________________
૪૧૦
3.
x
in
કથાઘટકોમાં પરિવર્તન : ૧. તેજસી શેઠની પુત્રી ધન્યા સાથે કૃતપુયના વિવાહ થયા. (૧૫) ૨. ધનેશ્વર શેઠ અને સુભદ્રા શેઠાણીનું મૃત્યુ તીવ્ર જ્વર રોગથી થયું. તેઓ કાળ કરી દેવલોકમાં
ગયા. (૩૬)
કૃતપુણ્યના માતા-પિતાને થયેલ રોગ અને મૃત્યુ બાદની દેવ ગતિ અંગે અન્ય કવિઓ મૌન રહ્યા છે. કવિશ્રી આ પ્રસંગે નવીન વિચારો ટાંકે છે. ધન્યાએ પોતાના પિયરનું બચેલું એક અમૂલ્ય આભૂષણ આપી, ઘરની પરિસ્થિતિનો ચિતાર પતિને જણાવવા દાસી દ્વારા સંદેશો પાઠવ્યો. (૪૫-૪૬) દાસીનો સંદેશો સાંભળી કૃતપુણ્ય ભારે દુ:ખી થયો. (૪૦) કૃતપુણ્યને ખસેડવા ગણિકાવાસની દાસીઓએ તેની સામે ધૂળ ઉડાડી તરકટ રચ્યું. (૫૧) કૃતપુણ્ય ધન્યાને ખૂબ ચાહતો હતો તે જોઈ લોકોએ તેને ઠપકો આપતાં કહ્યું, “હવે જાગૃત થયો છે! પરંતુ જો પહેલાં ચેત્યો હોત તો સંતાનનો વંશવેલો વૃદ્ધિ પામત. આ પુત્ર નહીં પરંતુ શત્રુ છે, જેણે માવતરને જીવતે માર્યા છે.” (૮૨-૮૩)
કૃતપુણ્ય બાર-બાર વર્ષ સુધી વેશ્યાવાસમાં રહ્યો, જે તે ધન્યા સાથે રહ્યો હોત તો તેનાં સંતાનો મોટાં હોત. અહીં લોકોએ તેને ઉપાલંભ આપ્યો છે. વેશ્યાવાસને ખરાબ ગણ્યો છે. છે. લોકોનો ઉપાલંભ સાંભળી કૃતપુણ્ય વ્યાકુળ બન્યો ત્યારે ધન્યાએ લોકોના શબ્દો તરફ લક્ષ ના
આપવાનું સૂચન કર્યું. (૮૫). કૃતપુણ્ય વ્યાપાર કરવા પરદેશ જવા તૈયાર થયો ત્યારે ધન્યાએ પોતાની પાસે રહેલી એક હજાર સોનામહોર આપી ધનની જોગવાઈ કરી દીધી. (૮૦)
અહીંધન્યાનો કરકસરવાળો સ્વભાવ, બચત અને સંકટમાં ઉપયોગી થવાની વૃત્તિ નજરે ચડે
છે. ૯. વૃદ્ધાએ કૃતપુણ્યને પુત્ર બનાવી કહ્યું, “આ ચારે સ્ત્રીઓ તારા ભાઈની પત્નીઓ છે. આજથી તું
એમનો સ્વામી છે.'(૧૧૮) ૧૦. ઘુટો જોઈ પુત્રએ વિચાર્યું, “મારા પિતાજી મારા માટે આ ઘેટો લાવ્યા છે.” (૧૫૯) ૧૧. રાજાએ સેચનક હાથીને છોડાવવા રાજભંડારમાંથી જયકાંત મણિ મંગાવ્યું પરંતુ રાજકોષમાં
ઉપલબ્ધ ન હતું. (૧૯૪-૧૯૬) ૧૨. “કંદોઈને પુત્રી આપતાં સમાજમાં હાસ્યાસ્પદ થશું,” એવું મહારાજા શ્રેણિકે વિચાર્યું. (૨૧૧)
આજે પણ ગામડાઓમાં આ પ્રથા જીવંત છે. ઘણી કોમોમાં પર (પંજાબી, સિંધી આદિ) જ્ઞાતિમાં લગ્ન કરનારને મહાજન જ્ઞાતિ બહાર કરે છે તેમજ તેમને સારા પ્રસંગોમાં સમાજમાં સંમેલિત
કરતા નથી.
૧૩. નવવિવાહિત યુગલ (કૃતપુણ્ય અને મનોરમા) હાથી પર આરૂઢ થયા. (૨૫૦) ૧૪. યક્ષ પ્રાસાદના ગાભારામાં દેવમૂર્તિ જેવી કૃતપુણ્યની સ્વરૂપવાન મૂર્તિ સ્થાપવામાં આવી. (૨૦૨)
અહીં કવિએ યક્ષ પ્રાસાદની જિનાલય જેવી કલ્પના કરી છે. વળી, કૃતપુણ્યનાં રૂપને કામદેવ