________________
૩૦૪
શાસક હતા પરંતુ તે પૂર્વે એક સમર્થ અને નીતિવાન પિતા પણ હતા. પિતાની હેસિયતથી વિચારતા તેમને રાજકુંવરીનો હાથ કંદોઈના હાથમાં મૂકતાં જ્ઞાતિહીનતા, નિર્ધનતા, પરિહાસ અને પોતાના કુળની ગરિમાને કલંક લાગવાનો ભય સતાવતો હતો.
અર્વાચીન યુગમાં સંતાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના વાયરા હેઠળ વિવાહ સબંધે જ્ઞાતિ, ખાનદાન, કુળપરંપરા સર્વને વાહિયાત ગણે છે તેથી આજે લગ્નવિચ્છેદનો ફુગાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે.
અહીં એવું પણ નજરે ચડે છે કે, પ્રાચીન કાળમાં સંતાનના વિવાહની સંપૂર્ણ જવાબદારી માતા-પિતાના શિરે રહેતી. પિતાના નિર્ણયમાં સંતાનોની સહમતિ રહેતી અને વડિલો પણ સંતાનના હિતનો પૂરેપૂરો વિચાર કરતા હતા. તે સમયની વર્ણ વ્યવસ્થાનું અહીંયા કવિશ્રી દ્વારા
આલેખન કરવામાં આવ્યું છે. ૪૦. મહારાજા શ્રેણિકને ધર્મસંકટ ઊભું થયું કે, જો દ્રાક્ષની વેલી બાવળે જઈને વીંટાય તો અસમાનનો
યોગ દુ:ખ આપે, તેમ પુત્રીને કંદોઈ સાથે ન પરણાવે તો આપેલાં વચનો મિથ્યા થાય અને જો પુત્રીને કંદોઈ સાથે પરણાવે તો જગતમાં હાંસી થાય. (૨૦૨-૨૦૩)
પ્રાણ જાય પણ વચન ન જાય' એ રઘુકુળની પરંપરાને પ્રાચીન કાળના રાજા-મહારાજાઓ અને સજ્જનો ચોક્કસ અનુસરતા હતા. મહારાજા શ્રેણિકની વાતમાં પ્રમાણિકતાનો રણકાર
હતો. ૪૧. અભયકુમારે રત્નનો ભેદ જાણવા દંડનીતિનો પ્રયોગ કર્યો. (૨૦૩-૨૦૪)
હાડકાં ખોખરાં થવાથી કંદોઈ સાચું બોલ્યો. ૪૨. આ કથાનકમાં રાજકુંવરીનું નામ આપ્યું નથી. (૨૦૬) ૪૩. કૃતપુણ્ય રાજકન્યા સાથે લગનગ્રંથિથી જોડાયો પરંતુ પોતાની પૂર્વની ચારે સ્ત્રીઓને એક ક્ષણ
પણ વિસરી શક્યો નહીં. તેણે પોતાની વ્યથાને દૂર કરવા અભયકુમારને ઘેર બોલાવી શરમાયા વિના અથથી ઇતિ સુધીની મનની વાત કહી. (૨૦૮)
અહીં કૃતપુણ્ય અને અભયકુમાર વચ્ચે ગાઢ મિત્રતા અને સ્નેહનો સેતુ દ્રષ્ટિગોચર થાય છે કારણકે જે વાત કૃતપુણ્ય પોતાની પત્ની ધન્યાને ન કહી શક્યો એ વાત મહામંત્રી અભયકુમાર
સમક્ષ ખુલ્લા દિલે પ્રગટ કરી. ૪૪. શિલ્પીઓએ ચાર મુખ વાળી કૃતપુણ્યની પ્રતિછાયા રૂપ મનોહર અને ભવ્ય મૂર્તિનું નિર્માણ કર્યું.
(૨૧૯) ૪૫. સર્વ કુટુંબી જનોના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે, “આપણે કયા કર્મના ઉદયથી એક સાથે મળ્યા
છીએ ? સુખમાં વચ્ચે વિક્ષેપ શાથી પડયો ? કયા કર્મના ઉદયથી પુનઃ આપણે ભેગાં થયાં? જો કોઈ વિશેષ જ્ઞાની પુરુષમળે તો તેમને પ્રશ્નો પૂછીને નિઃસંશય બનીએ.' (૨૪૫)
અહીંસર્વ કુટુંબીજનોને પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા ઉદ્ભવી. એકલા કૃતપુણ્યને નહીં. ૪૬. ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળ્યા પછી મોકો મળતાં જ કૃતપુણ્યએ સર્વજ્ઞ ભગવંતને
પ્રશ્ન પૂછયો કે, “હે ભગવંત! ગત ભવમાં મે શું કર્યું છે? શું મેં સદોષ તપશ્ચર્યા કરી છે, જેથી મને