________________
૩૦૫
સુખમાં વચ્ચે વચ્ચે વિક્ષેપ પડયો? શું મેં જે જીવોએ ઉપકાર કર્યો તેમને અંતરાય પાડી છે? કોઈ પ્રેમીને અળગા કર્યા છે? કે પછી ખોટી સલાહ આપી છે? હે ભગવંત! મારો સર્વ વૃત્તાંત છુપાવ્યા વિના કહો.” (૨૫૪-૨૫૬)
કૃતપુણ્યએ પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા દર્શાવી સ્વદોષદર્શનનો ભાવ વ્યક્ત કર્યો છે. ૪૦. ચારે પાડોશણે સુપાત્રદાનની ખૂબ ખૂબ અનુમોદના કરી. (૨૮૬)
કોઈ સકાર્ય કરતું હોય અને તેની મનોમન પ્રશંસા કે અનુમોદના કરવાથી પુણ્ય કરનાર જેટલો જ લાભ મળે છે. બળદેવ મુનિના કથાનકમાં આહાર વહોરતા બળદેવ મુનિના મનમાં વિચાર આવ્યો કે, “અણધાર્યા જ આજે પારણાનો જોગ થઈ ગયો. હવે કાલથી હું બીજું તપ ઉપાડીશ અને કર્મની નિર્જરા કરવાનો લાભ લઈશ.” ગોચરી વહોરાવતાં કઠિયારાના મનમાં વિચાર આવ્યો કે, “હું કેવો ભાગ્યશાળી! આવા જંગલમાં પણ મુનિને વહોરાવવાનો મને લાભ મળ્યો. લાવેલો રોટલો કામમાં આવી ગયો.” તો આ જોઈ અબોલ એવો મૃગ વિચારી રહ્યો હતો,
આ બન્ને જીવો કેવાં ભાગ્યશાળી છે. મેં કંઈક પાપકર્મો કર્યા હશે એટલે પશુનો અવતાર મળ્યો છે તેથી નતો હું સાધુને કંઈ વહોરાવી શકું કેન દીક્ષા લઈ શકું. મને આવો લાભ ક્યારે મળશે ?ત્રણે જીવો આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યાં વૃક્ષની એક મોટી ડાળી આકસ્મિક રીતે તૂટી પડી અને ત્રણે જણા તેની નીચે ચગદાઈ ગયા. ત્રણે જીવો શુભ ભાવમાં મૃત્યુ પામી પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન
થયા. ૪૮. શ્રમણોપાસકની વિનંતી છતાં, સાધુ કદી આમંત્રણ આપવાથી આવતાં નથી પરંતુ “અવસરે અથવા વર્તમાન જોગ’ એમ કહે છે. (૨૬)
જૈન સાધુ કદી નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ ન કરે, એવું દર્શાવી કવિશ્રી જૈન સાધુની આચારસંહિતા દર્શાવે છે. ૪૯. બાળક ખીરના ભારી ભોજનને પચાવી ન શક્યો તેથી તેનું મૃત્યુ થયું. તે બાળક મરી શેઠના
પુત્રરૂપે અવતર્યો. (૨૮)
- બાળકના મૃત્યુનું કારણ અપચો બતાવ્યું છે. ૫૦. ચારે અનુમોદના કરનારી સ્ત્રીઓ પુણ્ય ઉપાર્જન કરી કૃતપુણ્યની ચારપત્નીઓ બની. (૨૮૮)
અહીંપુનર્જન્મની સાથે સુકૃતની અનુમોદનાનું ફળ દર્શાવ્યું છે. ૫૧. કૃતપુણ્યની સર્વ સ્ત્રીઓને પૂર્વ ભવનો સ્નેહ હતો, તેથી વર્તમાન ભવમાં કૃતપુણ્યની પત્નીઓ બની. (૨૮૯)
સ્નેહના કે વૈરના બંધનો પરંપરાગત ચાલુ રહે છે. આ બાબત કવિશ્રી ધ્યાન કેન્દ્રિત કરે છે. પ૨. કૃતપુણ્યના સંપૂર્ણ પરિવારે અણગારધર્મ સ્વીકાર્યો. (૨૯૪)
ગુરુદેશનાનો અમૃત સ્પર્શ જ્ઞાનની બારીઓને ખોલી નાખે છે અને પરમાત્મા ભણી જતી. પગદંડી પ્રકાશમય થતાં અંતર્થક્ષ સમક્ષ પારલૌકિક તેજધારા રમી રહે છે. ૫૩. કૃતપુણ્ય મુનિએ ભવનિસ્તારિણી દીક્ષા લઈ આકરી તપશ્ચર્યા કરી. તેઓ આયુષ્ય પૂર્ણ કરી
દેવલોકમાં ગયા. આગામી કાળમાં તેઓ શિવપુરીના સુખોમાં મહાલશે. (૩૦૦)