________________
૩૦૬
અહીં કયા દેવલોકમાં ગયા તેનો ઉલ્લેખ કર્યો નથી.
૨. કવિ શ્રી રતનસૂરિ કૃત કયવન્ના રાસ (આશરે ૧૫૦૯)
વિક્રમીય સંવત આશરે ૧૫૦૯માં ૧૧૦ કડી પ્રમાણ ‘કયવન્ના રાસ' રચ્યો છે. આ રાસના રચયિતા પૂનમ ગચ્છના શ્રી સાધુરતનસૂરિજી છે.
સાધુ રતન સૂરિના શિષ્ય શ્રી પાર્શ્વચંદ્રસૂરિ છે, જેમણે સં. ૧૫૦૨માં તપગચ્છના ’શ્રી સાધુરતન સૂરિજી પાસે દીક્ષા લીધી. તેમણે પ્રરૂપેલી કેટલીક સમાચારીના પરિણામે શ્રી પાર્શ્વચંદ્રસૂરિને માનનારા ‘પાયચંદ ગચ્છ' ના નામે ઓળખાયા. તે અનુસાર તેમની ગુરુ પરંપરાની પટ્ટાવલી ‘ઈંડિયન એંટિકવરી’ના સં.૧૮૯૪ના અંકામાં આપેલ પાયચંદ ગચ્છની પટ્ટાવલી પ્રમાણે શ્રી રત્નશેખરસૂરિ + શ્રી ગુણચંદ્રસૂરિ – શ્રી હેમ-હંસસૂરિ – શ્રી હેમસમુદ્ર – શ્રી લક્ષ્મીનિવાસસૂરિ – શ્રી સોમરત્ન -> શ્રી રાજરત્ન- · શ્રી પુણ્યરત્ન સૂરિ – શ્રી સાધુરતનસૂરિજી.
•
પ્રસ્તુત કૃતિમાં ક્રિયાપદના એકવચનમાં ‘ઐ’ કારાંત અને ‘ઔ’ કારાંત શબ્દ પ્રયોગો થયા છે. જેમ કે – ઐ = કાઢે, પછૈ, જાણä, ખંડ, સોર્ટ, ઉમટે, ઘટે, મુકૈ, ઘાલે, થોકૈથોક, ઠામૈં, પૂછે, વર્તે, દીસે, ઝૂરે, આવસે, નૈ. ઔ = પોઢો, મેહૌ, હોજ, પહુતૌ, ગ્રહૌ, રહ્યો, વર્યાં.
પ્રસ્તુત કૃતિ ટૂંકાણમાં રચાયેલી હોવાથી વર્ણનોની પ્રસ્તુતિ નહીંવત્ છે. કેટલાક સ્થળોએ સામાન્ય ઉપમા કે ઉત્પ્રેક્ષા અલંકાર કવિશ્રીએ પ્રયોજ્યાં છે. તે સિવાય અલંકારોની ગૌણતા છે. સંક્ષેપમાં કથા નિરૂપણ એ આ કૃતિની વિશેષતા છે.
ઉપમા અલંકારઃ
૧. વતું કરિ જિમ દાસ (૫)
આહીરાણી ગંગા વિધવા થતાં નિરાધાર બની ત્યારે તે શ્રીપુર નગરના શ્રેષ્ઠીને ત્યાં ઘરકામ કરવા રહી. અહીં તે નોકરની જેમ ઘરકામ કરતી હતી.
૨. ભૂંડા ભરડાની પરિ થયો. (૯૦)
હલકા બ્રાહ્મણની જેમ લોભી કંદોઈની ભૂંડી દશા થઈ.
ઉત્પ્રેક્ષા અલંકાર
૧. રાજલોક રખે દેખેં કોય (૪૮)
વૃદ્ધા રાત્રિના સમયે પોતાની ચારે પુત્રવધૂઓ સાથે કોઈ નવયુવક વારસદારની શોધમાં
૧. જૈ.સા.સં.ઈ. પારા-૭૭૬, પૃ. ૩૪૬. ૨.જૈ.ગૂ.ક.ભા.-૧, પૃ.-૨૮૦.
૩. શ્રી સાધુ રતનસૂરિએ ‘યતિજીતકલ્પ’ પર વૃત્તિ સં. ૧૪૫૬માં અને લગભગ તે જ અરસામાં નવતત્ત્વ પર ‘અવચૂરી’ (વે.નં.૧૬૨૨)ની રચના કરી છે.