________________
333
૨) હાંસિયા : હાંસિયાનો ઉપયોગ પ્રમાદ વશ છૂટી ગયેલા અક્ષરો, પતિત પાઠ અને ઉપયોગી ટિપ્પણ લખવા માટે કરવામાં આવતો હતો. કોઈ વાર બહુ મહત્ત્વનો પાઠ લખવાનો રહી ગયો હોય તો હાંસિયા ક્ષેત્રમાં વિશેષ ચિહ્ન દ્વારા તે સ્થાનને ચિહ્નિત કરી હાંસિયામાં લખવામાં આવતો. કોઈ વાર કઠિન શબ્દના અર્થ પણ હાંસિયામાં લખેલા જોવા મળે છે.
૩) હુંડી : પુસ્તકના હાંસિયા ઉપરના ભાગમાં ગ્રંથનું નામ, પત્રાંક, અધ્યયન, સર્ગ, ઉચ્છવાસ વગેરે લખવામાં આવે છે. તેને ‘હુંડી’ કહે છે.
૪) બીજક : ગ્રંથોના વિષયાનુક્રમને ‘બીજક’ નામથી ઓળખવામાં આવે છે.
૫) ગ્રંથાચં : પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલ્લિખિત શ્લોક સંખ્યાને ‘ગ્રંથાગ્રં’ કહે છે. અને પુસ્તકની અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણશ્લોક સંખ્યાને ‘સર્વાગ્રં’ અથવા ‘સર્વગ્રંથાગ્રં' કહે છે.
૬) હંસપાદ, કાક પાદ અથવા મોર પગલું : આ ચિહ્ન ગણિતના ‘X’ ગુણાકાર જેવી નિશાની છે. જેના માધ્યમે પ્રતના મૂલ જિહ્વા ક્ષેત્રમાં જો કોઈ શબ્દ, વર્ણાદિ જોડવાના હોત તો ‘v’,‘^’ આ પ્રકારનું ચિહ્ન કરી હાંસિયામાં કાકપદનું ચિહ્ન બનાવી તે વર્ણને લખવામાં આવે છે. આ વર્ણ તે પંક્તિની સામે જ લખેલો જોવા મળતો જેમાં કાકપદનું ચિહ્ન થયેલું હોય. અર્થાત્ કાકપદનાં ચિહ્નનાં માધ્યમથી છૂટેલો પાઠ દર્શાવવામાં આવતો હતો. જો છૂટેલો પાઠ ઘણો મોટો હોય તો ઉપર, નીચેના હાંસિયામાં લખી તે પંક્તિનાં અંતમાં એ./પં. લખી જે પંક્તિમાં તેને જોડવો હોય તેની સંખ્યા લખવામાં આવતી હતી. વળી, તે સમયે સાધન સામગ્રીની અછતના કારણે આ ચિહ્નોનો સહારો લેવો પૂર્વાચાર્યોને આવશ્યક લાગ્યો
હશે.
૭) મધ્યફુલ્લિકા : આ ચિહ્ન પંચભુજ, ષડ્યુજ અતવા ચતુર્ભુજ આકારનું હતું, જે પ્રતના મધ્યમાં બનાવવામાં આવતું. સંભવતઃ પ્રતનાં મધ્યભાગમાં હોવાને કારણે તેનું નામ ‘મધ્યફુલ્લિકા’ પાડવામાં આવ્યું હોય. મધ્યફુલ્લિકા સમય જતાં સુંદર ચિત્રોથી સુસજ્જિત થવા લાગી. ચિહ્નો વિવિધ શ્યાહીથી
બનેલા પણ જોવા મળે છે. કોઈવાર ચિહ્ન ન બનાવતાં વચ્ચેની જગ્યા ખાલી છોડી દેવામાં આવતી. કોઈ વાર લહિયાઓએ અક્ષરો એવી રીતે લખ્યા હોય કે સ્વયં વચ્ચેની જગ્યા ખાલી જોવા મળે જેનો આકાર આપોઆપ મધ્યફુલ્લિકા જેવો બનેલો હોય, જેને લહિયાની લેખનકળાનો ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય.
૮) છિદ્રક : અધિકાંશતઃ તાડપત્રીય પ્રાચીન પ્રતોમાં છિદ્રક જોવા મળે છે. પ્રતના મધ્યભાગમાં એક નાનું