________________
૩૯o
જે. 4
કથાઘટકોમાં પરિવર્તન : ૧. મંગલાચરણમાં અવસર્પિણી કાળના આધ તીર્થકર શ્રી કષભદેવની કથાને કવિશ્રીએ સ્પર્શ કર્યો
છે. ત્યાર પછી ‘કયવન્ના શેઠ'નો રાસ પ્રારંભ કર્યો છે. (૧-૪) ૨. રાસના પ્રારંભમાં કૃતપુણ્યના પૂર્વભવપરપ્રકાશ પાડ્યો છે. (૫)
રાજગૃહી નગરીની પાસે એકનેસડામાં ગોવાલ આહીર રહેતો હતો. (૬) ગોવાલ આહીર આર્થિક દ્રષ્ટિએ શ્રીમંત હતો. તેને ત્યાં ગાય ભેંસ આદિ વિપુલ પ્રમાણમાં પશુધના હતું. વળી તેના ઘરે ઘણાં દાસ દાસીઓ અને રોકડ નાણું હતું. (૦-૮)
ગોવાલ આહીરની ગોપ સંસ્કૃતિ અને શ્રીમંતાઈનું લાક્ષણિક વર્ણન અન્ય કોઈ કવિઓએ કર્યું નથી. ૫. તે શ્રીપતિ નામના વણિક સાથે ઘીનો વ્યાપાર કરતો હતો. (૯)
આહીરને ત્યાં ઘણાં દુઝાણાં હોવાથી ઘીનો વ્યાપાર કરે તે ઉચિત છે. ૬. ગંગાઘીના ઘડાઓ લઈશ્રીપતિ શેઠની દુકાને ગઈ. (૧૧) છે. પાડોશીએ ઈર્ષાવશ શ્રીપતિ શેઠપ્રત્યે અણગમો વ્યક્ત કર્યો. (૧૨)
એકપાડોશીને બીજા પાડોશી પ્રત્યે ઈર્ષા હોય છે; એવો ભાવ કવિશ્રી વ્યંજિત કરે છે. ૮. ગંગાએ પાડોશીના વચનોને ગણકાર્યા નહીં. તેણે વિચાર્યું, “પાડો (અનિષ્ટ), પંડિત, નોકરાણી,
દુકાનદાર, પાડોશી, મીંઢો, મલ્લ અને ભિખારીને પરસ્પરખાર, રોષ કે અણગમો હોય છે.” (૧૩) ૯. ગંગા શ્રીપતિ શેઠને મળવા જિનાલયમાં ગઈ. કાયમ લઘરવઘર રહેનાર શ્રીપતિ શેઠ સુંદર વસ્ત્રો
અને અલંકારો પહેરી જિનપૂજા કરી રહ્યા હતા. (૧૫) ઘીનો વ્યાપાર કર્માદાનમાં ગણાય છે કારણકે માખણએ અનંતકાય અને અભક્ષ્ય છે. તેને અગ્નિ પર ચડાવતાં અનંત જીવોનો સંહાર થાય છે તેથી શ્રાવકોએ શેઠના પાપમય વ્યાપારને વખોડયો. (૧૮)
શ્રી આવશ્યકસૂત્રના સાતમા વ્રતમાં પંદર પ્રકારના કર્માદાન દર્શાવ્યા છે. તેમાં “રસવાણિજ્જ” એટલે મધ, માખણ આદિ વિગયનો વ્યાપાર કરવો એ મહાપાપ ગણાયો છે. કવિશ્રીએ સિદ્ધાંતની વાત ટાંકી ઉપદેશ આપ્યો છે. વળી, તે સમયના શ્રાવકો ચુસ્ત જૈન ધર્મી હશે, એવું અહીં પ્રતીત
થાય છે. ૧૧. ગંગાને જિનપૂજા કરતાં સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ ગંગદત્ત (ગંગીયો) રાખ્યું. (૨૩)
અહીં જિનપૂજાનું માહાસ્ય દર્શાવ્યું છે. વળી, ઘીનો વ્યાપાર ઈત્યાદિ બાબતોનો ઉલ્લેખ
અન્યત્ર પ્રાપ્ત થતો નથી. ૧૨. એક દિવસ ગોવાળો ખીર ખાઈ રહ્યાં હતાં, ત્યારે ગંગદત્તને ખીર ખાવાની ઈચ્છા થઈ પરંતુ તે
જ્યારે ઘરે જમવા બેઠો ત્યારે માતાએ ટાઢી રોટલી આપી. (૩૫) ૧૩. ગંગાએ પુત્રને ઘણો સમજાવ્યો પરંતુ ગંગદત્તે જીદ ન છોડી ત્યારે માતાએ બાળકના બરડા પર ૧.ગોપ સંસ્કૃતિનો ઇતિહાસ જુઓ પરિશિષ્ટવિભાગ.