________________
૪૧૨
વિમાનની ગતિ બતાવે છે. કવિશ્રી લાલવિજયજી રાસનાયકને ચરમ શરીરી ગણી મોક્ષગતિ નોંધે છે.
૮. કવિ શ્રી લાલવિજયજી કૃત કયવન્ના સન્ઝાય (સં. ૧૬૮૦)
પ્રસ્તુત સઝાયના કર્તા તપાગચ્છની વિજય શાખાના શ્રી વિજયસેનસૂરિજી -'શ્રી વિજયદેવ સૂરિજી-પંડિત શ્રી કલ્યાણ વિજયજી –'પંડિત શ્રી શુભવિજયજી- "પંડિત શ્રી લાલવિજયજી છે. • પ્રસ્તુત ચૌદ કડી (પ્રત્યેક કડી ૮ટૂંકની) પ્રમાણ તૂટક છંદમાં રચાયેલી આ સક્ઝાયમાં હ.પ્ર. (ક)માં કવિશ્રીએ રચના સમય કે સ્થાન વિશે ઉલ્લેખ કર્યો નથી પરંતુ આ સઝાયની પ્રાપ્ત થયેલી હ.પ્ર. (ખ), જે સંવત ૧૮૦૮માં પુનઃ મુદ્રિત થયેલી છે, જેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ થયો છે.
સંવત સોલ અસીઈ મનોરથ, વિજય પક્ષિનઉં સીધું;
| વિજયાનંદ સૂરીસર રાજિં, ઉસમાંપુરમાંહિ કીધું' (૧૪) વળી, જૈન ગૂર્જર કવિઓમાં સક્ઝાયની રચના સાલ સંવત ૧૬૮૦ આલેખાયેલ છે તેથી આ સક્ઝાયનું કવન સં.૧૬૮૦માં થયું છે, એવું સિદ્ધ થાય છે.
હ.પ્ર. (ખ)ની અંતિમ કડી અનુસાર તપાગચ્છના વિજયાનંદસૂરિની પરંપરાના આ લાલવિજયજી છે, જેમણે ઉસ્માનાપૂર શહેરમાં આ સઝાયને અક્ષરદેહ આપ્યો છે. વળી, હ.પ્ર.(ક)ની અંતિમ કડીમાં કહ્યું છે.
શુભવિજય પંડિત પય સેવી, લાલવિજય કહિ પ્રાણી.” (૧૪) આ શુભવિજયજી આપણી અભ્યાસની કૃતિના રચયિતા લાલ વિજયજીના ગુરુ છે. આમ, હ.પ્ર. (ક) અને (ખ)નો પાઠ મેળવતાં તારણ કાઢી શકાય કે તપાગચ્છના વિજયપક્ષના વિજયાનંદ સૂરિના શિષ્ય શુભવિજયજીના શિષ્ય પંડિત લાલવિજયજી છે. • ભાષાકીય દ્રષ્ટિએ જોઈએ તો કવિશ્રીની ભાષામાં ક્રિયાપદોના એક વચનમાં “ઉ'કારની ૧. સઝાયનું સ્વરૂપ- જુઓ પરિશિષ્ટ વિભાગ. ૨. અઢી હજાર સાધુઓના ગુરુ, મહાપ્રભાવશાળી જૈનાચાર્ય હતા. સંવત ૧૬૦૪માં જહાંગીર બાદશાહે તેમની તપશ્ચર્યાથી મુગ્ધ થઈ માંડવગઢમાં “જહાંગીર મહાતપા' નું બિરૂદ આપ્યું હતું. તેમને ઉદયપુરમાં રાણા કર્ણસિંહની સમક્ષ લેપકો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. તેમના ઉપદેશથી ઉદયપુરના મહારાણા જગતસિંહે વરસાણા તીર્થમાં પોષ દશમીના દિવસે આવતા યાત્રાળુનો કર બંધ કરાવ્યો. (તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ -પૃ.૬૭-૬૮) ૩. વિજયદેવસૂરિજીની પ્રેરણાથી પીંછોલા અને ઉદયસાગરના તળાવોમાં માછલા પકડવાની જાળોનો નિષેધ કર્યો. ગુરુવારે રાજ્યમાં અમારિ પાળવી, ભાદરવા માસમાં જીવહિંસા ન કરવી એવું રાજાએ એલાન કર્યું. (તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ- પૃ.૬૮) ૪. શુભવિજયજીએ ‘તર્કભાષા વાર્તિક’, ‘કાવ્ય કલાલતા વૃત્તિ મકરંદ', “સ્યાદ્વાદ ભાષા સૂત્ર' પર વૃત્તિ તેમજ ‘સેનપ્રશ્નનો સંગ્રહ’ જેવાં ગ્રંથો સંવત ૧૬૬૧ થી ૧૬૦૧માં રચ્યાં છે. ૫. સમર્થ કાવ્યકાર લાલવિજયજીએ ઘણું સાહિત્ય સર્જન કર્યું છે. મહાવીર સ્વામીનું ર૦ ભવ સ્તવન (સં.૧૬૬૨); જ્ઞાતાધર્મ ઓગણીસ અધ્યયન સક્ઝાય (સં.૧૬૦૩); નંદ મણિયાર રાસ; ઘી સઝાય; સુદર્શન સઝાય (સં. ૧૬૦૬); વિચાર સઝાય (ક.૫); ભરત બાહુબલિ સઝાય (ક.૩૧); કયવજ્ઞાષિસઝાય (સં.૧૬૮૦).