________________
૪૩૮
ધર્મ છે. દાનવીરનો યશ ચોતરફપ્રસરે છે અને લોકપ્રિય બને છે. (૪૨૦)
દાનેં તુઠે દેવતારે, દાનેંદોલત હોય;
દાન વડું સંસારમાં રે, જશગાવે સહુકોયા ૮. ભગવાને કહ્યું, “સમય માત્રનો પ્રમાદ ન કર. જીવનમાં જે ઘડી જાય છે તે પાછી આવતી નથી. આશ્રવનું ફળ અશુભ છે. તે નરકમાં ધકેલે છે જ્યારે સંવરનું ફળ શ્રેષ્ઠ છે જે ભવપાર ઉતારે છે. કવિશ્રી આશ્રવ અને સંવરનું સૈદ્ધાંતિક ફળ ઉજાગર કરે છે. (૫૩૯-૫૪૦)
વીર કહે “દેવાણુપ્રિયા! રે, મા પ્રતિબંધ કરેહ રે; જીવીતમાં જાયે ઘડી રે, પાછી નાવે તેહ રે અશુભ ફલ આશ્રવતણારે, નરક તણાદાતાર રે; સખરાં ફલ સંવર તણાં રે, પામીજે ભવપાર રે”
સંવાદાત્મક શૈલી ટૂંકા ટૂંકા અને સચોટ સંવાદો, પાત્રોચિત્ત અને પ્રસંગોચિત્ત ભાષા, લયાત્મક વાક્યરચના આ કૃતિને જીવંત બનાવે છે. ૧. પતિનો ચિંતિત ચહેરો જોઈ જયશ્રી પતિ પાસે આવી. તે પ્રસંગે પતિ-પત્નીનો સંવાદ વિસ્તારપૂર્વક આલેખ્યો છે, જેમાં ગૃહસ્થ માટે ધનની આવશ્યક્તા, કરજથી થતા ગેરલાભ ઈત્યાદિ મુદાઓનો ઉલ્લેખ થયો છે. અહીં સંવાદ સાથે ઉપદેશાત્મક શૈલીનો ઉપયોગ થયો છે. (૨૦૦-૨૨૧) ૨. ગરજાળુ સાસુએ કૃતપુણ્યને ઘરની બહાર કાઢવાનું ફરમાન કર્યું ત્યારે લાચાર વહુઓએ સાસુને સમજાવવાનો કરેલો પ્રયત્ન. (૨૬૫, ૨૦૧-૨૮૨) ૩. પરદેશ ગયેલા પતિના લાંબા સમય સુધી સમાચાર ન મળતાં જયશ્રી વિદ્ધાન જોષી પાસે જોશ જોવડાવવા પહોંચી ગઈ. (૨૯૮-૩૧૫)
જયશ્રી પતિની ખબર મેળવવા ઉત્સુક હતી તેથી જ્યોતિર્વિદ સમક્ષ સ્વયં પોતાના મુખેથી જ જ્યોતિષ શાસ્ત્રનાં મંડાણ કરાવે છે. અહીં કવિશ્રી જયશ્રીને વિદ્ધાન બતાવે છે. આ વર્ણનમાં જયશ્રીની વિટંબણા, વિરહવ્યથાદષ્ટિગોચર થાય છે. તે સમયે સમાજમાં લોકો સારા-માઠાં પ્રસંગે જોષી પાસે જતાં હશે. અર્વાચીન કાળમાં પણ લોકો લગ્નપ્રસંગે, જન્મકુંડલી કઢાવવી, શુભ માંગલિક પ્રસંગે, મુહૂર્ત કઢાવવા લોકો જોષી પાસે જાય છે.
કથાઘટકોમાં પરિવર્તન : ૧. વસુમતીએ રાત્રિના સમયે નિદ્રામાં ચંદ્રનું સ્વપ્ન જોયું. ધનદત્ત શેઠે સ્વપ્નનું ઉત્તમ ફળ દર્શાવ્યું.
(૧૧) ૨. ધનદત્ત શેઠે સીમંતનો પ્રસંગધામધૂમપૂર્વક ઉજવ્યો. (૧૪)
આજે પણ હિંદુ સમાજમાં ખોળો ભરવાની વિધિ ભારે આડંબરપૂર્વક ઉજવાય છે. 3. જ્યારે ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ્યા, શુભ લગ્ન વેળાની ઘડી આવી, પુષ્ય નક્ષત્ર અને ચંદ્રનો યોગ.