________________
૩૦૮
છાસી વિલોઇનેં નાંખીયઈ, માંખણ તાવીનેં રાખીયઇ; રુપિન રાચેં વેશ્યા કોઈ, જિહાં દ્રવ્ય તિહાં આદર હોઈ. સૂકિ કમલ નવિ ભમિ ભૂયંગ, સુકે સર સારસ ન સંગ; દાધિ વનિ મૃગલા નવિ ચરંતિ, ભૂપતિ ભાવઠિ પાલો હીડંતિ. બાખડનેં કો બાંધે બાર? બેટિ! કાઢિ મેલ ઇસિ વાર; સાર સંગ્રહીને રાખીયઇ, છેરિ છુંબરીનેં નાંખીયઇ. આપ કાઐ સહુ આદર કરે, નિરધન નર આપણું મન હરે; ધર્મ આપણો એ દાખીઇ, જિહાં વિત્ત દીસેં તાં રાખીઇ''
૨.
ચારે સ્ત્રીઓના પતિભક્તિના વિનિયોગમાં તે સમયની જીવનશૈલી અને આહાર પદ્ધતિ છતી થાય છે. એક સ્ત્રીએ પ્રભાતે દંતમંજન માટે બાવળનું દાતણ અને પાણી આપ્યું. બીજી સ્ત્રીએ દેહ મર્દન કરવા ચંદનનો લેપ અને સ્નાન બાદ અંગલૂછણ માટે અંગપૂંછણો આપ્યો ત્યારપછી કિંમતી વસ્ત્રો પરિધાન કરવા આપ્યાં. ત્રીજી સ્ત્રીએ ભોજનની વેળા થતાં થાળમાં વિવિધ પકવાનો અને મોદક પીરસ્યાં. ચોથી સ્ત્રીએ ભોજન બાદ મુખવાસમાં પાન-સોપારીનાં બીડાં અને લવિંગ આપ્યાં. (૫૩) એકે આપ્યું દાંતણ નીર, બીજી ચંદન લૂંહણ ચીર;
ત્રીજી મેવા મોદિક નૈ પકવાન, ચઉથી લવિંગ ને ફોફલપાંન.
૪.
સોહાસણિએ સાર્થમાં પતિને ન જોયો ત્યારે તેના મનમાં અમંગળ વિચાર પ્રગટ થયાં. તે સમયે
આક્રંદ કરતાં પદ્માવતી રાણીની જેમ પોતાના પૂર્વ કર્મોની આલોચના કરી. સોહાસણીની આ આલોચનામાં પાપકર્મોનું દીર્ઘ વર્ણન છે. કવિશ્રીનું શાસ્ત્રોક્ત અખૂટ જ્ઞાન અને વિષયને અનુરૂપ વર્ણન શૈલી પ્રશંસનીય છે. (૬૫-૦૬)
હાથિ ચઢ્યો ઉડાડ્યો હંસ, મેં મૂરખ મોકલીઉ કંથ. કિ નાખી જલ માંહિ જાલિ, કિમેં કહિનેં દીધી ગાલિ; સીલ ન પાલું સુધિ ચિત્ત, કિ મેં વાહી લીધાં વિત્ત. ભુખ્યા તરસ્યાં ગોરુ જેહ, સાર સંભાલ ન કીધી તેહ; ભલા લાભ મેં લીધો ઘણો, કે મેં કુડો કાઢ્યાો કરો. પાપી સું કીધો પરવાર, ધર્માધર્મ ન લહૂં વિચાર; પિસુનપણું કીધું પરતણું, તો દુખ પામ્યાં આપણ ઘણું. માંગ્યાં આપ્યા હલ હથિયાર, જેણે થાઇ જીવ સંહાર; મંત્ર જંત્ર કામણ મેં કીધ, પુછી બુધિ તે પાડુવી દીધ. કિ મેં ભોજન કીધાં રયણિ, પાપ ન આલોયા મન વયણ; દેવ ન માન્યા ગુરુ મા બાપ, તો મેં આજ પામ્યા સંતાપ. કે મેં તોડી તરવર ડાલિ, કે મેં ફોડી સરોવર પાલિ;
કે મેં દીધાં કુડાં આલ, કે મેં માત વિછોહાં બાલ.
કે મેં કરુણા ન કરયો ધર્મ, કે મેં બોલ્યા મોસા મર્મ;
કે મેં સાધુ સાધવી સંતાપ્યા સાર, અસૂઝતાં મેં આપ્યા આહાર.