________________
૪૨o
પાડોશીને પોતાના પ્રિયતમ વિશે ખબરઅંતર પૂછતી કાંતિમતીના ભાવ કથાપ્રવાહમાં અન્ય કોઈ કવિઓએ દર્શાવ્યા નથી. 30. પતિને જોઈને કાંતિમતીના રોમરાયખીલી ઉઠયાં. (૨3૧-૨૩૩) ૩૮. પક્ષીઓનો કલરવ થતાં કૃતપુણ્ય સ્વયં જાગ્યો ત્યારે તે ગામના પાદરે હતો. (૨૩૪) ૩૯. પ્રવાસથી બાર વર્ષ પછી પાછા ફરેલા પ્રિયતમને મીઠો ઠપકો આપતી પ્રિયતમા, જેમાં પત્ની પતિને કર્તવ્યનું સ્મરણ કરાવે છે. (૨૩-૨૪૦)
અહીં દલીલબાજી, ધડાધડી કે ઝઘડાખોરવૃત્તિ નથી પરંતુ પતિ-પત્નીનો ઘરેલુ સંવાદ રોચક
૪૦. કૃતપુણ્ય પોતાના વહાલસોયા, ભોળા અને માસૂમ પુત્રને હેતથી ભેટી પડયો. બન્નેની આંખમાં
હરખનાં અશ્રુઉભરાયાં. (૨૪૨) ૪૧. બાળકે ભૂખ લાગતાં ઘરે જ લાડુ ખાધો અને રત્નને પથ્થર સમજી શાળામાં લઈ ગયો. ત્યારે બીજા
નિશાળીયાઓએ કહ્યું, “ભાઈ! અમને આપ. આનાથી લાડુ, પેંડા, સુખડી જેવી મીઠાઈઓ મળશે.” આ સાંભળી મીઠાઈની લાલચે બાળક કંદોઈની પાસે પહોંચ્યો. (૨૪૮-૨૫૧)
અહીં કવિશ્રીએ બાળકના હાથમાંથી કંદોઈએ રત્ન પડાવી લીધું, એવો ઉલ્લેખ કર્યો નથી. બાળસહજ સ્વભાવથી બાળકમીઠાઈપ્રત્યે લલચાયો અને તેણે રત્નના બદલામાં મીઠાઈમેળવી. ૪૨. કૃતપુયપાસે ધન આવતાં જ વણિજપુત્રો, સ્વજનો અને મિત્રો પાછાં તેને મળવા આવ્યા. (૨૫૦) ૪૩. રાજસેવકો કૃતપુણ્યને લેવા ઘરે પહોંચ્યા ત્યારે કૃતપુણ્ય હતપ્રભ થયો. (૨૦૩) ૪૪. “યક્ષપૂજન ન કરવાથી રોગ થશે!” એવી નગરમાં ઉદ્ઘોષણા કરાવવામાં આવી. (૨૯૦)
તે સમયે સમાજમાં દેવ-દેવીઓની માનતા, પૂજા અને નૈવેધ ચડાવવાથી આપત્તિ ટળે છે, એવો લોકોમાં જબરો વિશ્વાસ હતો. ૪૫. પાંચ લાડૂનો ભોગ યક્ષને ચડાવ્યા પછી એક લાડૂ યક્ષ પાસે મૂકી ચાર લાડૂ પ્રસાદ રૂપે લઈ જવા
એવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો. (૨૯૨) ૪૬. ચારે પુત્રવધૂઓને રથમાં બેસાડી, ઘૂંઘટો તાણવાની સૂચના સાસુએ કરી. (૨૯૪) ૪૦. નવ જણને એક સાથે આવતાં જોઈ કૃતપુણ્યએ અભયકુમારને કહ્યું, “આ મારા પરિવારજનો
છે.' (૨૫) - વૃદ્ધાને જીવનનિર્વાહ માટે ચાર લાખ સોનામહોર અને એક મકાન આપવામાં આવ્યું. (૩૦૮)
અહીંમાનવીય અધિકારો અને માનવીય ગરિમાનો આદર કર્યો છે. ૪૯. ચારે પુત્રવધૂઓ યક્ષપૂજન કરવા ઘરેથી નીકળી ત્યારે શુભ શકુન થયા, તેમની ડાબી આંખો
ફરકી. (૩૨૦) ૫૦. કાંતિમતી, રાજકુંવરી, ચારે સ્ત્રીઓ અને મગધસેના એમ સાતે સ્ત્રીઓ સાથે કૃતપુણ્ય પૂર્વના પુણ્યથી સુખ ભોગવવા લાગ્યો. (૩૨૩-૩૨૪)
કવિશ્રીએ મગધસેનાનો પૂર્વે ઉલ્લેખ કર્યો નથી પરંતુ અંતમાં કૃતપુણ્યની પત્ની તરીકે નોંધ કરે છે. કૃતપુણ્યનો સાતે સ્ત્રીઓ સાથે આત્મસેતુ રચાયો, જે જીવનભર જળવાયો.