________________
૪૧o
રસાળ શૈલીથી રચાયેલ આ રાસને કવિશ્રીએ ઉપમા, ઉલ્ટેક્ષા, વ્યતિરેક, રૂપક, અતિશયોક્તિ વગેરે અલંકારો દ્વારા સુશોભિત બનાવ્યો છે.
ઉપમા: કવિશ્રી એ કાવ્ય મહેલના ઝરૂખાઓ ઉપર ઉપમા અલંકારના તોરણો બાંધ્યા છે. ૧. પદમશ્રી કુરપાણી પંકજ પરિ, જિમ ગુણવંત કુદેસઇ. (૩૦)
પદ્મશ્રી કાદવમાં પંકજ અને દુષ્ટગામ (સ્થાન)માં ગુણવંત જેવી હતી. ૨. પાણી તણાઇ વિયોગિ, કાદવિ જિમફાઇ હીયું; ઇમ જઉ માણસ લોગિ, સાચોનેહ સઉ જાણીયઇ''(૪૯)
સૂર્યના તાપથી તળાવનું પાણી સુકાઈ જતાં કાદવમાં તિરાડ પડે છે, તેમ ગરીબીના કારણે પુત્રની ઈચ્છા પૂરી ન કરી શકવાથી પદ્મશ્રીનું હૈયું ફાટી પડયું.
પદ્મશ્રીને પતિના મૃત્યુનું દુઃખ તેના રૂંવે રૂંવે ડંખતું હતું. તેમાં વળી ગરીબાઈએ ઘેરો ઘાલ્યો. હતો. કરૂણતાને વધુ ઘેરી બનાવવા કવિશ્રી એ નવીન ઉપમાનું પ્રયોજન કર્યું છે. ૩. ચતુરા ચુંબક લોહ જિમ, ચિત્ત જાઇતત લાગિ (૯૮)
માધવસેના અને કૃતપુણ્યની દ્રષ્ટિ મળતાં કામરાગ ઉત્પન્ન થયો. જેમ લોહચુંબકને લોટું મળે, તેમ ગણિકાને જોઈ કૃતપુણ્યનું ચિત્ત ત્યાં જ ચોંટી ગયું. કવિશ્રી ગણિકાને લોહચુંબક સાથે અને કૃતપુણ્યને લોઢા સાથે ઉપમિત કરે છે. ૪. ભાડામૂલ તણી પરઇ, આવિર્ષ સોઇખરચી જઇ રે (૧૦૯)
ભાડાની કમાઈની જેમ કૃતપુણ્યના પિતાએ મોકલાવેલુંધન તરત જખર્ચાઈ જતું. ૫. વાદલની જિસી છાંહડી, મૂરિખ મહિલા સંગરે (૧૨૪)
વાદળની છાયા જેવો જ મૂર્ણ સ્ત્રીનો સંગ અસ્થિર અને બનાવટી હોય છે. ૬. જિમ હથીઆર ચડાવઇ સરાણઇ, ઉપઇઝાકઝમાલમોરાલાલ રે; તિમ વિલાસવતીયઇ ભખીતઉ, નવિ વીયઇ જાતઉ મોલમોરા (૧૩૪).
હથિયારમાં ચળકાટ ઉત્પન્ન કરવા તેને સરાણ ઉપર ચઢાવવામાં આવે છે. તેમ સ્ત્રીનો ભોગ કરતા જીવ જાતનું મૂલ્ય વિચારતો નથી. સ્ત્રીને સરાણ અને નરને અગ્નિની ઉપમા આપી છે. છે. અગનિ ઉપરિધરિઉ પાપડ પાંહિ, ફૂલિરંગેતેહ મોરાલાલ રે; તિમનરનારિ મિલિફનવિમાંનઇ, પીડા થાતી દેહ (૧૩૫)
અગ્નિ ઉપર ધરાયેલ પાપડ ફૂલે છે, તેમ નર-નારી મળતાં રોમાંચિત થાય છે, પણ તે સમયે દેહની પીડા ભૂલી જાય છે. નર અને નારીને પાપડ અને અગ્નિથી ઉપમિત કર્યા છે. ૮. જીહો સીંધોડી મોતી ધરઇ, લાલા સ્વાતિ નક્ષત્રઘન જોગિ(૧૬૬)
જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું પાણી ઝીલી છીપ મોતી બનાવે છે, તેમ પ્રિયતમના પ્રેમથી પ્રિયતમા ગર્ભવતી બની ત્યારે તેની કુક્ષિમાં ઉત્તમ મોતીરૂપી બાળક ઉત્પન્ન થયો.