________________
૩૯૨
આ પ્રકારના ભાવો અન્ય કોઈ કવિએ ટાંક્યા નથી. કવિશ્રીએ પોતાની કલાના શક્તિ વડે મિત્રોએ લીધેલા છળનો આશ્રય વર્ણવ્યો છે. ૨૪. સોહાસણિએ પોતાના અલંકારોને સૂંડલીમાં ભરી તેને રૂની પૂણી વડે ઢાંકી દીધા. (૧૬) ૨૫. દરવાજા પાસે બહાર ઉદાસ ઉભેલા પોતાના પતિને સોહાસણિએ ઓળખી લીધો. (૧૩૧)
સોહાસણિએ આર્થિક સંકડામણમાં પણ ફરજથી ચુત થયેલા પતિને માફ કરી પોતાના દાંપત્યજીવનમાં તિરાડ પડવા ન દીધી કે ખટરાગ ઉભો ન કર્યો. ૨૬. કૃતપુણ્ય પોતાના ઘર તરફ જવા નીકળ્યો, ત્યારે તેને પોતાનું ઘર ન મળ્યું, તેથી મનમાં લજ્જિત
થયો. ત્યારપછી ગડમથલ અનુભવતો પોતાના ઘરે કઈ રીતે પહોંચ્યો તેની સ્પષ્ટતા કવિશ્રીએ
કરી નથી. (૧૩૦) ૨૦. સાર્થપતિ ધનદત્ત શેઠનો મિત્ર હતો. (૧૩૬) ૨૮. પરદેશ જવા માટે ધનની જરૂર પડતાં બંને મકાનો ગીરવે મૂકાયાં. સોહાસણિએ ચોખા, દાળ, લોટ અને લાડુભાતા તરીકે કૃતપુણ્યને આપ્યાં. (૧૩૦)
જંદગીનો અને જરૂરિયાતનો બોજ ઉંચક્યા વિના જીવન વેંઢારવું શક્ય જ ન હતું કારણકે રાસનાયક આખા ઘરનો આધાર હતો.
શ્રી વિનયવિજયજીએ એક મકાન ગીરવે મૂકવાનો ઉલ્લેખ કર્યો છે, જો બન્ને મકાનો ગીરવે મૂકે તો સોહાસણિ ક્યાં રહે? તેથી વિનયવિજયજીનો મત વધુ યોગ્ય લાગે છે. ૨૯. કૂતપુણ્યપરદેશ જવા નીકળ્યો તે અરસામાં જ રાજગૃહીમાં કુબેરદત્તનું મૃત્યુ થયું. (૧૪૪)
આ કુબેરદત્ત કોણ હતો તેનો કવિશ્રી એ કોઈપરિચય આપ્યો નથી. ૩૦. પ્રાચીનકાળમાં ઘરમાટે “મંદિર' શબ્દનો પ્રયોગ થતો હતો. (૧૪૬) ૩૧. કૃતપુણ્ય હવેલીમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરતો ત્યારે સ્ત્રીઓ તેનો હાથ ઝાલી રોકી લેતી
અને વૃદ્ધા તેને બેસવા માટે આસન આપી કહેતી, “બેટા! તું અત્યંત સ્વરૂપવાન છે. તને કોઈ દુષ્ટની નજર લાગશે. તું શા માટે નીચે જવા માંગે છે.” આમ, કહી કૃતપુયને ઉપરની મંજિલે જ રોકી રાખતા. (૧૫૩-૧૫૪)
કવિશ્રીએ પોતાની વર્ણનાત્મક શક્તિથી આ પ્રસંગને સુંદર રીતે ખીલવ્યો છે. ૩૨. ચારે વહૂઓએ કૃતપુણ્યને બાર વર્ષ પૂર્વની વસ્તુઓ (આટો, ખીચડીની દાળ-ચોખા અને કોથળી) પાછી આપી. (૧૬૩)
આપણા પૂર્વજો ઘી, ગોળ, રોટલા-રોટલી અને ખીચડી જેવો સાત્ત્વિક ખોરાક ખાતા હતા, તેવું સિદ્ધ થાય છે. ૩૩. કૃતપુણ્યને અવસ્થાપિની નિદ્રામાં પોઢાડી તેનો પ્રથમનો દરવેશપહેરાવ્યો. (૧૬૪) ૩૪. ચારે સ્ત્રીઓ અને સાસુ શસ્ત્ર લઈ રાત્રિના બે પ્રહર પસાર થયા ત્યારે કૃતપુણ્યને ઊંઘમાં ખાટલા
સહિત ઉપાડી સાર્થમાં મૂકવા ગઈ. (૧૬૪-૧૬૫)
બે પ્રહર એટલે મધ્યરાત્રિએ ઉઠાંતર કાર્ય થયું તેથી સ્વરક્ષણ માટે સ્ત્રીઓએ શસ્ત્રો ધારણ