________________
૩૦૨
૨૧. કૃતપુણ્યએ જે સમયે ઘરમાં જોયું કે તેની સ્ત્રી નીચું મુખ કરી બોચી પકડી બેઠી હતી, તે જ સમયે કૃતપુણ્યની પત્નીનું ડાબુ અંગ ફરક્યું. (૯૫)
સ્ત્રીનું ડાબું અંગ ફરકવું તે શકુન શાસ્ત્ર અનુસાર શુભ ગણાય છે.
૨૨. પ્રિયતમને બારણામાં ઉભેલો જોઈ પ્રિયતમાએ વિચાર્યું કે, “મારા એટલાં પુણ્ય કર્મ ક્યાં છે, કે પ્રિયતમના ચરણો મને પ્રાપ્ત થાય ? એટલું પુણ્ય તો મારા વડીલોનું છે. તેમનું પુણ્ય આજે ફળ્યું છે. (૯૬)
કૃતપુણ્યની ગુણવાન પત્નીએ વર્ષો પછી સ્વયં પતિના પુનરાગમનનો સઘળો યશ પોતાના વડીલોને આપ્યો. કવિશ્રીએ રાસ નાયિકાને મહાન ચિત્રિત કરી છે. તેના વર્તનમાં કોમળતા છે. ૨૩. કૃતપુણ્યની પત્ની પોતાના પ્રિયતમને જોઈ રોમાંચિત થતી હાથમાં નાળચાવાળો લોટો જળથી
ભરી પતિના ચરણ પખાડવા સામે ગઈ. (૯૦)
પ્રિયતમાનો સત્કારની સાથે સાથે પતિ ભક્તિનો ભાવ પ્રદર્શિત થયો છે.
પ્રાચીન કાળમાં ચરણ પખાડવાની પ્રથા જોવા મળે છે. જેમ કે - શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના મિત્ર સુદામાના ચરણ પખાડવા સ્વયં ગયા હતા. બહારથી આવેલા ધનાવાહ શેઠના પગ પખાડવા ચંદનબાળા ગઈ હતી. અહીં ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને કવિશ્રીએ કાવ્યમાં ગૂંથી છે. પગ પખાડવાથી ચરણ સ્વચ્છ બને છે અને થાક ઉતરી જાય છે.
૨૪. સત્કાર રૂપે પાણીનું સિંચન કરવા નાળચાવાળો લોટો લઈને આવતી પત્નીને જોઈને કૃતપુણ્યએ વિચાર્યું, ‘જે નારીને મેં ત્યજી દીધી, તેજ નારીનું સિંચન લેવું!’ (૯૮)
રાસનાયકે પત્ની સાથે દગો કરી દુઃખ સિવાય કાંઈ આપ્યું ન હોવાથી મનોમન લજ્જા અનુભવે છે. અહીં રાસનાયકે સ્વદોષ દર્શનના ભાવ વ્યક્ત કર્યા છે.
૨૫. ‘પતિનેદુઃખ થશે' એવું વિચારી પ્રિયતમાએ ઘરના કોઈ હાલહવાલ ન જણાવ્યા.(૧૦૦)
રાસનાયિકાની ગંભીરતા અને સમયને પારખીને વાત કરવાની આવડત પ્રશંસનીય છે.
૨૬. કૃતપુણ્યને માતા-પિતાના મૃત્યુના સમાચાર લોકમુખે સાંભળવા મળ્યા. (૧૦૧)
૨૦. કૃતપુણ્ય પોતાના ઘરમાં બે મહિના રહ્યો. તે સમય દરમ્યાન સંસાર સુખો ભોગવતાં રાસનાયિકા બેજીવી બની. (૧૦૩)
૩૮. ‘સાહસખેડવાથી દુર્લભ વસ્તુ સુલભ બને છે પરંતુ હું તમને મારા મુખેથી પરદેશ કમાવા જાવ એવું કઈ રીતે કહી શકું?’’(૧૧૬)
જગતનો વ્યવહાર ધનની ધરી પર ચાલે છે. તે સંદર્ભમાં રાસનાયિકાની પોતાની મર્યાદામાં
રહી, પતિને ધીરજ બંધાવી પ્રેમથી વાત કરવાની આવડત દર્શાવવમાં કવિ સફળ રહ્યા છે.
૨૯. કૃતપુણ્યની પત્નીએ સગા સંબંધીઓ સાથે રાસનાયકને મળાવી, શુભ દિવસે શકુનવિને
બોલાવી મુહૂર્ત કઢાવ્યું. (૧૧૭)
પ્રાચીન કાળમાં શકુન-અપશકુનમાં લોકો જબરો વિશ્વાસ ધરાવતા હતા.
૩૦. રાસનાયિકાએ પ્રવાસમાં જતા પતિને ભાતામાં ચાર લાડુ અને સૂવા માટે એક જીર્ણ ખાટલો આપ્યો. (૧૧૮)