________________
૩૪૯
વિનયકુશલજીના અભ્યાસ માટે જૂના (જિર્ણ) દુર્ગનગરમાં લિપ્યાંતર કરી છે.
(ખ) હસ્તપ્રત ક્રમાંક ૨૦૦૩૭ છે. કુલ ૫ત્ર ૨૦ છે. પ્રતનું માપ ૨૧ ૪ ૧૧.૫ સે.મી. છે. પ્રતિ પત્ર પર ૧૧ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૨ થી ૪૫ અક્ષરો છે.
પ્રતના અક્ષરો મોટા અને ભરાવદાર છે. અક્ષરો છૂટાં છૂટાં અને મોટા હોવાથી સુવાચ્ય છે. ઘણા સ્થળોએ પદચ્છેદ સૂચક નિશાની (શબ્દ પૂરો થાય ત્યાં ઉપરની બાજુએ નાનો દંડ) છે. અંકો, ઢાળની દેશીઓ, ગાથા તથા શ્લોક વગેરેમાં લાલ રંગ વપરાયો છે. દંડ વ્યવસ્થા નિયમિત છે, તેમાં લાલ રંગ છે. ખૂટતા પાઠ કે અક્ષરો ઉમેરવા ‘X’ આવી નિશાની કરી હાંસિયામાં ઉમેર્યા છે. જેમકે 3A માં દૂહા શબ્દ જમણી બાજુના હાંસિયામાં લખાયો છે. પત્ર ૧૨ ઉપર સેચન (ક) અને (કા) એવા જ શબ્દ ઉપરના હાંસિયામાં લખાયા છે.
આ પ્રતની વિશેષતા એ છે કે તેના બન્ને બાજુના ૧ ઈંચના હાંસિયામાં પત્ર ક્રમાંક લખાયો છે. ડાબી બાજુના હાંસિયામાં ક્રમસર પત્ર સંખ્યા જોવા મળે છે જ્યારે જમણી બાજુના હાંસિયામાં દરેક પત્ર ઉપર ફક્ત એક નંબર લખાયો છે.
પ્રત પ્રારંભ : ।।૬૦।।શ્રીગુરુભ્યો નમઃ ।।પૂ।।।બ્રહ્મસુતા બ્રહ્મવાવિની ।।
પ્રતના અંતે : કૃતિ શ્રી નવરસ મિશ્રિત છ્યવન્ના રાસ સંપૂર્ણ । તેઅ પાવચા શુભં ભવતુ। સવા पंडित शिरोरत्नाय मान पंडित श्री १०८ श्री श्री दर्शनविजयगणि तत् शिष्य श्री पंडित श्री श्री १०८ श्री श्री प्रीतिविजयगणि तत् शिष्य पंडित श्री १००८ श्री श्री श्री विनीतविजयगणि तत् चरणरज रेणु समान पं. बुधिविजयगणि तत् शिष्य मीठाचंद लिपिकृतं । संवत १८२३ ना वर्षे जेष्ठ मासे कृष्ण पक्ष्ये त्रतीयांअम् बुधवासरे लिखितं स्वय पठनार्थं परोपकाराय || श्री रस्तु || कल्याणमस्तु || श्री || श्री ||
આ કૃતિનું લિપિકરણ પંડિતરત્ન શ્રી દર્શનવિજય ગણિવર
શ્રી પંડિત વિજય ગણિવર પંડિત શ્રી વિનીતવિજય ગણિવર – પંડિત શ્રી બુદ્ધિવિજય ગણિવર – શ્રી પંડિત મીઠાચંદજીએ સં. ૧૮૨૩, જેઠ વદ ત્રીજ, બુધવારે, પોતાના અને બીજાના અભ્યાસ માટે કર્યું છે.
+
->
→
(ગ) ડાભડા ક્રમાંક અને પ્રત ક્રમાંકનો ઉલ્લેખ નથી. પ્રતનું મા૫ ૨૬ × ૧૧ સે.મી. છે. કુલ ૧૫ પત્ર છે. ૧A પર૧૧ પંક્તિઓ છે. બાકીનાપત્ર ઉપર ૧૩ અને ૧૫માં પત્ર ઉપર ૧૪ પંક્તિઓ છે.
પ્રથમના પત્ર ઉપર અક્ષરો થોડા મોટા અને છૂટાં છૂટાં છે. પરંતુ પત્ર નં. ૩ થી અક્ષરો થોડા નાના અને બાજુ બાજુમાં છે. વળી, ચારે બાજુના હાંસિયામાં ઉપર, નીચે ખૂટતા પાઠો લખાયા છે. આ પાઠો માટે+,v,x,// \\, = આવી નિશાનીઓ થઈ છે.
આ પ્રતની એક વિશેષતા એ છે કે પ્રથમ તેમાં દશપચ્ચખાણની સજ્ઝાય છે. વળી, તેમાં ઘણાં પાઠો પાછળથી ઉમેરાયા હોવા જોઈએ તેથી ખૂટતા પાઠો ખાલી જગયામાં લગભગ દરેક પૃષ્ઠ ઉપર લખાયેલા છે. આ પાઠોના શબ્દો પ્રમાણમાં ઘણાં નાના અને ગીચ હોવાથી ઉકેલવા અત્યંત કઠિન છે.