________________
૩oo
નીકળી. તેણે એક વડની નીચે એક સૌભાગ્યશાળી શેઠને સૂતેલો જોયો. તેણે ખાટલો ઉપાડવા પૂર્વે પકડાઈ જવાના ભયથી ડાબી અને જમણી તરફ જોયું. રખે ચોરી કરતાં કોઈરાજસેવક જોઈ જાય!
યમક અલંકાર : ૧. ભણ્યો ગુણ્યો જાણે અભિરામ (૧૮) ૨. માયતાય તવ પુણતાંતે પારિ (૨૧) ૩. મોદક વીસ ત્રીસ તવ કીધ (૪૧)
વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અલંકારઃ ૧. દાન જમલ કહુ કહીઇ કોય (૩)
કેલિ કતોહલ કરિ કેવન (૨૦) વાણોત્તર વરજ્યા વ્યાપાર (૨૧) સુકે સર સારસન સંગ(૨૮)
કેૐ કટારી ને કરવાલ કરિ (૪૦) ૬. મોદક લેઇમેહલી માટલી (૫૦) છે. સુડી સોર્ટ સંઘેસરૈ, (૯૪) ૮. જુગતૈજુગતી જોડી જોડ (૯૯) ૯. થોકેંથોકૅથઇ થાનકૅચડે (૧૦૮) ૧૦. સરખેં સરખાં સમંધી મિલ્યા, પહિરાંમણી પહિરીનેં ચાલ્યા (૧૦૦)
કહેવત/ રૂઢિપ્રયોગ : ૧. રાંકાં હાāરયણ કિમ ઘર્ટે (૯૦) : ગરીબના ભાગ્યમાં કિંમતી વસ્તુનો યોગ ક્યાંથી હોય? ૨. લહિણું લેતાં દેણું થયઉ (૯૦) સવળું કરવા જતાં અવળું થયું.
વર્ણનાત્મક: ૧. પુત્રીને ગણિકાચારની સમજણ આપતી અક્કા, જેમાં સાર વસ્તુનો સંગ્રહ અને અસાર વસ્તુનો ત્યાગનો વિસ્તારપૂર્વક ઉપદેશ અપાયો છે. (૨૪-૩૦)
નિરધનને આદરમત કરો, કુલાચાર આપણો આદરો; જિહાં જિહાંગુલ તિહાં ચાંખીઇ, રસલેઇ કુચા નાંખીઇ” મદનમંજરી વાધ્યો પ્રેમ, “બાર કોડિ જેહનાં વિલમ્યાં હેમ;” “બેટી ! નિરધન નર તે સાપ, રાખી કાંઇ ફગા(વ)ઇ આપ. ફોકટ સીહનિ કરડી કુંછ, હાથ થકી નવિ મુંકૈ મુંજી; એ આચાર અજિં આપણો, દ્રવ્ય હીણો પાર્લે પરહોણો.