________________
૩૦૯
કેમેં કીધી પરની તાતિ, દાન નદીધુંજીમણે હાર્થિ; નામ ન લીધું શ્રી જગનાથ, તો પરમેસ્વર મેલ્હી હાથ. કે મેં પોપટ પંજરિ ધરયાં, કેમઇ થાપસિમોસા કરયા; કે કુડો કાઢયો કરહો, ગુણપરિહરિ અવગુણ આદરયો. આલાકુંલા જે ફલપાંન, દવલગાડીને ઝૂડ્યાાં રાંન; કે મેં મેલ્યાં વ્રત આચરી, પ્રીઉ વિજોગપામી તેણે કરી. ઇંદ્રી પાંચ ન રાખ્યાં ઠામ, કિ કેહના ભાંજ્યા વસરામ; કરયાં કર્મ કહું કેટલ્યાં, તે જગદીસ્વર જાëતેટલ્યાં.
કથા ઘટકોમાં પરિવર્તન : ૧. ગરીબાઈથી સંતપ્ત આહિરાણીએ વિચાર્યું કે, “મેં પૂર્વ ભવમાં કોઈને દાન આપ્યું નથી તેના ફળા સ્વરૂપે વર્તમાને ગરીબી પ્રાપ્ત થઈ છે. (૧૪)
જે વાવે તે લણે અને આપે તે પામે' આ કહેવતનોભાવ અહીંઉજાગર થયો છે. ૨. કૃતપુયએ માતા-પિતાના મૃત્યુનો શોક પંદર દિવસ પાળ્યો. તે સમયે તેને મળવા ઘણાં સ્વજનો આવ્યાં. (૩૮).
પ્રાચીન કાળમાં મૃત્યુ બાદ સ્વજનો પંદર દિવસ સુધી દુ:ખમાં સહભાગી થવા અને દિલાસો આપવા સ્વજનોને ત્યાં જતાં હશે. એવી પ્રથાની છબી અહીંપડી છે. ૩. સાર્થપતિ ધનાવાહ શેઠનો મિત્ર હતો. (૩૯) ૪. સોહાસણિએ પ્રવાસમાં જતા પતિને ભાથામાં વીસ-ત્રીસ લાડુ આપ્યા. (૪૧)
કૃતપુણ્યને લાડુ અતિશય પ્રિય હતા તેથી રાસનાયિકાએ પોતાના પ્રિયતમને પ્રવાસમાં ઘણાં. લાડુ આપ્યાં. (૫૦-૫૮) અન્ય કોઈ કવિઓએ લાડુની આટલી મોટી સંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી. ૫. પરદેશ જવા પૂર્વે કૃતપુણ્યએ પાડોશીને ઘરની સંભાળ લેવાની ભલામણ કરી. (૪૨) ૬. નગરના કોઈ ખમતીધર શેઠનો જુવાનજોધ પુત્ર પરદેશ જતાં વાહણમાં મૃત્યુ પામ્યો. તે શ્રેષ્ઠીના મૃત્યુના સમાચારપારેવાએ આપેલા પત્ર દ્વારા મળ્યા. (૪૪)
તે સમયમાં પક્ષીઓ સંદેશવાહકનું કાર્ય કરતા હતા, તેનું પ્રતિબિંબ અહીં જોવા મળે છે. છે. ત્યારે સ્ત્રીઓ સૈનિક નો વેશ ધારણ કરી, કેડમાં કટારી અને હાથમાં તલવાર લઈ રાત્રિના સમયે
નીકળી. (૪). ૮. ચારે વહુઓએ પતિના શયનખંડમાં કૃતપુણ્યને ઢોલિયા પર પોઢાડયો. (૪૯)
વૃદ્ધાએ ખાટલીને અનામત ઓરડામાં, મોદકને માટલીમાં અને વાંસળીને ખીંટીએ ટીંગાડવાની સૂચના કરી. (૫૦)
અહીં વૃદ્ધાનો દરેક વસ્તુને યથાસ્થાને મૂકવાનો ચોક્કસાઈવાળો સ્વભાવ નજરે ચડે છે. ૧૦. વૃદ્ધાને જોઈ કૃતપુણ્યએ બે હાથ જોડી પ્રણામ કર્યા ત્યારે વૃદ્ધાએ તેને, “આયુષ્યમાન ભવ!'ના
આશીર્વાદ આપ્યા. (૫૨)