________________
૪૩o
ઉપદેશાત્મક શૈલી : ૧. સંસારી જીવને ભોગોનું કે તેને યોગ્ય કાર્યનું શિક્ષણ આપવું પડતું નથી, તે સંદર્ભમાં ધનદત્ત શેઠ હંસ (ગતિ), ભ્રમર (રસલંપટ), મોર (પીંછાને રંગ) અને ચોર (ચોરી) જેવાં સચોટ દષ્ટાંતો શેઠાણીને આપ્યાં, જે સ્વાભાવિક જ હોય છે. જેને શીખવવા પડતાં નથી. (૪૮)
કુણશિખવે ગતિ હંસ, ભમર ભોગી ભલો?...સાસુ,
મોર પીંછ ચિત્રામ, ચોર ચોરી કલા?''...સાસુ. ૨. “જેવો સંગ તેવો રંગ.' કૃતપુણ્ય વેશ્યાના સંગથી યોગી મટી વાનર જેવો ચંચળ અને ભોગી બન્યો. મીઠું દૂધ અને કાંજી લીંબુના સંગથી વિણસે છે. કસ્તુરી અને કપૂરની સુગંધ લસણનાં સંગથી દુર્ગધમાં ફેરવાય છે. ગંગાનું મીઠું જળ દરિયાના સંગથી ખારું બને છે. ચંદ્ર પણ કુરંગની સોબતથી કલંકિત બને છે, તેમ વ્યસની મિત્રોના સંગથી કૃતપુણ્ય વ્યસનોમાં આસક્ત બન્યો. (૬૫-૬૬)
વિણસે મીઠો દૂધ, બિહું કાંજી તણું; કસ્તૂરી કપૂર, લસણ પરિમલ હશે.
ગંગા જલ લૂણ સંગે, સહી ખારો હુવે; કુરંગ રંગી ચંદ્ર, કલંકી જન ચવે. ૩. વેશ્યાનો સ્નેહ, જુગારીનું ધન, વાદળુ આવવાથી આકાશની કાંતિ, પાછલી રાત્રિ, અપુત્રીયાનું ઘર નષ્ટ થતાં વાર લાગતી નથી. (૧૩૧)
વેશ્યા નેહ શૂઆર ધન, કાતી અંબર છાર;
પાછલ પહોર અતિ ઘર, જાતાંન લાગે વાર ૪. હાથીના દાંત, કેશરી સિંહની કેશરા, સર્પનો મણિ, સતી સ્ત્રીના સ્તન અને કૃપણનું ધન; આટલી વસ્તુ મેળવવી હોય તો તે વસ્તુનો નાશ થાય ત્યારે જ મળે અર્થાત્ આ બધાં જ પરાક્રમી છે. કેશરા, મણિ. વગેરેની જેમ સતી શિયળ સાચવે છે. (૧૯)
સરણાઇ સુહડાહો જી, કેશર કેશભુયંગમણિ
ચડશે હાથ મૂઆ હો જી, સતીય પયોધર કૃપણ ધના ૫. “કોના નસીબનું કોણ ખાય!” જુઓ કર્મનો વિચાર. કુશળ ઉંદર અથાગ મહેનત કરી દર બનાવે અને તેમાં રહે છે ભોરિંગ (સાપ) ! બળદ ચારો લાવે છે અને ઘોડો ચારો ચરે છે, તેમ એક ઉપાર્જન કરેલું ધન બીજાના ભાગે ભોગવવાનું લલાટે લખાયું! (૨૬૨)
કણખાટી કોભોગવે રે, જુવો કર્મવિચારો! જુવો કરમ વિચારરે, ચંગા ઉંદરખણી ખણી મરે સુરંગા;
ભોગવે પેસી ભોગ ભુયંગારે, મૈલ કરે વહી ચરે તુરંગા ૬. આ જગતમાં સત્ય સૌથી શ્રેષ્ઠ છે. સત્ય બોલનાર નિઃશંક હોય છે. સત્યનિષ્ઠની વાણી સદા ફળે છે. સત્કાર્ય કરનાર નિષ્કલંક હોય છે. સત્યથી જ મંત્ર-તંત્રફળે છે. (૩૦૩)
સાચ વડું સંસારમાં રે, સાચે બીકન શંકરે;
ફુરે સાચવાચજતી સતી રે, ધન્ય! સાચ કામનિકલંકોરે છે. દાનથી દેવતા રીઝે છે, દાનથી સંપત્તિ વધે છે અને વૈભવ પ્રાપ્ત થાય છે. આ જગતમાં દાન શ્રેષ્ઠ