________________
પ્રધાનતા છે. જેમકે છબિઉ, છોડાવિઉ, પરણાવઉ, બાંધિઉ, ફાવિઉ, આવિઉ, કાઢિઉ, મેહલિઉ, જાવઉ, લાવઉ, થઈઉ, રહિઉ, કરસિઉ, ઉલખીઉ, જનમિ, વહુરાવિઉ, પામિઉ વગેરે.
સજ્ઝાયમાં કથા સાથેનો સુમેળ જળવાયો છે. કવિશ્રીએ આ કૃતિ ખૂબ ટૂંકાણમાં રચેલી હોવાથી તેમાં કોઈપણ પ્રકારના વર્ણનોની પ્રસ્તુતિ થઈ શકી નથી. તે ઉપરાંત અલંકારોની ગૌણતા જ રહી છે. છતાં ટૂંકાણમાં કથા નિરૂપણ એ પ્રસ્તુત કૃતિની આગવી વિશેષતા છે.
આ સજ્ઝાય સંક્ષિપ્ત હોવા છતાં, પ્રસંગોપાત ઉપદેશાત્મક શૈલીનો કવિશ્રીએ પ્રયોગ અવશ્ય કર્યો છે. જેમ કે
૧.
દાન આપ્યા વિના સંપત્તિ પ્રાપ્ત થતી નથી. ભોજનના સમયે અતિથિ સંવિભાગની ભાવના
ભાવવી જોઈએ, એવું ગંગદત્તના પાત્ર દ્વારા કવિ ઉપદેશે છે કે- (૨) જુદાંન ન દીધૂં તુ દોહિલિ આપામી;
જઉ આવઈ મુનિવર તઉ આપું સિરનામી.
૪૧૩
૨.
સંક્ષિપ્ત કાવ્યમાં સંવાદાત્મક શૈલીમાં કવિ ખરા ઉતરે છે. (૭-૮) ‘“ બાર વરસ યૂં સૂતા હૂતા ? સાર્થ ઉપરાજી વલીઉ;’’ ‘‘સૂતા નૂ હુતા દેહ ભલૂં છઇ સાર્થ અનેરુ મિલીઉ;'' ઘરણિ કહિ ‘‘રૂં લાવ્યા ઉપરાજણ નવિ દેખું?’’ ધણી કહિ ‘‘પાછલિ છઇ આવિં કરસ્યું લેખું; સંદેહ હજી છઇ ન મિલિઇજિહાં લગિસાચું'' ‘‘હવિં ઘયરિ પધારુ તુમ્હે દીઠઇ અમ્હે રાચું.''
પતિ-પત્નીનો ઘરેલુ સંવાદ રોચક છે, જેમાં એક બાજુ પત્નીની દિલની વિશાળતા તો બીજી બાજુ ઢાંકપિછોડો કરતો કૃતપુણ્ય નજરે ચડે છે.
કથા ઘટકોમાં પરિવર્તન
૧.
શ્રીપુર ગામની આહીરાણીનું નામ ગંગા હતું. ગંગાના પુત્રનું નામ ગંગદત્ત હતું. (૧) કવિશ્રીએ સજ્ઝાયના પ્રારંભમાં જ કૃતપુણ્યનો પૂર્વભવ આલેખ્યો છે.
આર્થિક સ્થિતિ વણસતાં માતા અને પુત્ર શ્રીપુર નગરના કોઈ શ્રેષ્ઠીને ત્યાં આવીને રહ્યા. ભરણપોષણ માટે તેમણે પરિશ્રમને જીવનમંત્ર બનાવ્યો. (૧)
૨.
અહીં કવિશ્રીએ માતા અને પુત્રનાં કાર્યનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું નથી. સંભવ છે કે કથાને ઝડપથી કહેવા માટે ‘આવ્યાં કામ કરાં’ એવું કહી કથાપ્રવાહમાં કવિ ઝડપથી આગળ વધે છે. ૩. પુત્રએ ખીરના ભોજનની હઠ પકડી ત્યારે ગરીબડી માતાએ કહ્યું, ‘‘ઉહનૂં જમ્યાં થયા છ મહીના’ અર્થાત્ છ મહિનાથી બાળકે ટાઢું ભોજન ખાધું છે પરંતુ ગરમ ભોજન જમ્યો નથી. (૧)
અહીં લાચારી, ગરીબી અને પાપોદયતાના કારણે ગંગાની દુઃખદ મનઃસ્વિતા છતી થાય છે. પાડોશણોએ ખીર માટે ખાંડ, ઘી, સાકર અને દૂધ પ્રેમથી આપ્યા. (૧)
૪.