________________
૩૫૦
આ પ્રત પાણીથી ભીંજાયેલી હોય તેવું પણ જણાય છે. જેના કારણે કેટલાક અક્ષરો ઝાખા થતાં વાંચવામાં ઘણી તકલીફ પડે છે. કેટલાક પાઠો ભૂંસાઈ ગયા છે. પ્રમાણમાં પ્રતની સ્થિતિ નાજુક છે.
દંડ, ઢાળ અને કડી ક્રમાંકમાં લાલ રંગ વપરાયો છે, પરંતુ આ પ્રતનું ફરીથી સમારકામ થયેલું હોય તેવું જણાય છે. નીચે લાલ અક્ષર છે તેના ઉપર કાળી શાહીથી પુનઃ નંબરો અને દેશીઓ લખાયેલી છે. તે સમયે વધારાના પાઠો ઉમેરાયા હોવા જોઈએ.
પ્રત પ્રારંભઃ ||૬૦ના દ્રઢાસુતા દૃઢવાની
પ્રતના અંતે પુષ્પિકા અનુસાર આ પ્રતનું લિપિકરણ ખંભાત બંદરે વાચક પ્રેમચંદ્ર નામના કોઈ મહાત્મા દ્વારા થયું છે.
(ઘ) આ પ્રત અપૂર્ણ છે.
પ્રતનું માપ ૨૫ x ૧૧.૫ સે.મી. છે. કુલ ૨૬ પત્ર છે. પત્ર ક્રમાંક ૭ થી પ્રારંભ થાય છે. અક્ષરો છૂટા અને સુવાચ્ય છે. પ્રતની સ્થિતિ સારી છે. ખૂણાઓ ખવાઈ ગયા છે.
દંડ વ્યવસ્થા નિયમિત છે. દંડ, ગાથા, ઢાળ, દેશી ઈત્યાદિમાં લાલ રંગનો નિયમિત પ્રયોગ થયો છે. ખૂટતો પાઠઉમેરવાની પ્રાયઃ જરૂર પડી નથી.
પ્રતમાં વચ્ચે ચતુષ્કોણ (મધ્યમફુલ્લિકા) જેવી ડીઝાઈન કરેલી છે. આ ચતુષ્કોણમાં ચારે ખૂણે એક એક અક્ષર લખી વચ્ચેની જગ્યા કોરી (ખાલી) રાખેલી છે. આ પ્રતના અંતિમ પૃષ્ઠ ઉપર ફૂલ પાનની સુંદર ડીઝાઈન કરવામાં આવી છે. જેમાં લાલ, લીલો અને પીળો જેવા પ્રાકૃતિક રંગ પૂરવામાં આવ્યો છે. પ્રતિલેખન સાલનો ઉલ્લેખ થયો નથી.
પ્રત પ્રારંભ : ||૬૦ || ન Íવમમર વરીયાઝું II૮રૂ II પ્રતના અંતે તિથી સૌભાગ્યોપરિ નવર સમિશ્રિત bયવન્ની રાસઃ સંપૂર્ણઃ ||
૧૨. શ્રી મલયચંદ્રજી કૃત કયવન્ના ચોપાઈ (સં. ૧૮૬૯)
આ પ્રતની એક નકલ શ્રી મહાવીર આરાધના કેન્દ્ર, કોબા - અમદાવાદથી પ્રાપ્ત થઈ છે.
હસ્તપ્રત ક્રમાંક-પર૧૦૯, કુલ પત્ર-૪, પ્રતનું માપ - ૨૪૪૧૨. પ્રતિ પત્ર ઉપર ૧૮ પંક્તિઓ છે. અક્ષરો મધ્યમ કદના, સુવાચ્ય છે.
પ્રતની બન્ને બાજુ હાંસિયા છે. જમણી બાજુના હાંસિયામાં ઉપરની બાજુએ “કયવન્ના શેઠની ચોપાઈ અને ડાબી બાજુના હાંસિયામાં પત્ર ક્રમાંક આલેખાયો છે. પંક્તિ પૂર્ણ થાય ત્યાં ખાલી જગ્યા પૂરવા “/” આવી નિશાની કરી છે.
આ પ્રતમાં દંડનો પ્રયોગ થયો નથી. કડી પૂર્ણ થતાં થોડી જગ્યા છોડી કડી ક્રમાંક લખી પુન: આગળ લખવાની શરૂઆત થઈ છે.