________________
૪૧૮
૯. ખિણ ખિણખટકે સાલ જિમ, એ દુખ કિમ સહેસિ? (૧૦૫)
પ્રિયતમના વિરહમાં પ્રિયતમાને પ્રત્યેક પળ એકવર્ષ જેટલી લાંબી લાગે છે. ૧૦. ચ્યારે રે સુંદરી ચંપકવાનઇ, પુણ્ય લેઇ કોઈ નાવી રે (૧૮)
ચારે સ્ત્રીઓ ચંપકપુષ્પ જેવા પિત્તવર્ણની હતી. ૧૧. જિમ કરણી ભૂલિઓ રેગવંદ, કેતકિ કમલ ભમરો રમઈ (૨૧૪)
જેમ કેતકીમાં લુબ્ધ એવો હાથી હાથણિને ભૂલી જાય અને કમળમાં ભ્રમર પોતાની જાતને ભૂલી જાય તેમ કૃતપુણ્ય ભોગવિલાસમાં સર્વભૂલી ગયો. ૧૨. અતિથિપરિ ભગતી કરી મનોહારિ. (૨૮૧),
કૃતપુણ્યની પરણેતરે બાર વર્ષ પછી પાછા ફરેલા પતિની અતિથિની જેમ મનોહર ભક્તિ કરી. અર્થાત્પતિની પરમેશ્વરની જેમ પરોણાગતિ કરી. ૧૩. વિલર્ખ વદન થઇ તિસ્યઇરે, જિમ સૂડી વિણ પાંખિરે (૩૦૬)
વૃદ્ધાની કરતૂત બહાર પડતાં તે ઝંખવાણી પડી ગઈ. પાંખ વિનાની પક્ષિણીની જેમ તે ઢીલી પડી ગઈ. (3૦૬)
ઉભેક્ષા : ૧. અંતપુરિ જાણે અપછરા, રાણી રુપિરતન; ચિલ્લણાં દેવી આદિદે, રંજ઼રાયનું મન (૧૦૦)
મહારાજા શ્રેણિકનું અંતઃપુર એટલે જાણે સ્વર્ગની અપ્સરાઓ! મહારાણી ચેલણાનું રૂપ રત્ન જેવું ચળકતું હતું. અહીં ઉભેક્ષા અને ઉપમા એમ બંને અલંકારનો ઉભય પ્રયોગ થયો છે. ૨. સકલ સુલક્ષણ ગુણઇંભરિયો, મોહનવેલીનું કંદરે (૮૧)
કૃતપુણ્ય સર્વ ગુણ સંપન્ન અને બત્રીસ લક્ષણયુક્ત હતો. જાણે મોહ પમાડે એવી મનોહર વેલનું મૂળ ન હોય!
રૂપક : ૧. કર્મપડછાયો (૩૨): પદ્મશ્રીએ ગામ, નગર, ઘર બધું છોડયું પરંતુ કર્મરૂપી પડછાયો તેની સાથે જ
રહ્યો. ૨. પુણ્યસમુદ્ર (૬૮) પુણ્યરૂપી સમુદ્રની લહેરો ઉછળી અને વસુદત્તને ઉપાડી સુંદર સ્થાનમાં મૂક્યો. ૩. રાજ સિરિ (૦૧): રાજ્યરૂપી લક્ષ્મી અભયકુમારથી દીપતી હતી. ૪. માયાભાષિણી (૧૩૮): નારી માયારૂપી સાપિણીનું બિલ છે. ૫. મોહનીંદ (૧૪૩): મોહરૂપી નીંદ્રા ૬. નયણાં બાણ (૯) મગધસેનાના નયણરૂપી બાણે કૃતપુણ્યને પ્રેમમાં વીંધી નાખ્યો. છે. નેહસમુદ્ર (૧૩૮) સ્નેહરૂપી સમુદ્ર