________________
૪૦૯
૩. દુષ્ટની સંગતિથી સુલક્ષણો કુલક્ષણોમાં પરિવર્તિત થાય છે. (૨૦-૨૫)
આ કથનની પૂર્તિ માટે પગરખા, ગંગાજળ અને કાજળનાં દૃષ્ટાંતો કવિશ્રીએ ટાંક્યાં છે. ૪. ધિક્કાર! છે વિષયવાસનાને, જે ચતુરને વિહ્વળ બનાવે છે, ધૈર્યવાનને ચંચળ બનાવે છે અને જ્ઞાનીને ખૂબ દુ:ખી કરે છે. (૩૪) ૫. ઠગ વેશ્યાએ લુચ્ચાઈ બતાવી. કૃતપુણ્ય ઠગાઈ માટેના ષડયંત્રનો ભોગ બન્યો ત્યારે તેનું હૈયુ ચોટ ખાઈ ગયું. કવિશ્રી તે પ્રસંગે માંસાહાર, મદિરાપાન, ભોગવિલાસમાં રમણ કરતાં ચિત્ત તેમજ વેશ્યાગમનને નરકનાં મૂળ કારણો ગણે છે. (૫૮) ૬. માતા-પિતાના આશીર્વાદથી યશ-પ્રતિષ્ઠા વધે છે તેમજ સુખી થવાય છે. (૬૬)
અહીં માતૃભક્તિ અને પિતૃભક્તિનો મહિમા ગવાયો છે. ભારતના લોકસાહિત્યોમાં પણ ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં' એવી પંક્તિઓ કવિઓ દ્વારા આલેખાઈ છે. એકબાજુ પ્રાચીન સાહિત્ય સંસ્કારી પુત્રોથી સમૃદ્ધ છે, તો બીજી બાજુ આજના કેટલાક કપૂતો પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમોમાં મોકલવવા ‘વેઈટીંગ લીસ્ટ'ની કતારમાં રાહ જોતાં ઉભા છે! છે. માતા-પિતાના અવસાનથી શોકાતુર બનેલા કૃતપુણ્યને તેની પત્ની ધન્યાએ સૂર્ય, ચંદ્ર અને સાગર જેવા પ્રાકૃતિકદષ્ટાંતોના ઉપદેશો વડે સાંત્વના આપી. (૦૫-૦૮)
- સૂર્યની દિવસમાં ત્રણ અવસ્થા બદલાય છે. ચંદ્ર પણ એક પખવાડિયામાં વધે અને બીજા પખવાડિયામાં ઘટે છે. સાગરમાં પણ ભરતી અને ઓટ આવે છે, તેમ મનુષ્યના જીવનમાં પણ સારાંનરસાં દિવસો આવે છે. ૮. આ જગત સ્વાર્થમય છે, તેની સિદ્ધિ કરવા કવિશ્રી વૈધનું દષ્ટાંત આલેખે છે. (૧૩૧-૧૩૨) ૯. ચારે પુત્રવધૂઓની નીડરતા અને બળવો કરવાનો પલટાયેલો સ્વભાવ જોઈ વૃદ્ધા ઢીલી પડી. તે સંદર્ભમાં કવિશ્રી “અતિ સર્વત્ર વર્જયતે' આ યુક્તિ ટાંકી પૌરાણિક અને વ્યવહારિક દષ્ટાંતો આલેખે છે.
અતિ તાણવાથી દોરડું પણ તૂટી જાય છે. મંદાર પર્વતને રવૈયો બનાવી અતિ મંથન કરતાં સમુદ્રમાંથી વિષ પ્રગટ થયું, જે શંકર ભગવાનને કંઠમાં ધારણ કરવું પડયું તેથી ‘નીલકંઠ' કહેવાયા. ભલે ચંદનનો સ્વભાવ શીતલ હોવાથી વિશ્વમાં પ્રસિદ્ધ છે પરંતુ આ જ ચંદનના વૃક્ષો (અરણિ) જ્યારે પરસ્પર અથડાય છે, ત્યારે તેમાંથી અગ્નિ ઝરે છે. ખરેખર! અતિરેકપણું સર્વત્ર ત્યાજ્ય છે. (૨૯૧,૨૯૨)
સંવાદાત્મક શૈલી : ૧. ગણિકાવાસમાંથી ધન ઉઘરાવવા આવેલી દાસી અને ધન્યા સાથેનો સંવાદ, જેમાં પતિધર્મ નિભાવતી ત્યક્તા ધન્યાની આત્મકથાનું શબ્દચિત્ર કવિશ્રીએ ઉપસાવ્યું છે. (૩૦-૪૬) ૨. અક્કા અને અનંગસેનાનો સંવાદ, જેમાં ગણિકાની મનઃસ્વિતા અને ગણિકાચારની તાલિમ અપાઈ છે. (૫૨.૨-૫૪)