________________
૪૨૮
૫૧. મહારાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમાર અને કૃતપુણ્ય શેઠ આ ત્રણે મહાનુભવોએ
સમવસરણમાં મહાવીર સ્વામીને ત્રણ વખત વંદન કરી પોતાના સ્થાને બેઠા. (૩૩૧-૩૩૨) ૫૨. પરમાત્માની અમૃતમય વાણી સાંભળી પર્ષદા આપોઆપ સંદેહનું નિવારણ કરી રહી હતી. (133)
અહીંપરમાત્માનો વચનાતિશયદર્શાવ્યો છે. ૫૩. અભયકુમાર મંત્રીશ્વરે પરમાત્માને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! કૃતપુણ્યની કથા કહો. તેણે
પૂર્વભવમાં એવું શું કર્યું જેથી તૂટક ભોગો મળ્યા? અઢળક રિદ્ધિ હોવા છતાં ચાલી ગઈ અને પરિવારનો વિયોગ કેમ થયો?'' (૩૩૪-૩૩૫)
અહીં કૃતપુણ્યએ સ્વયં પરમાત્માને પ્રશ્ન પૂછયો નથી પરંતુ અભયકુમારના પ્રશ્નના ઉત્તર રૂપે કૃતપુણ્યનો પૂર્વભવ ભગવાન મહાવીર દ્વારા કહેવાયો છે. ૫૪. કૃતપુણ્ય મુનિએ અંતિમ સમય જાણી “વિપુલગિરિ પર્વત’ પર અનશન તપ કર્યો. (૩૫૫) ૫૫. કૃતપુણ્ય મુનિએ ઉપશમ શ્રેણિ માંડી. ઉપશમ શ્રેણિમાં કાળ કરી તેઓ સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. (૩૫૬)
ઉપશમ શ્રેણિમાં કાળ કરનાર વૈમાનિક દેવગતિ પ્રાપ્ત કરે છે. આવા સૈદ્ધાંતિક ભાવોને કવિશ્રી પ્રગટ કરે છે.
૧૦. કવિ શ્રી જયરંગમુનિ કૃત કયવન્ના શાહનો રાસ (સં. ૧૦૨૧)
વિક્રમ સંવત ૧૯૨૧માં રચાયેલ ૩૧ ઢાળોમાં વિસ્તૃત થયેલ, ૫૯૧ કડી પ્રમાણ આ “કયવન્ના શાહ શેઠ'નો રાસ છે. જેના કર્તા ખરતરગચ્છના શ્રી જયરંગમુનિ છે. તેમનું ઉપનામ (જેતસી) જયતની છે. આ રાસ વિકાનેરની ભૂમિ પર રચાયો છે. એવું, કવિશ્રી અંતિમ ઢાળમાં કહે છે. તેઓશ્રીએ રાસની અંતે પોતાની ગુરુપરંપરા આ પ્રમાણે આપી છે.
ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિજીની પરંપરામાં - શ્રી જિનભદ્રસૂરિજી - 'ઉપાધ્યાય શ્રી
૧. જિનચંદ્રસૂરિએ “સંવેગ રંગશાલા' નામનો ગ્રંથ સં. ૧૧૨૫ માં રચ્યો, જેનું સંશોધન પ્રસન્નચંદ્રજી, ગુણચંદ્રજી અને જિનવલ્લભજીએ કર્યું. તેનો પ્રથમાદર્શ જિનદત્તે લખ્યો. (જૈ.બુ.ઈ., પૃ.-૧૪૯); તેમણે “પૌષધવિધિ પ્રકરણ' રચ્યું (યુગપ્રધાન જિનચંદ્રસૂરિ - પૃ.૪૫, લે. અગરચંદ નાહટા). પટ્ટાવલીકારો અનુસાર આ. જિનચંદ્રજીએ સમ્રાટ અકબરને પ્રતિબોધપમાડયો હતો. ૨. જિનભદ્રસૂરિ શાસન જ્ઞાતા અને સંઘ ઉદ્ધારક પ્રભાવક આચાર્ય હતા. તેમણે અપવર્ગનામમાલા પંચવર્ગ પરિહાર, નામમાલા' નામનો કોશ ગ્રંથ રચ્યો. (જૈ.સા.સ.ઈ., પૃ.૧૫૯) તેમજ “જિનસત્તરી પ્રકરણ' (સં. ૧૪૯૫) નામનો પાકૃત ભાષામાં ગ્રંથ રચ્યો. તેમણે અણહિલપુર પાટણમાં વિશાળ પુસ્તકાલય સ્થપાવ્યો હતો. તેમણે વિશેષાવશ્યક જેવા ગ્રંથો અનેક મુનિઓને ભણાવ્યા હતા. પંદરમી સદીના છાહુડ ગોત્રના કવિ દેવદત્તે જિનભદ્રસૂરિ ધૂવઉ'ની રચના (સં.૧૫૭૬ આશરે) માત્ર બે કડીમાં કરી છે, જેમાં જિનભદ્રસૂરિનો મિતાક્ષરી પરિચય છે. ૩. ઉપાધ્યાયનયરંગજીએ ‘અર્જુન માલા કર’ અને ‘પરમહંસ સંબોધ ચરિત્ર' (સં.૧૬૪૨)ની રચના કરી હતી.