________________
૪૩૫
૬. જયશ્રી શુકરાજની ખુશામત કરી, તેને પ્રલોભન આપી પ્રિયતમ પાસે સંદેશો પહોંચાડવાની વિનંતી કરે છે, જેમાં પતિ વિરહિણી સ્ત્રીની દયનીય સ્થિતિ, પતિને ઉપાલંભ આપતી નારીનું મનોચિત્રણ કવિશ્રીએ દોર્યું છે. (૧૪૪-૧૫૮)
જયશ્રી પતિને કલ્પવૃક્ષ સમાન માનતી હતી પરંતુ તે તો આકડા અને એરંડાના વૃક્ષ જેવો નીવડયો. અમૂલ્ય રત્નને બદલે પત્થર જેવો કઠોર નીવડયો. અહીં વિરહની વેદનમાંથી ઉપાલંભ પ્રગટયો છે.
o. પ્રિયતમના આગમનથી પ્રિયતમાના જીવનની અમીરાઈનું વર્ણન કવિશ્રીએ રસિક રીતે વ્યક્ત કર્યું છે. અહીં ખાસ વિશેષતા એ છે કે સંભોગ શૃંગારની પળોનું આલેખન મર્યાદાપૂર્વેક કર્યું છે. (૧૮૪
૧૯૨)
૮.
જયશ્રીએ પરદેશ જતાં પતિને વિદાય આપતાં કરેલી ભલામણ (૨૨૯-૨૩૮)
જયશ્રી પતિના સુખની કામના માટે ધર્મનું શરણું સ્વીકારે છે. જેમ કે - દેવ ગુરુને વંદન કરવા; જિનદેવની સ્તવના કરવી; તપ-જપ કરવા, આયંબિલ, નીવી, એકાસણા જેવી તપશ્ચર્યા કરવી. ‘ધર્મેન પાપમ્ ક્ષતિ’, ‘ધર્મથી (પુણ્યથી) પાપ ટળે છે અને તપશ્ચર્યાથી કર્મ દૂર થાય છે’ તેવો
રાસનાયિકાનો ભાવ કવિશ્રી વ્યંજિત કરે છે.
૯. અનિમેષ નયને હવેલીની શોભા નિહાળતો રાસનાયક (૨૫૩-૨૫૫); ચારે સ્ત્રીઓનું લાક્ષણિક વર્ણન (૨૫૬-૨૫૦). આ વર્ણનમાં ઉત્પ્રેક્ષા અને યમક અલંકાર સાથે અદ્ભુત અને શૃંગાર રસનો ઉભય પ્રયોગ જોવા મળે છે. વળી, તે સમયના મકાનોની બાંધણી, ઘરની સજાવટ, સ્ત્રીઓનો શૃંગાર અને તે સમયના આભૂષણો છતાં થાય છે.
ચારે નારી ચઉપખેં રે, નારી બેઠી મંચો; કયવનો હવે જાગીયો રે, દેખે તેહ પ્રપંચો;
દેખે તેહ પ્રપંચ વિલાસો, એ કુણ ખ્યાલ વિનોદ તમાસો;
મહોટાં મંદિર મહેલ મેવાસો, ચિહું દિશિ જોવે આસો પાસો. રંગરંગીલાં માલીયાં રે, ચિત્રામાંરી છોલો;
જાણે વિધાતાયેં રચ્યાં રે, મોતી જામર જોલો;
મોતી જામર વેલ તેજાલી, વિચ વિચ પ્રોઇ લાલપ્રવાલી;
જબ જબજાબખજૂબરસાલી, ભલા ભલા ગોંખ ભલી ચિત્રશાલી. સખરાબાંધ્યા ચંદ્રવા રે, મખમલરા પંચરંગો;
નવ નવભાતેં જાતરા રે, પાથરણાં અતિરંગો;
પાથરણા અતિ ચંગા ઝલકે, જરબાફ જાજમ કસબી ઝલકે; લાંબી ફૂલની માલા લલકે, ધૂપ ધાણાની સલીયાં ચલકે. ચંદ્રવદની મૃગલોચની રે, ભર યૌવનમેં જેહો; નાસાદિપ શીખા જીસી રે, સોવન વરણી દેહો; સોવનવરણી દેહ રે સારી, ચિંહું દિશિ નિરખે ચારે નારી;