોખ્ખું ચણાક સમજાઈ ગયું પરંતુ પોતે ક્યાં અને કયા સ્થળે છે તે જાણી શકતો ન હતો.
કૃતપુણ્યને પોતાના ભાગ્ય પર હસવું આવ્યું. પરદેશ પ્રવાસમાં કષ્ટ વેઠવાની પળો આવી ત્યાં જ ધનિક શેઠના પુત્ર બનવાનું સૌભાગ્ય આકાશમાંથી ઉતરી આવ્યું. શેઠ ભલે બનાવટ કરે, મારે આ તકને વધાવી લેવી જોઈએ.” અવસર પારખુ કૃતપુયે સમયસૂચકતા વાપરી કહ્યું, “પિતાજી! આપના પ્રશ્નનો હું સંતોષકારક ઉત્તર આપી શકું એમ નથી કારણકે અત્યારે મને કંઈ યાદ નથી. હું રાત્રિના સમયે સાર્થવાહના પડાવમાં સૂતો હતો. ત્યાર પછી શું થયું? હું અહીં કેમ પહોંચ્યો? મને શા માટે અહીં લઈ આવવામાં આવ્યો ? તે હું જાણતો નથી.'
બેટા! અતિ દુ:ખ કે અતિ સુખના કારણે સ્મરણશક્તિ પર પડદો આવવાથી યાદ ન આવે તે સહજ છે. તારું વર્ષો પૂર્વે જન્મતાની સાથે અપહરણ થયું હતું. કુળદેવીનો સંકેત થવાથી તને અહીં લાવવામાં આવ્યો છે. તું આ મહેલની તમામ રિદ્ધિ-સિદ્ધનો માલિક છે. કુળદેવીના સંકેતાનુસાર આ