________________
૨૧
અનંગસુંદરીને પત્ર અંગેની વાત કરી. અનંગસુંદરીએ ગર્વપૂર્વક કહ્યું, “આવા સંદેશો તો ઠીક, સાક્ષાત માબાપ આવે તો પણ મારા મોહપાશમાંથી કૃતપુયને પળવાર પણ છોડાવી શકે એમ નથી.” અનંગસુંદરીએ પત્ર કૃતપુણ્યના હાથમાં મૂક્યો. પત્ર વાંચી તેણે કહ્યું, “પ્રિયે! પ્રેમાળ માતાને ફક્ત બાર રાત્રિ બાર વરસ જેવડી લાગી છે તેથી મને સંદેશો મોકલ્યો છે.” ત્યારપછી કંઈક વિચારીને સંદેશવાહકને કહ્યું, “માતા-પિતાને મારા પ્રણામ કહેજો. મારી કોઈ ચિંતા ન કરશો. અત્યારે અહીંનું સુખ છોડી ઘરે પાછા આવવાની મારી કોઈમરજી નથી. પિતાજીને કહેજો કેધન મોકલાવે.” સંદેશવાહક ઉદાસ ચહેરે ચાલ્યો ગયો. કૃતપુયે પત્ર વાંચી ફાડીને ફેંકી દીધો. અનંગસુંદરી મનોમન મલકી રહી. કૃતપુણ્યના હદયરૂપી સિંહાસન પર અનંગસુંદરીએ પૂરેપૂરું આધિપત્ય જમાવ્યું હતું. તેના ચિત્તમાં એક માત્ર યુવતી અનંગસુંદરી જ દોડાદોડ કરતી હતી. અનંગસુંદરીના જોબનમાં તેને જન્નતનાં દર્શન થતાં હતાં. પુત્રને સુધારવાની ચાલાકી વાપરતાં ધનેશ્વર શેઠે પુત્ર જ ગુમાવ્યો!!
ધનેશ્વર શેઠને સંપૂર્ણ વિશ્વાસ હતો કે પત્ર મળતાં જ કૃતપુણ્યનું હૈયું ઝાલ્યું નહીં રહે, તે પળવાર પણ વેશ્યાવાસમાં નહીં રોકાય. અમને મળવા તેના પગ ઝડપથી ઉપડશે. પરંતુ વગદાર વિશ્વાસ નિરાશામાં પલટાયો. શેઠ ઉપરાઉપરી સંદેશો પાઠવતા ગયા પરંતુ કૃતપુયે એક પણ સંદેશો વાંચ્યો જનહિં. તે ઘોર ઉપેક્ષા કરવા લાગ્યો. શેઠની ધારણાને જબરો ધક્કો લાગ્યો. જાણે વિધુત કરંટ! ભયાનક આંચકો! પરંતુ પુત્રને મળવાની અદમ્ય ઈચ્છાથી શેઠ બધી જાતના પરિતાપ સહન કરવા તૈયાર હતા. શેઠે કૃતપુયના જીગરી મિત્ર અનંતને સમજાવવા મોકલ્યો પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું. મોહનું અંજન શેઠને વાસ્તવિકતા સમજવા દેતું ન હતું કે પુત્ર કર્તવ્ય ભ્રષ્ટબન્યો છે.
રંગસુંદરી દ્વારા મોકલાવેલી વિશ્વાસુ દાસી કામિની જ્યારે જ્યારે શેઠની હવેલીમાં આવતી ત્યારે ત્યારે શેઠ ઈરછા ન હોવા છતાં પુત્રના સુખ ખાતર તેને ખોબો ભરી સુવર્ણમુદ્રા આપતા. જો કે હવે સંજોગવશાત્ ધનેશ્વર શેઠનો વ્યાપારલગભગ સંકેલાઈ ગયો હતો. જાહોજલાલીભર્યા વ્યાપારનું ખંડના થયું હતું. ભવનની રોનકતા અને વૈભવ અદશ્ય થયાં હતાં. ગાંધારીએ પતિપરાયણતાનો અતિરેક કરીને આંખે પટ્ટી બાંધીને અંધત્વનું અનુકરણ ન કર્યું હોત તો કેટલાંક અનિષ્ટો ટાળી શક્યાં હોત, તેમ પુત્રની મોહની ઘેલછાએ શક્તિ ઉપરાંત અપાતું ધન જો શેઠે બંધ કરી દીધું હોત તો કદાચ ધનની ભૂખી રંગસુંદરી કૃતપુણ્યને ઠોકર મારી મહેલની બહાર ધકેલી દેત અને એકલો અટૂલો રખડતો કૃતપુણ્ય મા-બાપને શરણે જરૂર આવત. આનું પરિણામ એ આવ્યું કે, પુત્રની ચિંતાએ શેઠ-શેઠાણીનું લોહી શોષી લીધું.
“પોતાના આ કૃત્યથી પિતાના આબરૂને કેવું કલંક લાગ્યું હશે ? માતા-પિતાના હૈયામાં કેવી વેદના થતી હશે? યૌવનકાળમાં ઝૂલતી આશાભરી પત્ની ધન્યાનો આત્મા સ્વામી વિના કેવો કકળતો હશે’ વગેરેમાંથી એક પણ વિચાર રંગીલા કૃતપુણ્યના અંતરમનને સ્પર્શતો ન હતો.
ખરેખર કોઈ નવયૌવના રૂપવતી નારી જ્યારે પુરુષની પાંપણમાં પરોવાય છે ત્યારે પુરુષને પોતાની પ્રતિષ્ઠાનો, સંસ્કારનો અને વિવેકનો કોઈ ખ્યાલ રહેતો નથી. પુરુષ તે સમયે પોતાનો વંશા