________________
માતાની મમતા બાળકના શૈશવ પર શીતળતાના ચંદન છાંયડા ઢોળે છે. (૩૫-૩૬) નગરમાં કોઈ મહોત્સવ હોવાથી સર્વ નગરજનોએ ખીરનું ભોજન આરોગ્યું.(૩૮) અહીંખીરનું ભોજન માત્ર ગોપ મિત્રોએ નહીં પરંતુ સમગ્ર પ્રજાજનોએ આરોગ્યું. ૬. પાડોશણોએ કહ્યું, ‘‘પુત્રના મનોરથ પૂર્ણ કરવા તને ખીર માટેની સામગ્રી આપશું.’’ (૫૧) માતાએ પુત્રને સમજાવતાં કહ્યું, ‘“બેટા! સવારે ખીર રાંધીશ. તું ભોજન કરવા વહેલો ઘરે આવજે. (૫૨)
o.
૫.
૮.
૪૨૫
૯.
અજીર્ણ, વિશૂચિકા (કોલેરા), શૂળ (પેટમાં ચૂક આવવી), શ્વાસ (દમ) જેવી ભયંકર બીમારીમાં વસુદત્ત પટકાયો. (૬૬)
અહીં કવિશ્રીએ વસુદત્તના મૃત્યુ માટે ચાર મહારોગોનો ઉલ્લેખ કર્યો છે. અન્ય કવિઓએ ફક્ત વિશૂચિકાનો ઉલ્લેખ કર્યો છે. કવિનું કાલ્પનિક વર્ણન મનોહર છે.
સૌમ્ય પ્રકૃતિ, ભદ્ર પરિણામ અને મધ્યમ યોગની પરિણતિથી વસુદત્ત મૃત્યુ પામીને મનુષ્ય ભવમાં આવ્યો. (૬)
મનુષ્ય જન્મ પામવાના કારણો દર્શાવી સૈદ્ધાંતિક કથનનો વિનિયોગ કરે છે. ૧૦. અભયકુમાર સાચા શ્રાવક હતા. તેઓ વીસ વસાની દયા પાળતા હતા. (૧) ૧૧. રાજગૃહી નગરીનાં ધન્ય શેઠની કલાવતી નામની ચતુર અર્ધાંગિની હતી. (૦૨)
૧૨. મિથ્યાત્વ સૂચક ઉપાયોથી સંતાન પ્રાપ્તિ ન થઈ ત્યારે કલાવતી શેઠાણીએ સુકૃત્યો આદર્યાં (૦૬) ‘પુણ્યથી પાપ નાશ પામે છે’ તેવું સમજાતાં શેઠાણી અંધશ્રદ્ધા છોડી સુકૃત્યો તરફ વળ્યા. ૧૩. ધનદત્ત શેઠપત્નીના શુભદોહદો પૂર્ણ કરતા. (૭)
૧૪. પૂર્ણ માસે, ઉત્તમ દિવસે, શુભ તિથિએ અપુત્રિણીને ત્યાં વાંઝીયા મહેણું ટાળવા એક સુંદર પુત્ર અવતર્યો. (૦૮)
૧૫. પુત્રનો જન્મ થતાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ મંગળગીતો ગાયાં, હવેલીના બારણે તોરણ બંધાયા, તેમજ વાજિંત્રોના મધુર સૂરો છેડાયાં. (૦૯)
તે સમાજમાં તળપદી રીતે જન્માભિષેક ઉજવાતો હશે તેની પ્રતિછાયા અહીં પડી છે.
૧૬. દસ દિવસ સુધી પુત્ર જન્મનો મહોત્સવ ઉજવ્યા બાદ બારમા દિવસે ‘કૃતપુણ્ય’ એવું બાળકનું નામ પાડયું.
૧૦. આઠ વર્ષે કૃતપુણ્ય વિદ્યાભ્યાસ માટે અધ્યાપકને ત્યાં ગયો. તે સર્વ (બહોંતેર) કળાઓમાં પારંગત થયો. (૮૨)
૧૮. કૃતપુણ્ય સંસારની ગતાગમથી અજાણ હતો. (૮૩)
૧૯. રાજગૃહી નગરીના વૈશ્રમણ શેઠની પુત્રી કાંતિમતી સાથે કૃતપુણ્યના વિવાહ થયા. (૮૪)
૨૦. મિત્રો સાથે નગરમાં ફરતાં સ્વરૂપવાન ગણિકાને જોઈ. (૮૬)
૨૧. માધવસેના ગણિકા ખાટલા પર બેઠી હતી. તેના હાથમાં દર્પણ હતું. તે દર્પણમાં પોતાના શરીરની શોભા નિહાળી રહી હતી. (૮૯)
ગણિકાઓપ્રાયઃ પોતાના સૌંદર્યને નિખારવામાં વ્યસ્ત હોય છે. તેવો ભાવ અહીં સમાયેલો છે.