________________
વ્યતિરેક
૧. પાહણ તણા પ્રાસાદ જે, કાલઇં ઢલિ કલિમાંહિ;
પણિ વિક્રમ બલિ ભોજ નૃપ, હજી લગ ́ જસ ઉછાંહિ (૦૫)
પથ્થરનો મહેલ પણ કાળની થપાટ પડતાં સમય આવ્યે ખરી પડે છે પણ મહાબલિ વિક્રમ રાજા અને ભોજ રાજાની કીર્તિ ચીરકાલીન હર્ષ પમાડે છે.
૨.
૪૧૯
જિહાં ગુણ તિહાં નહીં રુપ છબિ, પુંહચિ પદમણિખોડિ; અહો! લાવણ્ય કલા ભરી, એહની જેવી કોઈ ન જોડિ (૯૨)
જ્યાં ગુણ હોય ત્યાં શરીરનું સૌંદર્ય નથી હોતું, જેમ કે પદ્મિની સ્ત્રી. તેના શરીરમાં કમળ જેવી સુગંધનો ગુણ હોય છે. (જેથી તેના વસ્ત્ર ધોબી ધોવા માટે લઈ જાય તો પણ ભમરા તેની સુગંધ લેવા આવે છે.) છતાં તેનું શરીર રૂપાળું નથી હોતું ! વિધાતાએ આટલી ખોટ તેમાં મૂકી છે.
રૂપ અને કલામાં માધવસેના ગણિકા જેવી બીજી કોઈ જગતમાં ન જડે. અહીં લાવણ્ય અને કલા શબ્દના શ્લેષ દ્વારા માધવ સેનાના સૌંદર્ય અને તેની હોંશિયારીની અવ્વલતા વ્યંજિત થઈ છે. 3. જોર કિસ્યું એ આગલઇ ? વાઘણિ પાસ ́ ગાઇ. (૨૧૧)
સાસુનો આકરો સ્વભાવ અને વહુઓ પરનો દાબ વ્યંજિત કરવા સુંદર વ્યતિરેક પ્રયોજેલો છે. ગાય સમાન નરમ ચાર પુત્રવધૂઓ છે અને વાધણ સમાન ક્રૂર અને નિર્દયી સાસુ છે.
યમક અલંકાર :
૧.
કબહીં કથા કહિ હસિ હસી (૧૦૪)
વર્ણાનુપ્રાસ અલંકાર
૧. પ્રાણ પ્રિયા પ્રીતમ કાજŪ (૧૧૧)
અતિશયોક્તિ અલંકારઃ
૧. વિણ જલધરિ પુણ્યે કરી વાલ્હા, અમૃતની હુઈ વૃષ્ટિ(૩૨૧)
ચારે પુત્રવધૂઓ અને કૃતપુણ્યનો મેળાપ થતાં અપાર આનંદ થયો. ત્યારે આકાશમાં વાદળો ન હોવા છતાં અમૃતની વર્ષા જેવી તૃપ્તિ થઈ. બે હૈયાં દ્વેત મટી અદ્વૈત બન્યા.
કહેવત/ રૂઢિપ્રયોગો
૧.
લેખવિધિ ન સોઈ લેખિ(૮૯) : વિધિના લેખ તેવા જ લખાયા છે.
કૃતપુણ્ય મગધસેનાના રૂપથી અંજાયો. તેના તરફ ખેંચાઈને ગણિકાવાસમાં આવ્યો. ત્યારે તેને થયું કે, ‘હું આવ્યો તે સારું થયું. મારા ભાગ્યમાં તેનો યોગ લખાણો છે.’