________________
૩૯૧
લાકડી ફટકારી.(૩૯)
રોગ ચક્રવર્તીને કલવલતો કરી દે છે, તેમ નિર્ધનતા માનવીને વિનવણી કરતો કરી દે છે. અહીં વિનવણીમાંથી આક્રોશજન્મ્યો છે. એક તો નિર્ધનતા અને બીજી બાળહઠ! કમનસીબ માતાએ કંટાળીને જીદે ચડેલા પુત્ર પર હાથ ઉગામ્યો. કવિશ્રીની આ કલ્પના પ્રસંગોપાત સ્વાભાવિકલાગે છે.
૧૪. પોતાના ભોજનમાંથી સાધુને સહભાગી બનાવવાની ગંગદત્તે શુભભાવનાભાવી. (૪૪)
હકીકતમાં ગંગદત્ત જૈનધર્મી ન હોવા છતાં સુપાત્ર દાનની ભાવના ભાવે છે. બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં શ્રાવક ભાણે બેસી એવી જ ભાવના ભાવે છે. આગાર ધર્મને પ્રકાશિત કરવા કવિશ્રી કથાપ્રવાહમાં પ્રસંગોપાત આ વાતને ગૂંથે છે.
૧૫. તપસ્વી અને અભિગ્રહધારી મુનિ ગંગદત્તના ઘરે પધાર્યા. (૪૫)
શુભ ભાવનાના પ્રતિબિંબ સદૈવ પડે છે, ચંદનબાળાને પ્રભુવીર મળ્યા તેમજ સંગમ ગોવાળને તપસ્વી મુનિરાજ શુભ ભાવ વડે મળ્યા.
૧૬. ગંગાએખીરની તોલડી ઊંધી પાડી. (૪૮)
૧૭.
‘મારો દીકરો ખૂબ ભૂખ્યો છે, તેથી તેને ખીર ખાતાં સહેજ પણ વાર ન લાગી.’ આ પ્રમાણે માતાએ વિચાર્યું અને ગંગદત્તને માતાની મીઠી નજર લાગી. (૪૮)
અછત અને સ્પૃહાના કારણે નજર લાગવાના કિસ્સા પ્રાચીન કાળમાં પ્રચુર પ્રમાણમાં બનતા હશે, તેવું અહીં સ્પષ્ટ થાય છે.
૧૮. ગંગદત્ત મૃત્યુ પામી સુભદ્રા શેઠાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો.(૫૪)
૧૯. કૃતપુણ્યના વિવાહ સોહાસણિ નામની કન્યા સાથે થયા. (૬૩)
વર કન્યાના વય સંબંધી પ્રાયઃ સર્વ કવિઓ મૌન છે.
૨૦. જિનમંદિરમાં પૂજા કરવા ગયેલી સોહાસણિએ નગરની સ્ત્રીઓના મુખેથી પોતાના સૌભાગ્યની પ્રશંસા સાંભળી.(૬૪)
આવી મનોભાવના કોઈ કવિએ કથાપ્રવાહમાં પ્રયોજી નથી.
૨૧. સોહાસણિને સાસુ-સસરા પ્રત્યે કોઈ ફરિયાદ ન હતી. તેનો પતિ સુંદર હતો પણ સંસારની રીતભાત જાણતો ન હતો. શાલ્મલી વૃક્ષ સુંદર હોવા છતાં તેનાથી શું પ્રાપ્ત થાય ? (૬૫) સ્ત્રીઓને થતાં અન્યાય અંગે પરંપરા પ્રેમી માનવસમાજ લગભગ બેજવાબદાર રહ્યોછે.
૨૨. ધનદત્ત શેઠે કૃતપુણ્યને સંસારની ગતિ શીખવાડવા મિત્રોને તેડાવ્યા. તેમના હાથમાં ત્રણ રત્નો
આપ્યાં.(૬૬)
મિત્રોના હાથમાં ધનદત્ત શેઠે ત્રણ રત્નો આપ્યાં તેવો ખુલાસો ફક્ત કવિ ઋષભદાસ જ કરે છે. ૨૩. કૃતપુણ્યને ગણિકાના ઘરે એકલો મૂકી ચારે મિત્રો જુદા જુદા બહાના કરી ચાલ્યાં ગયાં. એકે ચાવીનું, બીજાએ લઘુશંકા નિવારણનું, ત્રીજાએ દુકાન સંભાળવાનું અને ચોથાએ બધા ક્યાં ગયા તેમને જોઈ આવું એવું બહાનું કાઢી ચાલ્યા ગયા.(૬૯)