________________
૪૩૧
૧૦. દેખી ધ્રુજી તેડોકરી રે, વાયઝકોલ્યું જ્યુઝાડ; (૪૨૩)
જેમ પવનના ઝપાટાથી વૃક્ષ ફરફરે છે, તેમ કૃતપુણ્યને પ્રત્યક્ષ જોઈ ધૂતારી વૃદ્ધા ભયથી કંપવા લાગી. ૧૮. નગરી રાજગૃહિપરિસરેંરે હાં, ગુણશીલ વન છે સાર (૪૩૮).
નંદનવન સમ શોભતું રે હાં, વેલી વૃક્ષમાંડવા સાર (૪૩૯)
રાજગૃહી નગરીનું ગુણશીલ ઉધાન નંદનવન જેવું રળિયામણું છે. ૧૯. હરણ વાનરની પરેં, ભરતા લાંબી ફાળ; (૪૪૬)
પ્રભુ પધાર્યાની વધામણી આપવા વનપાળ હરણ અને વાનરની જેમ લાંબી ફાળ ભરતો સત્વરે મહારાજા શ્રેણિક પાસે આવ્યો. ૨૦. શ્રેણિક મનમાં હરખીયો, જિમ ઘન આગળ મોર; (૪૪૦)
જેમ મેઘને જોઈ મયુર હરખાય, તેમ પ્રભુના આગમનની વધામણી સાંભળી મહારાજા શ્રેણિક હરખાયા. ૨૧. ભવ્ય જીવાંરાપાતકગલિયાં, ક્યું પાણી મેં કાગલિયાં (૪૬૩)
પાણીમાં કાગળ ઓગળી જાય છે, તેમપ્રભુદર્શનથી ભવ્ય જીવોનાં પાપ કર્મો ઓગળી જાય છે. ૨૨. મગન હુઆ જગતીન, તીમ જ્યુપાણીમેં મીન (૪૬૯).
જેમ માછલી પાણીને જોઈ રાજી થાય, તેમ પ્રભુને જોઈ ત્રણે લોકના જીવો પ્રસન્ન થાય છે. ૨૩. કયવન્નોમન હરખીયો, જીમ ઘન ગાજે મોર (૪૮૦)
જેમ વાદળની ગર્જનાથી મયુર હરખાય, તેમ જિનવાણીના શ્રવણથી કૃતપુણ્ય પુલકિતા બન્યો. ૨૪. તુમ વિણ ઘર શોભે નહીં રે, જિમ ચંદ વિહુણી રાત રે (૫૪૮).
જેમ ચંદ્રવિના રાત્રિ શોભતી નથી, તેમ પ્રિયતમ વિના આ આવાસ શોભતું નથી. ૨૫. ચારિત્ર પાસે હો સૂવું સિંહ , ધન્ય કયવન્નો સાધ (૫૬૨)
કૃતપુણ્યમુનિ સિંહની જેમ શૂરવીરબની શ્રમણાચારનું પાલન કરી રહ્યા હતા.
ઉભેક્ષા અલંકારઃ ૧. દીઘો મહેલ આવાસ, ચિત્રામેં ચિતરયો હોલાલ...ચિત્રા, જાણે દેવ વિમાન, દીસે એ દૂસરો હો લાલ (૨૦)
નવ વિવાહિત યુગલને રહેવા માટે આપેલી સુંદર આવાસ, જાણે અસલ દેવ વિમાન જ જોઈ લ્યો!
માહરોનાહનગીનો જાણે, સુગંધો કેવડો (૩૨)