________________
૪૩૯
થયો તેવા શુભ મુહૂર્તમાં વસુમતીએ નવજાત શિશુને જન્મ આપ્યો. (૧૬)
કવિશ્રી જ્યોતિષશાસ્ત્રના જાણકાર હોય એવું પ્રતીત થાય છે. ૪. કૃતપુણ્યનું લાલનપાલન પાંચ પાંચધાવમાતાઓ દ્વારા થયું. (૨૧)
રાસનાયક ગર્ભશ્રીમંત શ્રેષ્ઠીનો પુત્ર હોવાથી ધાવમાતા હોવી ઉચિત છે. ૧. દૂધ પીવડાવનારી; ૨. વસ્ત્રાભૂષણપહેરાવનારી; ૩. સ્નાન કરાવનારી;૪. રમાડનારી; ૫.ખોળામાં લેનારી. ૫. કૃતપુણ્ય આઠ વર્ષનો થયો ત્યારે શાળામાં અભ્યાસ કરવા ગયો. (૨૧)
શાસ્ત્રના મતે આઠ વર્ષની વયે બુદ્ધિ પરિપક્વ થાય છે તેથી વિદ્યાભ્યાસનો આ કાળ યોગ્ય છે. સાગરદત્ત નામના ધનવાન શ્રેષ્ઠીની પુત્રીને ત્યાં ધનદત્ત શેઠે માંગું મૂક્યું. (૨૫)
ધનદત્ત શ્રેષ્ઠી કરોડપતિ અને સમાજમાં સારો વગ ધરાવતા હોવાથી પોતાના સમોવડિયાને ત્યાં માંગું મૂકે તે ઉચિત છે.
ઈતિહાસવિદ કહે છે કે, ભગવાન મહાવીરના સમયમાં સુંદર કન્યા મેળવવા રાજાઓ સામેથી રાજકુમાર માટે માંગાં મોકલાવતાં હતાં, જેમ કે સુદર્શનાનું ચિત્રપટ જોઈ મહારાજા શ્રેણિકે અને
મૃગાવતીનું ચિત્રપટ જોઈ ઉદાયન રાજાએ ચેડા રાજા પાસે માંગું મૂક્યું હતું. છે. સાગરદત્ત શેઠે પોતાની પુત્રી જયશ્રીને ઘણો કરિયાવર કરી સાસરે વળાવી. (૨૫) ૮. જયશ્રી સ્ત્રીની ઉચોસઠ કળાઓમાં પારંગત હતી. (૨૬)
વિવાહિત કૃતપુણ્ય બ્રાહ્મણ પંડિતો પાસે ધાર્મિક શાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યો તેથી તેને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. (૩૦-૩૧)
અહીં કવિશ્રી “જ્ઞાનસ્ય ફલમ વિરતિ' એ કથનને સાર્થક કરી કૃતપુણ્યના વૈરાગ્યનું કારણ બતાવે છે. ૧૦. શેઠાણીની હઠ આગળ લાચાર બનેલા ધનદત્ત શેઠે સંસારની ગતિવિધિ શીખવાડવા પુત્રને
વ્યસની પુરુષોના હાથમાં સોંપ્યો. (૫૦-૫૧) ૧૧. લંપટપુરુષો કૃતપુણ્યને દેવદત્તાનામની ગણિકા પાસે લાવ્યા. (૬૦)
અહીં કૃતપુણ્ય સ્વયં ગણિકા પાસે આવ્યો નથી કે તેણે રાજમાર્ગ પર જતાં ગણિકાને જોઈ નથી. કૃતપુણ્ય વૈરાગી હોવાથી સ્વયં ગણિકા પાસે ન આવે તે મત જ વધુ યોગ્ય લાગે છે. ૧૨. માતા-પિતાએ કૃતપુણ્યના સુખ માટે પ્રતિવર્ષ એક કરોડ સોનામહોરો મોકલી. (૦૬) ૧૩. શેઠ-શેઠાણીએ બારમાં વર્ષે પુત્રને ઘરે પાછો બોલાવવાદાસી દ્વારા નિમંત્રણ પાઠવ્યું. (૦૭) ૧૪. દાસીએ સમાચાર આપ્યાં કે, “કૃતપુણ્યને વેશ્યાએ ભોળવ્યો છે તેથી ઘરે આવવાની કોઈ વાતા
કરી નથી.”(૮૧) ૧૫. કૃતપુણ્યએ નગરશેઠને ધનદત્ત શેઠના ઘરનું સરનામું પૂછયું. (૧૩૨)
અહીંલજ્જાવશ કૃતપુણ્યએ નગરશેઠને પોતાની ઓળખાણ આપી નહીં હોય. ૧૬. કૃતપુણ્યને માતા-પિતાના મૃત્યુના સમાચાર નગરશેઠે આપ્યા. નગરશેઠે કહ્યું, “ધનદત્ત શેઠનો
પુત્ર કુપાતર પાક્યો તેથી વેશ્યાએ તેનું ઘણું ધનખાધું.”(૧૩૩-૧૩૫) ૧. સ્ત્રીની ચોસઠ કળા: જુઓ પરિશિષ્ટ વિભાગ.