________________
3.
• કથા ઘટકોમાં પરિવર્તન
૧.
કૃતપુણ્યના પિતાનું નામ ધનાવાહ અને માતાનું નામ ભદ્રા છે. (૮)
૨.
નવ માસે ભદ્રા શેઠાણીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ વખતે ધનાવાહ શેઠે ધામધૂમપૂર્વક જન્મમહોત્સવ ઉજવ્યો. (૧૦)
૪.
૫.
૬.
o.
360
૮.
૯.
ઉસસઇ રોમ અંકૂરડા એ, જાણે વૂઠડા મોહન મેહડા એ; નયણડે અમીયહ તિહિ સંચરયા એ, તવ પૂરવ દુખ સવિ વીસરયા એ. સુખ સાયર તે દીહડઉ એ, મનમાનીયું મિલઇ એ મેલાવડઉ એ.
બાળક ગર્ભમાં આવતાં માતાને સુકૃત્ય કરી પુણ્ય ઉપાર્જન કરવાનું મન થતાં લક્ષણોપેત તે બાળકનું નામ કૃતપુણ્ય રાખ્યું. (૧૧)
યૌવનવયમાં પ્રવેશતાં જ પિતાને પુત્રના વિવાહની ચિંતા થઈ. (૧૨)
રાજગૃહી નગરીના ધર્મપ્રિય ધન્ય શેઠને ગુણીયલ અને સ્વરૂપવાન પુત્રીના વિવાહની ચિંતા સતાવતી હતી. (૧૪)
અહીં કવિશ્રીએ શ્રેષ્ઠી પુત્રીનું નામ ટાંક્યું નથી પરંતુ કડી ક્રમાંક ૧૦૦ માં ‘પ્રેમવતી’ એવો ઉલ્લેખ કર્યો છે.
વિવાહ થયા છતાં, કૃતપુણ્ય નિઃસ્પૃહી બની નવોઢાનો સંગ છોડી સાધુ સંગતિમાં રચ્યોપચ્યો રહ્યો. (૨૦)
પિતાએ વિચાર્યું, ‘સમાન વયના વ્યસની મિત્રોની નાગચૂડમાં પુત્ર વીંટાશે, તો સંસારની ગતિ જાણશે.’ (30)
પુત્રને ગમે તે ભોગે સંસારમાં જોડી પિતા પોતાના મન પર રહેલો મોટો ભાર હટાવવા માંગતા
હતા.
કૃતપુણ્ય વ્યભિચારી મિત્રોના સંગથી પરસ્ત્રી સાથે પ્રીત કરતાં શીખ્યો. (૩૩)
એક દિવસ કૃતપુણ્યએ માર્ગ ઉપર એક સુંદર ગણિકાને જોઈ. તેનો ઉજળો વર્ણ અને ચંચળતાથી કૃતપુણ્યનું મન તેના તરફ ખેંચાયું. હવે તેનું ચિત્ત વિહ્વળ થયું. (૪૦-૪૧)
કૃતપુણ્ય પ્રથમ મિત્રોના સંગથી સ્ત્રી સાથે સંગ કરતાં શીખ્યો અને ત્યારપછી રૂપ સામ્રાજ્ઞી ગણિકાએ રાસનાયકના મનમાં ખળભળાટ મચાવ્યો.
૧૦. કૃતપુણ્ય સ્વયં ગણિકાની હવેલીમાં પહોંચ્યો. (૪૪)
અહીં તેના પિતા કે મિત્રો ગણિકાની હવેલીમાં પહોંચાડવા ગયા નથી. નિયતિનો પ્રવાહ
વેગપૂર્વક ઘસી રહ્યો હોવાથી સુંદર પત્ની હોવા છતાં કૃતપુણ્યને કોઈ રોકી શક્યું નહીં. ૧૧. કૃતપુણ્યના સુખ માટે શેઠે બાર વર્ષમાં સાડા સોળ ક્રોડ સુવર્ણમુદ્રા ગણિકાને ત્યાં મોકલી. (૫૬) ગણિકાને અપાયેલી સુવર્ણ મુદ્રામાં સહુથી વધુ આંકડો કવિશ્રી પદ્મવિજયજીએ નોંધ્યો છે. ૧૨. ધનાવાહ શેઠે પુત્રને ઘરે પાછો બોલાવવા ઘણાં કહેણ મોકલ્યાં પરંતુ કૃતપુણ્ય એક વાર પણ ઘરે પાછો ન ફર્યો. (૫૬-૫૮)