________________
૪૩૩
રૂપક અલંકાર : ૧. ચંદ્રવદની મૃગલોયણી, રુપેંગોરી રંગ;
કયવન્નો ભોગી ભમર, દેખી ધરે અચંભ (60)
અતિશયોક્તિ અલંકારઃ ૧. ઈંદ્ર ચંદ્ર પણ દેખતાં રે, આણે મનમાં ચુપ (૪૨૬)
કૃતપુણ્યના સૌભાગ્યને જોઈ ઈંદ્ર અને ચંદ્ર પણ ક્ષણભર માટે થંભી ગયા અર્થાત્ કૃતપુણ્યનું સૌભાગ્ય અદ્વિતીય હતું.
કહેવતો, રૂઢિપ્રયોગો : ૧. જાંઘ ઉઘાડવી (૪૪) : હાથે કરીને પોતાની એબ ઉઘાડવી
દુભાયેલી જયશ્રીએ સાસુને ફરિયાદ કરતાં અંતે કહ્યું, “સાસુજી! મારા જ પતિની વાતો કરતાં પોતાના હાથે જાંઘ ઉઘાડી પાડવા જેવું લજ્જિત કાર્ય હું કઈ રીતે કરી શકું?
શ્રાવકના બાર વ્રતમાંથી બીજું અણુવ્રત “સત્યવ્રત” છે. જેનો ‘સ્વદારમંત્રભેદ’ નામે અતિચાર છે. તેમાં દારા = સ્ત્રી અને ઉપલક્ષણથી પુરુષ એકબીજાનાં અવર્ણવાદ કે ગુપ્તવાત બહાર પ્રકાશિત કરે તો બીજા વ્રતમાં અતિચાર લાગે. અર્થાત્ સ્ત્રી કે પુરુષ એકબીજાના અવર્ણવાદ ન બોલે. જયશ્રી એક સતી સ્ત્રી હતી, તેથી સાસુ પાસે પોતાના પતિની ફરિયાદ કરતાં અચકાય છે. ૨. છોરુ કછોરુહુવે (૯૦) નાદાનિયત કરવી
ભલે છોરૂ કછોરૂ થાય પરંતુ માતા-પિતા કેગુરૂદેવતનું અવળું લેતાં નથી. ૩. પાણી પીને ઘર પૂછવું (૯૪) પાણી પીને જ્ઞાતિ પૂછવી, જે પહેલાં પૂછવી જોઈએ.
શેઠે વિચાર્યું, ‘નીચ મિત્રોની સંગતિ કરાવી, તેનું આ ફળ મળ્યું છે. હવે પાણી પીને ઘર પૂછવાથી શું સરે ?' ૪. જીવ છે એકને જુઈ કાયા (૨૬૧) ગાઢસ્નેહ
વૃદ્ધાએ કૃતપુણ્ય પર પ્રભુત્વ જમાવતાં કહ્યું, “વત્સ! તારો અને મારો જીવ એક છે, માત્ર ખોળિયું જુદું છે. ૫. અંગૂઠાની આગ, કદી આવે માથા લગેજી (૩૦૯) પારાવાર આપત્તિ વધી જવી.
પગના અંગુઠે લાગેલી આગ હોલવાય નહીં તો ક્યારેક માથા સુધી આગ આવે છે. ૬. વાલ ન વંકો હોય(૩૫૦) : જરાપણ ઈજા ન થવી.
નસીબ જ્યારે પાધરું હોય ત્યારે કોઈ વાળ વાંકો ન કરી શકે. ૭. લહેણાથી દેણે પડયું(૩૧) : નફાને બદલે નુકશાન થવું.
કંદોઈની સર્વ અભિલાષાઓ ધૂળમાં મળી ગઈ. આવ્યો હતો રાજકુમારી સાથે લગ્ન કરવા.