________________
४३४
પરંતુમાર પડવાથી તેને લહેણાથી દેણું પડયું. ૮. એક પંથ દોઈ કાજ (૪૨૧): એક સાથે બે કામ કરવા
પિતાને જોઈ ચારે બાળકોએ ખુશ થઈ કહ્યું, “પિતાને મળશે અને સાથે ભેગાં બેસી ભોજના આરોગશું. આમ, એકપંથ દો કાજ થશે.”
વર્ણનાત્મક શૈલી : પ્રસ્તુત રાસની પ્રત્યેક પ્રસંગોને કવિશ્રીએ પોતાના અભુત ભાવોથી કલ્પનાના વાસ્તવિક રંગો પૂરી કૃતિને વર્ણનાત્મક શૈલીથી અદ્ભુત રીતે મઠારી છે. આ વર્ણનોમાં ક્યાંય અતિશયોક્તિ નથી તેથી ભાવકના હૃદયને રસતરબોળ કરી દે છે. મિલનના દશ્યોને શૃંગાર રસથી છલકાવ્યા છે સાથે સાથે તેમણે કરેલા ચિત્રાત્મક વર્ણનો તેમની સર્જનાત્મકની પ્રતીતિ કરાવે છે. ૧. વસુમતી શેઠાણીને ગર્ભના પ્રભાવે સુકૃત્ય કરવાનો ઉત્પન્ન થયેલ શુભદોહદ (૧૨-૧૩)
ત્રીજે માર્સેદોહલો, ઉપજે ગર્ભપ્રભાવૅરે; ચોરી ચુગલી નવિ સુણે, તપ જપ શીયલ સુહાવે રે. દેવ ગુરુવારે સાસતા, ધર્મે અમારિ પલાવે રે;
જિનપૂજા યાત્રા વલી, દાન માનેં સુખ પારે. ૨. વર-વધૂનામહેલની ભવ્યતા અને દિવ્યતામાં ધનદત્ત શેઠની વૈભવતા ડોકાય છે. (૨૦-૨૮)
દીધો મહેલ આવાસ, ચિત્રામેં ચિતરયો હો લાલ..ચિત્રા, જાણ્ણદેવવિમાન, દીસે એ દૂસરો હો લાલ...દીસે. ફલમલ ફલકે જોર, ધૂનોનવિધૂસરો હો લાલ...ધૂનો. વિચહિંડોળાખાટ, સોને રતનૅ જડી હોવાલ..સોને. ફલકે હીરાલાલ, મોતી લડ પરવડી હો લાલ...મોતી, રંગરલી દિન રાત, હિંચેવિંદ નિંદણી હોલાલ...હિંચે.
ચૂવા ચંદન ચંપલ, સુવાસ મહકે ઘણી હોવાલ...સુવા ૩. સંસારથી અળગા રહેતા પતિની સાસુ સમક્ષ ફરિયાદ કરતી દુભાયેલી પુત્રવધૂ જયશ્રી; જેમાં ઉપમા, ઉલ્ટેક્ષા, અંત્યાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકારોની સાથે કહેવતોને ગૂંથી વર્ણનને રસપ્રદ બનાવ્યું છે. (૩૨-૪૪). ૪. ભોગીજનોના સંગે કૃતપુણ્યની દિનચર્યાનું વર્ણન, જેમાં ઉભેક્ષા અને માલોપમા અલંકાર પ્રયોજાયેલો છે. એક સાધુ કવિ દ્વારા ભોગોનું અદ્ભુત વર્ણન તેમના સંસારિક જ્ઞાનની બહુલતા દર્શાવે છે. (૫૩-૬૯) ૫. ગણિકાવાસમાંથી પુત્ર પાછો ન ફરતાં માતૃહદય કકળી ઉઠયું. માતાની હદયદ્રાવક મનોવ્યથામાં કરૂણ રસ પ્રયોજાયેલો છે. અહીં પ્રસંગોપાત કવિશ્રીએ માતા દ્વારા પુત્રના ઉછેરમાં આપેલું યોગદાના વિસ્તારપૂર્વક વર્ણવ્યું છે. (૮૩-૯૮)