________________
૪૧૬
૯. કવિ શ્રી વિજ(ન,યશેખરસૂરિ કૃત કયવન્ના ચોપાઈ (સં.૧૬૮૧)
વિક્રમ સંવત ૧૬૮૬, જેઠ માસ, રવિવારે, વિરાટપુર નામના નગરમાં દાનનો મહિમા વર્ણવવા. રચાયેલ ૧૬ ઢાળ અને ૧૪ દુહા તથા કુલ ૩૬૫ કડી પ્રમાણમાં વિસ્તૃત આ ચોપાઈના રચયિતા શ્રી વિજયશેખરસૂરિ (બીજું નામ શ્રી વિનયશેખર) છે. • કવિશ્રી એ રાસના અંતે ઢાળ-૧૬માં પોતાની ગુરુ પરંપરા (ક.૩૫૯-૩૬૧) દર્શાવી છે. અંચલગચ્છના શ્રી ધર્મમૂર્તિસૂરિજી - મુનિ શ્રી કલ્યાણસાગરસૂરિ - મુનિશ્રી કમલશેખરજી - વાચનાચાર્ય શ્રી સત્યશેખરજી + વાચક શ્રી વિવેકશેખરજી અને પંડિત શ્રી વિજયશેખરજી.
પ્રસ્તુત કૃતિનો ‘ચોપાઈ' તરીકે કવિશ્રીએ સ્વયંઉલ્લેખ કર્યો છે.
તાસું ચરિત કહું હું ચુપ(ઈ)સું, ચતુર સુણી ચિત દેઇ (૯) પ્રસ્તુત કૃતિને કવિશ્રીએ ચોપાઈ છંદમાં ગૂંથી નથી પરંતુ ચાર ચરણને જ અહીં “ચોપાઈ ગણવામાં આવી છે. • પ્રસ્તુત રાસમાં દુહા, સોરઠી છંદ જોવા મળે છે. આ ઉપરાંત કવિશ્રીએ કોઈ કોઈ ઢાળમાં એકથી વધુ દેશીઓનો પ્રયોગ કર્યો છે. જેમ કે - ઢાળ ૧૬,૧૨, ૮, ૦માં બે દેશીઓનું નિરૂપણ થયું છે. બાકીની ઢાળમાં જુદી જુદી દેશીઓ પ્રયોજાયેલી છે. ક્યાંક નવી દેશીઓનો વપરાશ પણ થયો છે. જેમ કે - તુલસડી નારી ધૂતારડી, જેહનું કૃષ્ણ ભરતાર રે (ઢા.૧૫); વાલિ રે ભરયૌવન માતી (ઢા.૧૨); સીલ અખંડિત સેવિજ્યો (ઢા.૧૧); વિમલવદન જસ યુગપ્રધાન કે (ઢા.૦);મોહનાંની (ઢા.૧૪). • કવિશ્રીએ ઢાળમાં દેશી સાથે રાગનો ઉલ્લેખ પણ કર્યો છે. જેમ કે- કેદારો (ઢા.૩,૦); દેશાખા મિશ્ર (તા.૫); ગોડી (ઢા.૧૦); અસાઉરી (ઢા.૧૨); મલહાર(ઢા.૬,૯,૧૧); ભૂપાલ (ઢા.૧)
પ્રસ્તુત કૃતિમાં વિહાર કરતા “ઐ” કારાંત શબ્દો જેવા કે- વલગાર્ડ (૩૨), તર્જ (૧૮), પાર્લ (૧૮), વિલર્સ (૨૦), સુખે (૨૮૪), મુજનૈ (૨૮૦), દેહરે (૨૮૯) આવૈ (૨૯૦) જોવા મળે છે.
તેમજ “ઔ' કારાંત શબ્દો જોવા મળે છે. જેમ કે - આપણી (ર૦), કૌતિક (૫૫), દીધી. (ર૮૧), લખ્યો (ર૮૧), તો (ર૮૪).
૧. ગુર્જરેશ્વર કુમારપાળ રાજાના સમયમાં (સં. ૧૧૯૯ થી ૧૨૨૯) આચાર્ય પ્રવર આર્યરક્ષિતસૂરિજી પાટણ આવ્યા ત્યારે કપર્દી શેઠે ખેસના છેડાથી વંદન કર્યું તેથી તે ગચ્છ અંચલગચ્છ નામે પ્રસિદ્ધ થયો. આ ગરછ પૂનમિયા ગચ્છની એક શાખા છે. ૨. આચાર્ય કલ્યાણસાગરસૂરિએ “શ્રી શાંતિનાથચરિત્ર', “સુરપ્રિય ચરિત્ર', વિવિધ છંદોમાં “જિન સ્તોત્રો' તેમજ ‘ગોડી પાર્શ્વનાથના સહસ્ત્રનામમય જીવન’ની રચના કરી છે. (જૈ.૫.ઈ. પૃ.-૫૩૪) ૩. શ્રી વિવેકશખર અને શ્રી વિજયશેખર બન્ને ભાઈઓ હતા.. ૪. શ્રી વિજયશેખરનું સાહિત્ય વૈભવ : (અંચલગચ્છકા ઈતિહાસ, પૃ.-૧૮૬); યશોભદ્ર ચોપાઈ (સં.૧૬૪૩); શાંતિ મૃગસુંદરી ચોપાઈ (સં.૧૬૪૪); સુદર્શન રાસ (વિ. પશ્ચાત્ ૧૬૮૧); સાગરચંદમુનિ રાસ અને અરણિકમુનિ રાસ (વિ. પશ્ચાત્ ૧૬૯૨); ચંદ્રલેખા ચોપાઈ (સં. ૧૬૮૯); ત્રણ મિત્ર કથા ચોપાઈ (સં. ૧૬૯૨); ચંદરાજા ચોપાઈ (સં.૧૬૯૪); દષિદનાનો રાસ(સં. ૧000); નળ-દમયંતી રાસ; જ્ઞાતાધર્મકથાસૂત્ર બાલાવબોધ.