________________
૩૩૪
છિદ્ર હોય છે. તેમાં પાતળી દોરી પરોવી ગ્રંથના ફોલિયોને એકત્રિત કરી ગ્રંથના ઉપર અને નીચે લાકડીના પુટ્ટા લગાવી એક સાથે જોરથી બાંધવામાં આવે છે. શિથિલ બંધન પ્રતને નુકસાન કરે છે. છિદ્રકના માધ્યમે કોઈ પણ પત્ર ખોવાતો નથી, આંધી તોફાનમાં પત્ર ઉડી જતો નથી. છિદ્રક એ પ્રત બાઈડિંગનું કાર્ય કરે છે.
૯) ચંદ્રક પ્રતના મધ્યભાગમાં ચંદ્રક જોવા મળે છે. ચંદ્ર જેવો દેખાવ હોવાના કારણે ચંદ્રક નામ આપ્યું હોવું જોઈએ. છિદ્રકતાડપત્રમાં છિદ્રના રૂપમાં હોય છે, જ્યારે ચંદ્રક કાગળની પ્રતમાં લાલ અથવા કાળી
ળ ચંદ્ર જેવો રંગ આપવામાં આવે છે. જો કાગળના મધ્યમાં છિદ્ર કરવામાં આવે તો કાગળ ફાટી જાય માટે કાગળની પ્રતોમાં છિદ્રકના સ્થાને ચંદ્રકની પરંપરાનો વિકાસ થયો. જૈન મનીષીઓએ કાગળની પ્રતોની સુરક્ષા હેતુ અનેક ઉપાયો શોધી કાઢયા. જેમ કે - લાલ કપડામાં લપેટીને રાખવી, દાભડા, કબાટ, પેટી-પટારા ઈત્યાદિમાં પ્રાકૃતિક જડીબુટ્ટીઓની સાથે રાખવી, વર્ષાઋતુમાં ગ્રંથને બહાર ન કાઢવા, વર્ષમાં એક વાર કુમળા તડકામાં ગ્રંથને રાખવા ઈત્યાદિ.
જૈન જ્ઞાનભંડારોમાં જીવની માફક સાહિત્ય કૃતિઓનું જતન થયું છે તેથી જ જૈનકૃતિઓ સચવાઈ છે. એ જ આપણી સાચી મૂડી છે. આમ, હસ્તપ્રત લેખન કળા એની સુરક્ષના ઉપાયો અને ગ્રંથભંડારોને કારણે જૈન સાહિત્ય ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યુંછે.
આપણા અભ્યાસના વિષયની એકથી વધુ હસ્તપ્રતો વિવિધ ગ્રંથભંડારોમાંથી પ્રાપ્ત થઈ છે. તેનો પરિચય નીચે પ્રમાણે છે.
અભ્યાસની કૃતિનો પરિચય:
જે કૃતિની એકથી વધુ પ્રતો મળી શકી છે, ત્યાં (ક.) પ્રતના પાઠને મુખ્ય બનાવ્યો છે તથા અન્ય પ્રતોના પાઠને પાઠાંતરતરીકે રાખ્યો છે. તેમ છતાં ક્યારેક અન્યપ્રતોના પાઠ અગત્યના જણાયા ત્યાં તે પાઠને મુખ્ય તરીકે રાખ્યા છે તથા જે પ્રતના માપ સૂચિપત્રમાંથી મળ્યા તે જ માપ અહીં રાખ્યા છે. અન્યથા માત્ર ઝેરોક્ષ કે સ્કેન કરેલ કોપી પરથી માપ કાઢવું શક્ય ન હોવાથી અહીં તે તે પ્રતોના માપ આપ્યા નથી.