________________
૩૦૧
જીવનના અંતકાળે સંબંધ જ સૌથી વધુ અગત્યતા ધરાવે છે. ૧૩. “માતા-પિતા પરલોક પહોંચ્યા' આ સમાચારકૃતપુણ્ય જાણતો ન હતો. (૬૦)
સંભવ છે કે માતા-પિતાની અંતિમ વેળાએ પુત્રને બોલાવવા માટે સંદેશો મોકલ્યો હોય પરંતુ ગણિકા દ્વારા કૃતપુણ્યને ન કહેવાયું હોય, તેથી માતા-પિતાના દિવંગત થયાના સમાચાર
કૃતપુણ્યને ન મળ્યા હોય. કવિશ્રીએ તે અંગે ખુલાસો કર્યો નથી. ૧૪. કૃતપુણ્યની પરણેતરે કેસરી લાલ રંગનું વસ્ત્ર પહેર્યું હતું. એવું વસ્ત્ર પહેરવાનું કારણ દર્શાવતાં
કવિશ્રી કહે છે કે, રાસનાયિકાને એવી ચોક્કસ આશા હતી કે, “એક દિવસ પ્રિયતમ જરૂર ઘરે પાછા આવશે.” (૬૨)
સામાન્ય રીતે પતિ પરદેશ હોય અથવા પતિ પત્નીને છોડીને ચાલ્યો ગયો હોય ત્યારે તે કાળની સમાજ વ્યવસ્થા અનુસાર ત્યક્તા અથવા વિધવા સ્ત્રી શૃંગાર ઈત્યાદિનો ત્યાગ કરતી, ઘરમાં વડીલોની આજ્ઞામાં રહેતી, જેથી તેનું શીલ સુરક્ષિત રહી શકે. દા.ત. મહારાજા શ્રેણિકના ચાલ્યા ગયા પછી ગર્ભવતી નંદા (અભયકુમારની માતા)એ સાદગીપૂર્ણ જીવન વીતાવ્યું.'
અહીં પ્રિયતમાએ પોતાના પતિના આવવાની અમર આશામાં રંગબેરંગી વસ્ત્રો પહેર્યા હતાં.
વર્તમાન કાળે અનિષ્ટતત્ત્વોથી બચવા અને શીલનું રક્ષણ કરવા સ્ત્રીઓ વિધવા હોવા છતાં ચૂડી, ચાંદલો અને નકવેસર (નથણી) પહેરે છે, તેમજ રંગીન વસ્ત્રો પણ પરિધાન કરે છે. ૧૫. ગણિકાવાસમાંથી ધન ઉધરાવવા આવેલી દાસી જ્યારે કૃતપુણ્યની પત્નીને મળી ત્યારે તેના
ગુણોથી અત્યંત પ્રભાવિત થઈ ગઈ. તેણે કહ્યું, ““ઉત્તમની સાથે એક ઘડી વ્યતીત થાય તે પણ ભલી હોય છે.' (૦૭).
કૃતપુણ્યની પત્નીને પતિવ્રતાપણું અને સુસંસ્કારોની શ્રીમંતાઈથી દાસી પ્રભાવિત બની. ૧૬. અક્કાની પુત્રી (જે કૃતપુણ્યની પત્ની બની)નું નામ કવિશ્રી એ આપ્યું નથી તેમજ ગણિકાવાસા
છોડી કૃતપુણ્યના ઘરે પાછી આવી એવો પણ કોઈ ઉલ્લેખ કવિએ ચોપાઈમાં કર્યો નથી. (૮૨) ૧૦. “કૃતપુણ્યને ઘરમાંથી બહાર કાઢી મૂકો.” અક્કાના આકરા વેણ સાંભળી તેની પુત્રીને આઘાત લાગતાં તે ધરતી પર ઢળી પડી. (૮૩)
અન્ય કોઈ કવિઓએ ગણિકાપુત્રીની મૂર્શિત અવસ્થા નોંધી નથી. કવિશ્રી ગણિકાના દુઃખની પરાકાષ્ટાદર્શાવવા અને કરૂણ રસને વધુ ઘેરો બનાવવા એવો ભાવ વ્યક્ત કરે છે. ૧૮. મકાન વાળવાના બહાના હેઠળ કૃતપુણ્યને અક્કાએ છેક ઉપરની મંજીલથી નીચે ઉતારી મુખ્ય
દ્વાર સુધી પહોંચાડયો. અર્થાત્ અક્કાએ નિર્ધન કૃતપુણ્યને વેશ્યાવાસમાંથી બહાર કાઢવાનું
કાવત્રુ રચ્યું. (૮૮-૮૯) ૧૯. કૃતપુણ્ય અનેક શેરીઓમાં ભટકતો ભટકતો સ્વયં પોતાના જીર્ણશીર્ણ થયેલા ઘરે પહોંચ્યો. (૯૨)
અહીંરાસનાયકે પોતાનું ઘર શોધવા માટે કોઈને પૂછપરછ કરી નથી. ૨૦. ઘરની ખખડધજ હાલત જોઈને કૃતપુણ્યએ વિચાર્યું, ‘એવા પુત્રને શું કરવું જે પૂર્વજોના નીતિમત્તાના માર્ગને મૂકી કુસંગમાં ભટકે છે. (૯૩)
કૃતપુણ્યને પોતાનો પસંદ કરેલો માર્ગ અસત્ય અને અયોગ્ય લાગ્યો તેથી પસ્તાવો થયો. ૧. જુઓ કવિ બદષભદાસ કૃત શ્રી શ્રેણિક રાસ'- ઢાળ ૨૨, કડી ૪ર૦.