________________
૪૨૬
૨૨. શેઠપ્રતિદિન એક હજાર આઠદીનાર પોતાના પુત્રના વિલાસ માટેખર્ચતા હતા.(૧૦૮) ૨૩. દાસીએ આપેલા અહેવાલ પરથી માધવસેનાએ વિચાર્યું, ‘એ સતી સ્ત્રી પતિવ્રતા ધર્મ નિભાવે છે. પોતાની આજીવિકા માટે ચરખો કાંતે છે.’(૧૧૩)
ગણિકાના કૃતપુણ્યની પત્ની વિશેના ઉચ્ચ વિચારો અન્ય કવિઓએ ટાંક્યા નથી. વળી, અહીંરાસનાયિકાનું સ્વાલંબીપણું પ્રતિબિંબિત થાય છે.
૨૪. ગણિકાએ નિર્ધન બનેલા કૃતપુણ્યને ગણિકાવાસમાંથી ખસેડવા મદિરા પીવડાવી.(૧૨૩) ૨૫. ગણિકાવાસમાંથી બાર વર્ષ પછી નીકળેલા કૃતપુણ્યના પગ ઝડપથી ઘર તરફ ઉપડયા. તેણે વિચાર્યું, ‘મને મારી પત્ની જરૂર પ્રેમથી બોલાવશે.’ (૧૪૫)
કૃતપુણ્ય પોતાની પત્નીના વિશાળ દિલને જાણતો હતો.
૨૬. આમતેમ જોતો, લોકોને ઘર પૂછતો કૃતપુણ્ય પોતાના ઘરે પહોંચ્યો. (૧૪)
અહીં કૃતપુણ્યને પોતાનું રહેઠાણ અડવું અડવું લાગતાં તેણે ગંતવ્ય સ્થાને પહોંચવા માટે માર્ગમાં લોકોને પૂછતાછ કરી. કવિશ્રી ઘણાં વર્ષો પછી પાછા ફરેલા કૃતપુણ્યની બાલિશતા વ્યંજિત કરે છે.
૨૦. કૃતપુણ્યએ જર્જરિત મકાનમાં કોઇ દૂબળી કાયા, શ્યામ વર્ણવાળી સ્ત્રીને જોઈ પરંતુ તે ઓળખી
શક્યો નહીં. (૧૪-૧૪૮)
રાસનાયિકાનું આર્થિક અથડામણોને કારણે પ્રસન્નતા ચાલી જવાથી રૂપ ઓસરી ગયું હતું. ૨૮. પ્રિયતમને જોઈ પ્રિયતમાના બત્રીસ કોઠે દીવા ઝળહળ થયા. તેની ખુશીમાં ગામજમણ કરાવ્યું અને સર્વ સ્વજનોને માન-પાન આપ્યા.(૧૫૯)
૨૯. કાંતિમતીએ ધનનો પ્રશ્ન ઉકેલવા ગ્રામાંતરે જવાનું પતિને કહ્યું. (૧૬૯)
૩૦. કાંતિમતીએ ધનનો પ્રશ્નઉભો થતાં પોતાના બે મકાનમાંથી એક મકાન ગીરવે મૂક્યું. (૧૧) સંભવ છે કે કરિયાવરમાં કાંતિમતી એક મકાન લાવી હોય, જેને અડાણે મૂકયુંહોય. ૩૧. ગ્રામાંતરેજતાં પતિને કાંતિમતીએ સૂવા માટે ખાટલો અને ખાવા માટે ભાતું આપ્યું. (૧૦૨)
૩૨. પોતાના પતિની સંભાળ રાખવા માટે કાંતિમતીએ વણઝારાના ટોળામાં જનારા પ્રવાસીઓ (સાથીદારો)ને ભલામણ કરી. (૧૦૩)
૩૩. રાજગૃહી નગરીનાં સૂર નામના શ્રીમંત વેપારીનો તાજેતરમાં પરણેલો નવયુવાન નાની ઉંમરમાં ગુજરી ગયો.(૧૮૪)
૩૪. કૃતપુણ્યને ઊંચી હવેલીમાં નજરકેદીની જેમ રાખવામાં આવ્યો હતો.(૨૦૨)
૩૫. વહુઓનું મન રાખવા વૃદ્ધાએ સ્વયં કહ્યું, ‘‘કૃતપુણ્યને ભાતામાં લાડુ આપો.’’(૨૦૯) આવો ભાવ અન્ય કોઈ કવિઓએ દર્શાવ્યો નથી.
૩૬. કાંતિમતીને સાર્થવાહના પરદેશથી પાછા આવ્યાના સમાચાર મળતાં જ તે પુત્રને લઈને સાર્થમાં જવા નીકળી. તે પૂર્વે એક પાડોશીને પતિના સમાચાર પૂછયા. જ્યારે પાડોશીએ કોઈ જવાબ ન આપ્યો, ત્યારે તેણે પુત્રને કહ્યું, ‘‘ક્ષેમકુશળ હોય તેવું જણાતું નથી.’' એમ કહીં પોતાના ભાગ્યને ઉપાલંભ આપવા લાગી.(૨૨૨-૨૨૬)