________________
૩૬૯
પરમાગીઇમેલ્હી મણ કાંણિ, તે દિન દેખાદેવમ આણિ'' ૨. ગણિકાવાસમાંથી ધન લેવા આવેલી દાસી અને રાસનાયિકાનો રોચક સંવાદ, જેમાં તેનો વિવેક, વિનય સમજદારી અને સતીત્વ ઝળકે છે. પ્રિયતમે પ્રિતયમાનો ત્યાગ કર્યો હોવા છતાં પતિના દોષોને ગૌણ કરી તેના સુખને ઈચ્છે છે. કવિશ્રી આ પ્રસંગે કરૂણ રસની સાથે વીર રસનો ઉભય પ્રયોગ કરી શીલનો ઉપદેશ આપવાનું ચૂક્યા નથી. (૬૩-૬૪). ૩. કૃતપુણ્યને સાથે સાથે વળાવવા આવેલી પત્નીના સ્વરમાં વિરહવેદના છે. પતિવ્રતા સ્ત્રીની ભાવના અને વણિકનો વ્યાપારાર્થે પરદેશ જવાનો વ્યવહાર સ્પષ્ટ થાય છે. (૧૧૯–૧૨૧) ૪. પરિવાર મેળાપ વિષે સાળા-બનેવીનો સંવાદ, જેમાં બન્ને વચ્ચેની મિત્રતા અને અભય કુમારનોટીખળી સ્વભાવનજરે ચડે છે. (૨૦૯-૨૧૦)
કૃતપુયએ ચારે સ્ત્રીઓ સાથે બાર વર્ષ વ્યતીત કર્યા છતાં તે સ્થાન વિષેની માહિતી ન હતી. ત્યારે મહામંત્રી અભયકુમારે ઠપકો આપતાં કહ્યું, “જેટલી સ્ત્રીઓને જશો અને તેમની સાથે મનમેળ કરશો તો શાંતિથી નિંદ્રા ક્યાંથી કરી શકશો? નગરમાં રહેવા છતાં સ્થાનનું સરનામું ખબર ન હોય આ તે કેવી મૂઢતા? તમારા જેવાડાહ્યા માણસો આવી ભૂલ કરે તો કોની સાક્ષી કરવી ? તમારી આંખમાં ધૂળ ઝોંકી તે વૃદ્ધા નિરંતર પોતાનો ફાયદો ઉઠાવતી રહી.' કૃતપુણ્યએ પોતાનો બચાવ કરતાં કહ્યું, “હું મહેલમાંથી નીચે ઉતર્યો જ નથી. હે બુદ્ધિનિધાન! આપ મારી આટલી વાત સમજો. તમારી વૃદ્ધિ વડે સાચા-ખોટાની પરીક્ષા કરો. મારા જીવનમાં અમૃતને બદલે વિષકાં ઘોળો ?”
• ભાવનાત્મક શૈલી : ૧. કૃતપુણ્યને મન, વચન અને કાયાથી વરી ચૂકેલી ચારે સ્ત્રીઓ જ્યારે પોતાના જ હાથે પોતાના સ્વામીને દૂર કરવા તૈયાર થઈ ત્યારે તે સ્ત્રીઓમાં વિરહની તડપન દ્રષ્ટિગોચર થાય છે. કવિશ્રી અહીં કરૂણ રસ પૂરે છે. (૧૬૧-૧૬૩)
નારિ આંખિ કરઇ જલજલી, દષ્ટિ થકી જાઇ વેગલી; થોડા જલિ તડફઈ માછલી, તાલોમાં માછઇ થાઇ વલી. નિસિ ભરિ નીંદ્ર માંહિ ઉજકઈ, પ્રગટી વાત કહી નવિ સકઇ; છાનાં તિહિ કાલજ કુરપાઇ, ચિંતા દિવસ રાતિ નવિ જાઇ.
કિણિપરિ વીસરસઇ અહિઠાંણ, રમલિ તણાં એ સીલ સમાંણ;”
કહઇ એમ લાડૂબાંધતી, ઉન્હાનીસાસામેહૃતિ. ૨. કૃતપુણ્યનું સઘળું કુટુંબ એકત્રિત થયું તે સમયે ભાવવાહી દશ્ય કવિશ્રીએ સુંદર રીતે વર્ણવ્યું છે. પત્નીઓનાં સાહચર્ય અને પાંચ પુત્રોનો કુટુંબ મેળો મળતાં સુખનો સાગર મળ્યો હોય તેમ ઉછાળથી તન મન છલકાઈ ગયાં. તેના અસ્તિત્વમાં આનંદ જ આનંદ હતો. (૨૩૬-૨૩૮)
મિલ્યું એ કુટંબ તિણિ ખિણિ એ, મન મધુકર તવ રણઝણઈ એ; હીયડલા હેજઇ ઉમટઇ એ, વલિ નવનવપ્રેમરસ ઉમટઇ એ.