________________
૪૩૨
મારા પતિદેવ જડેલા નંગની જેમ મહેકે છે. જાણે સુગંધી કેવડો ન હોય! ૩. ગાલો રાંડ બોલે ઘણી રે લાલ, જાણે ફૂટો ઢોલ (૧૧૬)
અક્કાના મુખમાંથી વરસતા અપશબ્દો, જાણે ફૂટેલા ઢોલનો કર્કશ સ્વર ન હોય! ૪. પાપિણી સાપિણી ક્યું ઉછલે રે લાલ, લાગું જાણે ભૂત (૧૨૦)
ડંખીલી સાપિણીની જેમ વૃદ્ધા ઉછળી ઉછળીને તડાક-ભડાક (લવારો) બોલતી હતી, જાણે કોઈપ્રેતાત્માનો વળગાડ થયો ન હોય! ૫. નયણે બે આંસુઝરેરેલાલ, જાણે મોતીહાર (૧૩૫)
માતા-પિતાના અવસાનના સમાચાર સાંભળી કૃતપુણ્યના બન્ને આંખમાંથી અશ્રુની ધારા. વહેવા લાગી, જાણે મોતીની હારમાળા જ જોઈ લ્યો! ૬. રંગમાં મીઠો રુષણો, જાણે દૂધમાંહે સખિ સાકરદ્રાખકે! (૧૯૦)
પ્રિયતમનું આગમન જયશ્રીને અત્યંત મધુરું લાગ્યું, જાણે સાકરવાળું દૂધ અને મીઠી દ્રાક્ષ ના હોય! છે. ડોસી પોસી બાપડી રે, જાણે પડી ચોરવાડ! (૪૨૩)
કૃતપુણ્યને જોઈડોસી એવી હેબતાઈ ગઈ, જાણે અચાનક ચોરોની ધાડ પડી ન હોય! ૮. મુનિવર પડધો માંડીયો રે, જાણે ધરમરતનનો કરંડ હો(૫૧૦)
મહાત્માએ પોતાનું પાત્ર બાળક સમક્ષ ધર્યું, જાણે ધર્મરત્ન રૂપી નિધાન ન ધરતાં હોય! ૯. વાજાં વાજે અતિ ઘણાં રે, જાણે ગાજે ઘનઘોર રે (૫૫૦)
દીક્ષા મહોત્સવના અતિ આડંબર ભર્યા પ્રસંગે વાજિંત્રોના નાદ જાણે વાદળોના ગડગડાટ! ૧૦. ચારિત્ર રમણી પરણવા રે, જાણે ચઢે વર જાન રે! (૫૫૧)
કૃતપુણ્ય ચારિત્ર રમણીને પરણવા ઉત્સુક બન્યો, જાણે જાન લઈને પરણવા આવેલા. વરરાજા! અહીં ઉભેક્ષા અને રૂપકનો ઉભય સંયોગથયો છે.
વ્યતિરેક અલંકારઃ ૧. તેઓં કરી તનુ દીપડો, સૂરજ જેમ સવાયો રે (૧૬)
નવજાત શિશુની તેજસ્વીતા સૂર્યથી સવાઈ હતી. અહીં ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠદર્શાવી સુંદર વ્યતિરેકપ્રયોજ્યો છે. ૨. ત્રણ બદતુ ત્રણ બદતુનાહો સુખ ભોગવેજી, તિહું ભુવને સૌભાગ્ય; (૩૯૩)
કૃતપુણ્ય સ્ત્રીઓ સાથે ત્રણે દતુનું સુખ ભોગવી રહ્યો હતો. તેના જેટલું સૌભાગ્ય ત્રણે ભુવનમાં કોઈનું ન હતું.