________________
૪૧૧
સાથે સરખાવે છે.
૧૫. યક્ષપૂજન માટે આવેલી સ્ત્રીઓ પોતાના સંતાનોને લઈ પ્રથમ દ્વારથી પ્રવેશ કરતી અને બીજા દ્વારથી પૂજન કરી બહાર નીકળતી. (૨૦૫)
દર્શનાર્થીઓની ભીડને નિયંત્રિત કરવા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
૧૬. નગરમાં પડહ વગડાવ્યો કે, ‘‘યક્ષ પૂજન માટે નહીં આવનાર સ્ત્રીનું સંતાન અવશ્ય મૃત્યુ પામશે, તેથી ચૌદસની તિથિના દિવસે ફરજિયાત આવવું. (૨૦૯)
અહીં યક્ષપૂજન માટે ચૌદસની તિથિ નોંધાઈ છે. અન્ય કોઈ કવિએ તિથિનો ઉલ્લેખ કર્યો નથી.
૧૦. ચારે પૂત્રવધૂઓએ સાસુને ‘આઈ’નું સંબોધન કર્યું છે. (૨૮૮)
સંભવ છે કે તે સમયમાં સાસુને આત્મિયતા માટે ‘આઈ’ (માતા)નું સંબોધન થતું હશે. ૧૮. ચારે સ્ત્રીઓએ બાળકોને કેડમાં ઉપાડયાં અને સાસુએ લાડુનું પોટલું પોતાના માથે લીધું. (૨૯૫) કવિશ્રી ગ્રામીણ જીવનશૈલીની ઝાંખી કરાવે છે. વર્તમાનકાળે ગામડાઓમાં સ્ત્રીઓ પોતાના બાળકોને કેડમાં ઉપાડે છે. વળી, પાલીતાણાની જાત્રા કરતાં ત્યાંના (કાઠી) કોળી જાતિનાં લોકો બાળકોને કેડમાં ઉપાડી જાત્રા કરાવે છે.
૧૯. યક્ષપૂજન માટે નીકળેલી ચારે સ્ત્રીઓએ માર્ગમાં ઘણાં સ્વજનોને જોયાં તેથી તેમનું મન પ્રફુલ્લિત થયું. (૨૯૪)
બાળકો નાના હોવાથી તેમજ સાસુના દાબના કારણે વિશિષ્ટ પ્રસંગો સિવાય સ્વજનો સાથે મેળાપ ન થતો હોય તેથી ઉપરોક્તભાવો કથાપ્રવાહમાં ઝિલાયાં હોય.
૨૦. પુત્રોને યક્ષના ચરણોમાં નમન કરાવી, મોદકનો થાળ નૈવેધ ધરી, સ્ત્રીઓએ યક્ષદેવને બાળકોના કલ્યાણની પ્રાર્થના કરી.(૨૯૬)
૨૧. અભયકુમારે વૃદ્ધાને ‘કિંચિત્’ ધન અને બાકીનું ધન કૃતપુણ્યને આપ્યું.(૩૦૩)
કવિશ્રીએ વૃદ્ધાને મળેલા ધન માટે ‘કિંચિત્’ શબ્દ પ્રયોગ કર્યો છે પરંતુ ધનની સ્પષ્ટતા કરી નથી.
૨૨. પ્રત્યેક ઘરેખીર ખવાતી જોઈ ભરવાડના બાળકે માતા પાસેખીરની માંગણી કરી.(૩૧૨) કવિશ્રીએ ખીર બનાવવાના પ્રયોજન અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
૨૩. માતા થાળીમાં ખીર પીરસી ‘પુત્રના ભલા માટે' પરઘરના કામ કરવા ચાલી ગઈ. (૩૧૫) માતાની મીઠી નજર બાળકને ન લાગે તે કારણે કવિશ્રી આ પ્રમાણે આલેખે છે. ૨૪. બાળકખીરખાવા બેઠો ત્યારે કૃશ કાયાવાળા બે તપસ્વી મુનિરાજ પધાર્યા.(૩૧૬) અન્ય સર્વ કવિઓએ ફક્ત એકજ મુનિરાજનો ઉલ્લેખ કર્યો છે.
૨૫. કૃતપુણ્યના સંયમ જીવન વિશે કવિશ્રી મૌન રહ્યા છે. મુનિરાજ કાળ કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં
ઉત્પન્ન થયા. (૩૨)
રાસનાયકની વૈમાનિક ગતિ એકાદ કવિને છોડી સર્વએ એકમતે સ્વીકારી છે. પરંતુ દેવલોકના સ્થાનમાં ઐક્ય નથી. કોઈ પ્રથમ દેવલોક, કોઈ પાંચમા દેવલોક તો કોઈ સર્વાર્થસિદ્ધ